Hindu New Year: 30 વર્ષ બાદ શુભ યોગ વચ્ચે શરૂ થશે હિંદુ નવું વર્ષ, આ રાશિને થશે લાભ
Hindu New Year: વૈદિક પંચાગમાં જણાવ્યા અનુસાર, 9 એપ્રિલના રોજ હિંદુ નવું વર્ષ વિક્રમ સંવત 2081ની શરૂઆત થશે. અગ્રેજી કેલેન્ડર પ્રમાણે 1 જાન્યુઆરી અને ગુજરાતી કેલેન્ડર અનુસાર દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક સુદ એકમની તિથિ નવું વર્ષ શરૂ થાય છે.
હિંદુઓનું નવું વર્ષ ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે. આ સાથે હિંદુ કેલેન્ડર મુજબ તિથિ અનુસાર વ્રત અને તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે હિંદુઓનું નવુ વર્ષ અતિ ખાસ રહેવાનું છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ લગભગ 30 વર્ષ પછી નવા વર્ષની શરૂઆત શુભ રાજયોગમાં થશે. 09 એપ્રિલ એ હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત 2081નો પ્રથમ દિવસ હશે અને આ દિવસે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને શષ રાજયોગનો સમન્વય છે. આ વખતે વિક્રમ સંવત 2081નો રાજા મંગળ હશે, અને મંત્રી શનિદેવ હશે. આવી સ્થિતિમાં શનિ અને મંગળનો પ્રભાવ વર્ષભર ચાલુ રહે છે.

હિન્દુ નવા વર્ષ પર 3 રાજયોગ - હિન્દુ નવું વર્ષ 09 એપ્રિલે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને શશ રાજયોગથી શરૂ થશે. આ ઉપરાંત રેવતી અને અશ્વિની નક્ષત્રનો પણ વર્ષના પ્રથમ દિવસે સંયોગ થઈ રહ્યો છે. આ દિવસે ચંદ્ર ગુરુની રાશિ મીન રાશિમાં રહેશે. શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાં સ્થિત થશે અને શશ રાજયોગ પણ બનશે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ 09 એપ્રિલના રોજ સવારે 07:32 કલાકે શરૂ થશે. નવા હિંદુ વર્ષના રાજા મંગળ અને મંત્રી શનિદેવની હાજરી તમામ 12 રાશિઓના લોકોને પ્રભાવિત કરશે, પરંતુ કેટલીક રાશિના લોકોને સારા નસીબ મળશે, જે જાતકના જીવનમાં સુખ, શાંતિ અને સારા પરિણામ લાવશે.
આ રાશિના લોકો માટે નવું હિન્દુ વર્ષ શુભ સાબિત થશે
વૃષભ રાશિ - વૃષભ રાશિના લોકોને હિંદુ નવું વર્ષ વિક્રમ સંવત 2081ના રોજ બનેલા ત્રણ શુભ યોગોનો સૌથી વધુ લાભ મળવાનો છે. આ રાશિના લોકોને નવી તકો મળશે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરીની તકો મળશે અને નોકરીમાં પરિવર્તનની આશા રાખનારાઓને પણ સારી તકો મળશે.
તમને તમારા કાર્યમાં સારી સફળતા મળશે, અને તમારા કાર્યસ્થળમાં તમારું સન્માન વધશે. આવકમાં વધારો થવાના સંકેતો છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. જે લોકોએ કોઈ લોન લીધી છે, તેમને તેમના દેવામાંથી રાહત મળશે. વેપાર કરનારા લોકોને સારો નફો મળશે અને તેમની યોજનાઓને ગતિ મળશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.
મિથુન રાશિ - મિથુન રાશિના લોકો માટે નવું વર્ષ વિક્રમ સંવત 2081 ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે. તમારા જીવનમાં સુખ અને સારી સફળતા પ્રાપ્ત કરવાની સંભાવના છે. રિયલ એસ્ટેટમાં તમારું રોકાણ વધી શકે છે. આવનારો સમય તમારો રહેશે.
વેપારમાં જે લોકો સાથે ભાગીદારીમાં છે, તેમને સારો લાભ મળશે. આવકમાં વધારો થશે અને વધારાની આવકના સ્ત્રોત થશે. સમાજમાં માન-સન્માન અને પરિવારમાં ખુશીઓ વધશે. પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત કરશે.
ધન રાશિ - નવું વર્ષ હિન્દુ કેલેન્ડર મુજબ ધન રાશિના લોકો માટે નવું વર્ષ ખૂબ જ શાનદાર રહેશે. તમને દરેક કાર્યમાં સારી સફળતા મળશે. સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થશે જેનાથી તમારું મન ખુશ રહેશે.
તમારો આત્મવિશ્વાસ વધશે. નોકરીયાત લોકોને નવી નોકરીઓ માટે ઘણી ઓફર્સ મળશે. જીવનમાં પૈસાની કમી નહીં આવે. તમને આર્થિક લાભની ઘણી તકો મળશે. આખા વર્ષ દરમિયાન તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ રહેશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
