હાથની રેખાઓ જણાવે છે કે તમારા લગ્ન ક્યારે થશે? જાણો રીતે હથેળી જોવી?

કહેવાય છે કે માણસ પોતાના ભાગ્યને જન્મથી સાથે લઈને આવે છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પણ ભવિષ્ય સાથે આ વાત પર વિશ્વાસ રાખે છે. એટલે જ જ્યોતિષશાસ્ત્ર હથેળી જોઈને ભવિષ્ય જણાવે છે. કહેવાય છે કે હથેળીમાં એક રેખા એવી હોય છે કે જે લગ્નની ભવિષ્યવાણી કરે છે.

હસ્તરેખાશાસ્ત્ર હાથ પરની રેખાઓ જોઈને લગ્ન જીવન કેવું રહેશે તેની જાણકારી આપે છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હાથમાં મુખ્ય ત્રણ રેખા હોય છે અને એક રેખાને મસ્તક રેખા, એક જીવન અને એક હૃદય રેખા કહેવાય છે.

palmistry

હથેળીમાં લગ્ન રેખા પણ હોય છે અને તે વ્યક્તિનું લગ્ન જીવન કેવું રહેશે તે જણાવે છે. આ સિવાય તમે એ પણ જાણી શકો છો કે તમારા લગ્ન થશે કે નહીં અને જો વિલંબ થશે તો લગ્ન ક્યારે થશે?

હથેળીમાં સૌથી નાની આંગળી પાસે લગ્ન રેખા હોય છે. આ રેખા હથેળીમાં હૃદય રેખા સુધી જાય છે અને આગળ વધીને બે કે ત્રણ રેખાઓ બની જાય છે. તેથી આ રેખા અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આવી વ્યક્તિનું લગ્ન જીવન સુખી રહેતુ નથી. ઝઘડા કે છૂટાછેડાની નોબત આવી શકે છે.

જો કોઈ વ્યક્તિની હથેળીમાં તૂટેલી હૃદય રેખા હોય તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિના દાંપત્ય જીવનમાં ઘણી સમસ્યાઓ આવશે. આવા લોકો લગ્ન પછી સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે.

આ સિવાય જો કોઈ વ્યક્તિની લગ્ન રેખા હૃદય રેખા તરફ વળેલી હોય તો પુરી જીંદગી પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહે છે. બંને વચ્ચે કોઈ પણ મુદ્દે સહમતિ થતી નથી. બીજી તરફ જો કોઈ વ્યક્તિની હથેળીમાં લગ્ન રેખાની પાસે દ્વીપ જેવું પ્રતીક હોય તો તેને લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જો કોઈ વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા હલકી કે બિલકુલ ન હોય તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને જીવનભર સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. જો કે લગ્ન પછી આ લોકોના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવે છે. સુખી દામ્પત્ય જીવનની સાથે આ લોકોનું કરિયર પણ સારું રહે છે.

કોઈ વ્યક્તિના હાથમાં લગ્ન રેખા નથી તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિના લગ્નમાં વિલંબ થશે. આવી વ્યક્તિ માટે માગા આવશે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવશે અને જેમ જેમ આગળ વધશે તેમ તેમ મામલો બગડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X