જાણો, સ્વપ્નનો જીવન પર કેવો થાય છે પ્રભાવ
ઉંઘતી વખતે દરરોજ કોઇને કોઇ સ્વપ્ન તમે જરૂરથી દેખતા હશો. મોટાભાગના સ્વપ્ન તમને યાદ રહેતા હશે, પરંતુ શું તમને ખબર છે કે આ સ્વપ્ન તમારા જીવન માટે ઘણા મહત્વના હોય છે. સ્વપ્ન અથવા ઉંઘતી વખતે ઘટેલી ચેતનાની અનૂભૂતિનું તમારા જીવનમાં એક ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન છે.
જે સમયે વ્યક્તિ ઉંઘમાં હોય છે તો એ સમયે તેની પાંચ ઇન્દ્રીઓ અને પાંચ કામેન્દ્રીઓ શાંત હોય છે. લોકો કહે છે કે આ દરમિયાન વ્યક્તિ એક મૃત વ્યક્તિ સમાન હોય છે. દિમાગ શાંત હોય છે, પરંતુ દિમાગની અંદરની કોશિકાઓ પોતાનું કામ કરતી રહે છે. એ સમયે વ્યક્તિ એ ઘટનાઓનો અનૂભવ કરે છે, જે તેના જીવનની ઉંડાઇઓ સાથે જોડાયેલી હોય છે. આ જ અનૂભવ સ્વપ્ન હોય છે.
જ્યોતિષશાસ્ત્ર કહે છે કે આપણે જે સ્વપ્ન જોઇએ છીએ, તેની અંદર આપણા ભવિષ્યના ઘણા મહત્વના રાજ છૂપાયેલા હોય છે. તમે આ સંદર્ભમાં જાણકારી પ્રાપ્ત કરી વ્યર્થની ચિંતાઓથી મુક્ત થઇ શકો છો. અથવા તો જો જીવન માટે કોઇ સારા સંકેત સ્વપ્નમાં જોવા મળે છે, તો એ દિશામાં કાર્ય કરીને તેનો લાભ ઉઠાવી શકો છો. અમે તમને જણાવીશું કે સ્વપ્નમાં કઇ વસ્તુ જોવાથી કયુ પરિણામ મળે છે. એક-એક સ્લાઇડ પર ક્લિક કરતા જાઓ અને વાંચો.

પાણીમાં ડૂબવુ
સ્વપ્નમાં જો તમે પોતાને પાણીમાં ડૂબતા નિહાળો તો તેનો અર્થ તમારા જીવનમાં કંઇક સારુ કામ થવાનું છે.

જુગાર રમવો
સ્વપ્નમાં જુગાર રમવાથી વ્યાપારમાં લાભ મળે છે.

દારૂ પીવો
સ્વપ્નમાં દારૂ પીવું ખરાબ છે, તે તમને મોતના સંકેત આપે છે.

તેલની માલિશ
પોતાના પર તેલ લગાવવામાં આવતું હોય તેવું સ્વપ્ન આવે તો જીવનમાં મોટી વિપત્તિ આવે છે, જેમાં મોત થવા સુધીના સંકેત રહે છે.

સૂર્ય કે ચંદ્ર ગ્રહણ
સ્વપ્નમાં સૂર્ય કે ચંદ્ર ગ્રહણ જોવાનો અર્થ એ જ સપ્તાહમાં તમારા પર મોટી આપત્તિ આવશે અને મોત પણ થઇ શકે છે.

બળદ અથવા ગાય
સ્વપ્નમાં જો તમને મોટી ગાય કે બળદ દેખાય તો તેનાથી લાભ થાય છે અને જો પાતળી ગાય કે બળદ દેખાય તો તેનાથી કષ્ટ આવે છે.

શિયાળ
સ્વપ્નમાં શિયાળ દેખાય તો કોઇ સંબંધી તરફથી દગો મળે છે.

હાથીની સવારી
સ્વપ્નમાં હાથીની સવારી એટલે કે તમને એશ્વર્ય મળશે અથવા ફરીથી નોકરીમાં પ્રગત્તિ થશે.

પેશાબ કરવો
સ્વપ્નમાં પેશાબ કરવો એટલે કે ઘનનો લાભ થશે.

તમારા લગ્ન જોવા
સ્વપ્નમાં તમારા લગ્ન દેખાય તો એશો આરામની પ્રાપ્તિ થાય છે.

ઇજા પહોંચવી
જો સ્વપ્નમાં તમને શરીરમાં ઇજા થાય તો તેનો અર્થ એ કે તમને ઘન મળવાનું છે.

જેલમાં બંધ થવું
સ્વપ્નમાં જેલમાં બંધ થવું દેખાય એટલે પુત્ર રત્નની પ્રાપ્તિ થશે.

સંભોગ કરવો
સ્વપ્નમાં કોઇ સુંદર સ્ત્રી સાથે સંભોગ કરવું એટલે કે ઘનની પ્રાપ્તિ થશે.

માંસ-માછલી ખાવી
સ્વપ્નમાં માંસ-માછલી ખાવી એટલે અચાનક ધનની પ્રાપ્તિ

પૂર્વજો અથવા પીતરુંઓ જોવા
સ્વપ્નમાં પૂર્વજો અથવા પીતરુંઓ જોવા મળે તો તમારો વંશ વધશે.

દાંત તૂટવો
સ્વપ્નમાં દાંત તૂટવો એટલે કે ઢગલાબંધ સમસ્યાઓ આવવી.

ઘરનો દરવાજો
સ્વપ્નમાં તમે ઘરનો દરવાજો ખોલતા હોવ તો કોઇ સારી વ્યક્તિ સાથે તમારી મિત્રતા થશે.

દાંત, હાથ, કાન કપાલેયા જોવા
જો સ્વપ્નમાં દાંત, હાથ, કાન વગેરે કપાયેલા જોવા મળે તો સમજવું કે તમારા જીવનમાં વિપત્તિઓ આવવાની છે, જેનાથી મત્યું થઇ શકે છે.

ઘરેણા ચોરી થવા
સ્વપ્નમાં ઘરેણા ચોરી થયેલા જોવા મળે એટલે ધનહાની થશે.

જૂતા ચોરી થવા
સ્વપ્નમાં જૂતા ચોરી થવા એટલે બીમારી અથવા મિત્રનું મૃત્યું












Click it and Unblock the Notifications
