Holi 2025 : પ્રાચીન સમયમાં હોળીની ઉજવણી કેવી રીતે થતી? જાણો ઇતિહાસ
Holi 2025 : હોળી હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે અને દેશભરમાં ઊજવાય છે. આ તહેવાર બે દિવસ ચાલે છે, પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોથી ખેલવામાં આવે છે.
આ તહેવાર સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે. પુરાણો અનુસાર, ભગવાન શિવે સૌપ્રથમ હોળી રમી હતી.

પુરાતત્વીય પુરાવાઓ દર્શાવે છે કે આ તહેવાર ઈશુ ખ્રિસ્તના જન્મ પહેલાંથી ઉજવાતો હતો. જૈમિનીના પૂર્વમીમાંસા સૂત્ર અને કથક ગ્રહ્ય સૂત્ર (400-200 બીસી)માં પણ તેનો ઉલ્લેખ મળે છે.
વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પીના મંદિરોમાં હોળી રમવાની પ્રાચીન શિલ્પકૃતિઓ જોવા મળે છે. ત્યાં રાજવી અને તેમના સહયોગી રંગોથી રમતા જોવા મળે છે.
હોળીનું એક અન્ય નામ હોલકા પણ છે. પ્રાચીન સમયમાં આર્યો હોલકા તહેવાર ઉજવતા. તેઓ ખેતરના તાજા પાકનો હવન કરતા. એ સમયે એ એક કૃષિ તહેવાર હતો.
હોલિકા દહન પછી ધુળેટી પર રંગોની રમઝટ કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણના સમયથી આ પરંપરા ચાલી આવે છે.
પ્રાચીનકાળમાં હોળીના રંગો પલાશ અને તેસુના ફૂલોમાંથી બનાવાતા, જે ત્વચા માટે હિતાવહ હતા. આધુનિક સમયમાં કેમિકલ કલર્સનો ઉપયોગ વધ્યો છે પરંતુ હવે લોકો ફરીથી ઓર્ગેનિક રંગો તરફ વળી રહ્યા છે.
જણાવી દઈએ કે, આધુનિક સમયમાં ભારતના વિવિધ ભાગોમાં હોળીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. આમાં ગોકુલ-મથુરાની હોળી દુનિયાભરમાં જાણીતી છે. અહીં હોળીની ઉજવણી ઘણા દિવસો સુધી ચાલે છે.












Click it and Unblock the Notifications
