Guru Rashi Parivartan: ગુરુ 21 નવેમ્બરે કરશે કુંભ રાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓને થશે ધન લાભ

ગુરુનો શનિની રાશિમાં પ્રવેશ અમુક રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. જાણો, કઈ રાશિઓને ધન લાભ થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહને ગુરુ પણ કહેવામાં આવે છે. તે ધન અને મીન રાશિનો સ્વામી છે. ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો અને મકર રાશિમાં નીચનો હોય છે જે જાતકોની કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તેને જીવનમાં પ્રગતિ મળે છે. ગુરુ 21 નવેમ્બરે મકર રાશિ છોડીને કુંભમાં પ્રવેશ કરશે. કુંભ શનિ ગ્રહની નીચ રાશિ છે. ગુરુનો શનિની રાશિમાં પ્રવેશ અમુક રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. જાણો, કઈ રાશિઓને ધન લાભ થશે.

jupiter

મેષઃ ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ મેષ રાશિના વ્યક્તિઓ માટે શુભ સાબિત થશે. જીવનમાં આવતી ઘણી મુશ્કેલીઓનો અંત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થવાના સંકેત મળી રહ્યા છે. કોઈ મહત્વપૂર્ણ કામ મળી શકે છે. ધન લાભના વિશેષ યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાથી કરિયરમાં પ્રગતિ થશે.

કર્કઃ કર્ક રાશિના જાતકો માટે પણ ગુરુનુ ગોચર શુભ સાબિત થશે. યાત્રાઓથી લાત્ર થશે. દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. ધન આગમનના રસ્તા ખુલશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નવી નોકરી મળવાના અણસાર છે. ફસાયેલા પૈસા પાછા મળી શકે છે.

કન્યાઃ આ રાશિના જાતકો માટે ગુરુનુ ગોચર શુભ રહેશે. અટકેલા કાર્યો ફરીથી બનવા લાગશે. કાર્યસ્થળે દરેક પડકારોને સામનો સારી રીતે કરી શકશો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે જેનાથી સારો લાભ મળવાના અણસાર છે. કામના કારણે કરવામાં આવેલા યાત્રાથી ધનની પ્રાપ્તિ થવાની સંભાવના છે.

મકરઃ આ રાશિના જાતકો માટે ગુરુનુ ગોચર સારુ છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. શાનદાર ઉપલબ્ધિઓ મળવાના અણસાર છે. નોકરીની શોધમાં હોય તો સારી ઑફર મળી શકે છે. કાર્ય સ્થળે તમારા કામની પ્રશંસા થશે. રોકાણની યોજના બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X