Holi 2023 : હોલિકા દહન સમયે અર્પણ કરો આ વસ્તું, દુર થશે આર્થિક સમસ્યા
Holi 2023 : હોળિકા દહનના સમયે લેવામાં આવેલા કેટલાક જ્યોતિષીય પગલાં લોકોની ઘણી સમસ્યાઓને દૂર કરે છે. આજે આપણે આ અહેવાલમાં એવી વસ્તુ જણાવીશું કે જેને હોળીમાં અર્પણ કરવાથી તમને લાભ થશે.
Holi 2023 : હોળી-ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે હોળીનો તહેવાર 7 માર્ચના રોજ ઉજવવામાં આવશે. હોલિકા દહન સમયે પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ પરંપરા હિરણ્યકશ્યપના પુત્ર વિષ્ણુ ભક્ત પ્રહલાદ અને હોલિકા સાથે જોડાયેલી છે. જે સત્ય પર અસ્ત્ય જીતનું પ્રતિક માનવામાં આવે છે.

હોલિકા દહનને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક માનવામાં આવે છે. પ્રતિપદાના દિવસે રંગો અને ગુલાલથી હોળી રમવામાં આવે છે. હોલિકા દહનના સમયે મુહૂર્તની ખાસ કાળજી લેવામાં આવે છે. જોકે, જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાનું શુભ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહન દરમિયાન કેટલીક વસ્તુઓ હોળીમાં અર્પણ કરવાથી સુખ-સમૃદ્ધિની સાથે પરિવારના દરેક સભ્યને રોગોથી મુક્તિ મળે છે.

સ્વાસ્થ્ય સારું રાખવા માટેના ઉપાય
જો તમારે સ્વાસ્થ્ય સારું રાખવા માટે હોલિકા દહન સમયે 10 લીમડાના પાન, છ લવિંગ અને કપૂરનો થોડા ટુકડા લઈને પાંચ-સાત વાર આગમાં ચઢાવો.

સુખ, સમૃદ્ધિ અને સુખ મેળવવા માટેના ઉપાય
જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખ મેળવવા માટે હોલિકા દહનના સમયે અગ્નિમાં મુઠ્ઠીભર જવ અથવા ચોખા ચઢાવો. આ ઉપાય કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

ધંધામાં પ્રગતિ માટેના ઉપાય
ધંધામાં પ્રગતિ માટે ઘઉંની ત્રણ ડાળી અને અળસીની 6 ડાળી લો અને હોલિકા દહનના સમયે આ અગ્નિમાં થોડું બાળી લો. આ પછી લાલ રંગના કપડામાં અડધી લંબાઈની ડાળી લપેટી અને તેને તમારા કાર્યક્ષેત્રમાં બાંધી દો.

આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાય
આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે શેરડીને હોલિકા દહનની અગ્નિ બતાવો અને પછી તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઊભી કરો. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

અટકેલા કામ પૂર્ણ કરવા માટેના ઉપાયો
એક સૂકું નાળિયેર થોડું ખોલીને તેમાં ગોળ અને અળસી ભરીને હોલિકા દહનના સમયે અગ્નિમાં અર્પણ કરો. આ ઉપાયથી બગડેલા કામ ફરી પૂર્ણ થવા લાગશે.












Click it and Unblock the Notifications
