બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ?

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે બરોડા ડેરીના સંચાલકો સામે સહકારી કાયદાના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના સહકારી મંડળીના રજીસ્ટ્રારે ડેરીના વહીવટમાં ગેરરીતિ બદલ સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે.

આ નોટિસમાં ખાસ કરીને દાણ પ્લાન્ટના દૈનિક ઉત્પાદનમાં થયેલા મોટા ઘટાડા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ડેરીના આ મહત્વના યુનિટમાં ઉત્પાદન કેમ ઘટ્યું તે અંગે રજીસ્ટ્રારે સંચાલક મંડળ પાસેથી વિગતવાર વિગતો અને પુરાવાઓની માંગણી કરી છે.

વધુમાં, ડેરી દ્વારા કરવામાં આવતી 5 લાખથી વધુની ખરીદી પ્રક્રિયામાં ટેન્ડર પદ્ધતિના નિયમોને પડકારવામાં આવ્યા હોવાનો નોટિસમાં ઉલ્લેખ છે. ટેન્ડર વગર કે નિયમ વિરુદ્ધ થયેલી ખરીદીને લઈ રજીસ્ટ્રારે તંત્ર સામે લાલ આંખ કરી તપાસના આદેશો આપ્યા છે.

નોટિસમાં બોડેલી ખાતેના સોલાર પ્લાન્ટના સંચાલનમાં દાખવવામાં આવેલી બેદરકારીનો પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વ્યવસ્થાપક સમિતિ દ્વારા આ પ્રોજેક્ટમાં કરવામાં આવેલી ચુકો અંગે રજીસ્ટ્રારે કડક શબ્દોમાં ખુલાસો પૂછતા ડેરીના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

આ તમામ ગંભીર મુદ્દાઓ અને પુરાવાઓ સાથે બરોડા ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ અને રજીસ્ટ્રારને ગાંધીનગર હાજર થવા જણાવાયું છે. આગામી 13મી માર્ચે રજીસ્ટ્રાર સમક્ષ રૂબરૂ હાજર રહીને તેમને આ તમામ વિષયો પર પોતાનો પક્ષ રાખવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X