બમણી સફળતા મેળવવા નવરાત્રી દરમિયાન કરો 'સિદ્ધ કુંજીકા સ્ત્રોત'નો પાઠ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

દુર્ગા સપ્તશતીમાં વર્ણિત સિદ્ધ કુંજીકા સ્ત્રોત એક અત્યંત ચમત્કારી અને તીવ્ર પ્રભાવ દેખાડનારો સ્ત્રોત છે. જે લોકો આખા દુર્ગાસપ્તશતીનો પાઠ નથી કરી શકતા. તેમને માત્ર કુંજીકા સ્ત્રોતનો પાઠ કરવાથી સંપૂર્ણ દુર્ગા સપ્તશતીનું ફળ મળી જાય છે. જીવનમાં કોઈ પણ પ્રકારના અભાવ, રોગ, મુશ્કેલ, દુઃખ, દરિદ્રતા અને દુશ્મનોનો નાશ કરનારી સિદ્ધિ કુંજીકા સ્ત્રોતનો પાઠ નવરાત્રીમાં જરૂર કરવો જોઈએ. જો કે આ સ્ત્રોતનો પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

કુંજીકા સ્ત્રોત પાઠની વિધિ

કુંજીકા સ્ત્રોત પાઠની વિધિ

કુંજીકા સ્ત્રોતનો પાઠ કોઈ પણ દિવસે કે માસે કરી શકાય છે પણ નવરાત્રીમાં તેનો પ્રભાવ વધુ રહે છે. કુંજીકા સ્ત્રોત સાધના પણ હોય છે, પણ અહીં અમે તમને સર્વસામાન્ય વિધિ વિશે જણાવીશું. નવરાત્રીના પ્રથમ દિવસથી નવમી સુધી નિયમિત તેનો પાઠ કરવો જોઈએ. જે માટે સાધકે સવારે પહેલા ઉઠી દૈનિક કાર્યો પૂરાં કરી પૂજા સ્થાને સાફ લાલ રંગના આસન પર બેસી જવું અને પોતાની સામે લાકડાના બાજોઠ પણ લાલ વસ્ત્રો પાથરી દેવી દુર્ગાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરી પૂજન કરવું. માતાને દિવો કરી નિવેધમાં મિષ્ઠાન ધરાવો. ત્યારબાદ જમણા હાથમાં ચોખા, ફૂલ, એક રૂપિયાનો સિક્કો રાખી નવરાત્રીના નવ દિવસ કુંજીકા સ્ત્રોતનો પાઠ કરવાનો સંકલ્પ લો. આ સંકલ્પ માત્ર એક જ દિવસ લેવાનો છે અને તે સમયથી જ પાઠ શરૂ કરી દેવાના છે.

કુંજીકા સ્ત્રોતના લાભ

કુંજીકા સ્ત્રોતના લાભ

ધનલાભ-જે લોકોને હંમેશા નાણાકીય મુશ્કેલી રહેતી હોય અથવા વારંવાર આર્થિક નુકશાન થતુ હોય તેમને કુંજીકા સ્ત્રોતનો પાઠ કરવાથી આર્થિક લાભ થાય છે અને ધનસંગ્રહ વધે છે. શત્રુઓ પર વિજય-દુશ્મનોથી છૂટકારો મેળવવા માટે આ સ્ત્રોત અત્યંત લાભકારી છે. નવરાત્રી બાદ પણ તેનો નિયમિત પાઠ કરવાથી તમને ક્યારેય દુશ્મનો દ્વારા હેરાનગતિ થશે નહિં. કોર્ટના મામલાઓમાં વિજય પ્રાપ્તિ થશે. રોગમુક્તિ-દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી રોગોમાંથી છૂટકારો મળે છે સાથે જ રોગોમાં થનારા ખર્ચમાંથી પણ મુક્તિ મળે છે. દેવામાંથી મુક્તિ-જો તમારા પર દેવું ચઢી ગયુ છે અને નાની નાની જરૂરિયાતો માટે દેવું કરવું પડે છે તો આ માટે કુંજીકા સ્ત્રોતનો નિયમિત પાઠ દેવામાંથી મુક્તિ અપાવશે. સુખી દાંપત્ય જીવન-દાંપત્યજીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે તે માટે કુંજીકા સ્ત્રોતનો નિયમિત પાઠ કરવો જોઈએ. આકર્ષણ પ્રભાવ વધારવા માટે પણ તેનો પાઠ કરવો જોઈએ.

ધ્યાનમાં રાખવાની બાબતો

ધ્યાનમાં રાખવાની બાબતો

દેવી દુર્ગાની આરાધના, સાધના અને સિદ્ધિ માટે તન, મનની પવિત્રતા હોવી અત્યંત જરૂરી છે. નવરાત્રીમાં ઈન્દ્રિયો પર સંયમ રાખવો. ભૂલથી પણ ખરાબ કર્મ, ખરાબ વાણીનો ઉપયોગ ન કરવો. કુંજીકા સ્ત્રોતનો પાઠ ખરાબ કામના, કોઈનું મારણ, ઉચ્ચાટન અને કોઈનું ખરાબ કરવા માટે ન કરવું, નહિંતર તેનો ઉલટો પ્રભાવ પડી શકે છે. સાધના કાળમાં માંસ, દારૂનું સેવન ન કરવું. મૈથુનના વિચારો મનમાં ન લાવવા.

English summary
People worship goddess Durga in Navratri. Here is the Importance of Durga Siddha Kunjika Stotram.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.