Holashtak 2022: 10 માર્ચથી હોળાષ્ટક, ન કરવા કોઈ માંગલિક કાર્ય
10 માર્ચથી હોળાષ્ટક શરુ થઈ રહ્યા છે. આ દિવસોમાં કોઈ માંગલિક કામ કરવામાં આવતા નથી.
નવી દિલ્લીઃ હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મુહૂર્ત જોવામાં આવે છે. વર્ષમાં ઘણા દિવસ એવા હોય છે જ્યારે શુભ કાર્ય કરવામાં આવતા નથી. આમાંથી એક છે હોળાષ્ટક. નામથી જ જાણી શકાય છે કે અષ્ટક એટલે કે આઠ દિવસ. હોલિકા દહન પહેલા આઠ દિવસ શુભ કાર્યો માટે નિષેધ હોય છે. હોળાષ્ટકના આઠ દિવસની અવધિમાં મુંડન, ગૃહ પ્રવેશ, વિવાહ, સગાઈ વગેરે માંગલિક કાર્યો ટાળી દેવા જોઈએ. આ વખતે હોળાષ્ટક ફાગણ મહિનાની અષ્ટમી 10 માર્ચથી પૂનમ 17 માર્ચ, 2022 સુધી રહેશે.

કેમ નથી કરવામાં આવતા શુભ કાર્ય
હોલિકા દહન પહેલાના આઠ દિવસ શુભ કાર્યોમાં નિષેધ રહે છે. આ આઠ દિવસોમાં ભક્ત પ્રહલાદને કઠોર યાતનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ આ આઠ દિવસોમાં ગ્રહો પોતાના ઉગ્ર સ્વરૂપમાં હોય છે માટે મનુષ્યની નિર્ણય ક્ષમતા નબળી પડી જાય છે. કાર્યોના શુભ ફળ મળવાના બદલે વિપરીત અસર થાય છે. આના કારણે આ સમયે કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. હોળાષ્ટકના પ્રથમ દિવસે ચંદ્ર નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ બૃહસ્પતિ, ત્રયોદશીએ બુધ, ચતુર્દશીએ મંગળ અને પૂર્ણીમાં રાહુ-કેતુ ઉગ્ર હોય છે. માટે આ દિવસોમાં શુભ કાર્યો ટાળી દેવા જોઈએ. આ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓને પણ બહાર નીકળવા, નદી-નાળા પાર કરવા, યાત્રા વગેરે કરવાથી રોકવામાં આવે છે. ફાગણ મહિનાના આ અંતિમ આઠ દિવસોમાં તંત્ર-મંત્રની ક્રિયાઓ પોતાના ચરમ પર હોય છે જે ગર્ભસ્થ શિશુને હાનિ પહોંચાડી શકે છે.
હોળાષ્ટકનુ પૌરાણિક મહત્વ
હોળાષ્ટકની કથા ભગવાન શિવ અને કામદેવ સાથે જોડાયેલી છે. પુરાણ કથા અનુસાર કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી દીધી હતી. આનાથી ક્રોધિત થઈને શિવજીએ કામદેવને ભસ્મ કરી દીધા હતા. આ દિવસે ફાગણ સુદ અષ્ટમી હતી. પોતાના પતિના ભસ્મ થઈ જવાથી દુઃખી રતિએ ભગવાન શિવને કામદેવને પુનર્જીવિત કરવાની આજીજી કરી. રતિની આઠ દિવસની તપસ્યા બાદ ભગવાન શિવે ફાગણ સુદ પૂનમના દિવસે કામદેવને જીવિત કરી દીધા. કામદેવના જીવિત થવાના અવસરને બધાએ ઉત્સવ તરીકે મનાવ્યો.












Click it and Unblock the Notifications
