Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kark (Cancer) Career Horoscope 2021: આ વર્ષે તમારું ભાગ્ય ખૂલી જશે

Kark (Cancer) Career Horoscope 2021: આ વર્ષે તમારું ભાગ્ય ખૂલી જશે

Kark (Cancer) Career Horoscope 2021: કર્ક રાશિના લોકોનું કરિયર 2021માં જબરદસ્ત રીતે રફ્તાર પકડશે. આ વર્ષે તમારા આજીવિકાના સાધનના દશમા ઘરમાં મંગળ પોતાની જ રાશિમાં સ્થિર થઈ તમારા માટે ભાગ્યોદયકારી બનેલ છે. જે તમને કાર્યને કુશળતાપૂર્વક કરવાની ઉર્જા, હિમ્મત અને આત્મવિશ્વાસ આપશે જેનાથી તમે જોબમાં હોવ કે પછી બિઝનેસમાં ધાર્યા પ્રમાણે સફળતા મળશે. તમે જે કંઈપણ કામ કરી રહ્યા છે તેમાં પ્રગતિ હાંસલ કરશો અને જો કોઈ કામ તમારી પાસે હજી સુધી નથી તો તે પણ મળશે.

career horoscope

આ વર્ષ કર્ક રાશિના સાતમા ભાવમાં શનિ-ગુરુની યુતિ તમને એવાં કાર્યોમાં વધુ સક્સેસ અપાવશે જે ભાગીદારીમાં કરવામાં આવી રહ્યાં છે. પાર્ટનરશિપમાં વડા પ્રોજેક્ટ હાંસલ કરશો. જો કોઈ સ્ટાર્ટઅપ પણ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વર્ષે તો પાર્ટનરશિપમાં કરવામાં કોઈ સમસ્યા નથી. આ વર્ષ સફેદ ચીજોનો વેપાર, ડેરી પ્રોડક્ટ્સ, કોસ્મેટિક્સ, લગ્ઝરી આઈટમના બિઝનેસમાં સફળ થશો. નોકરીની વાત કરીએ તો તમને અધિકારીઓનો પૂરો સપોર્ટ મળશે, કામના વખાણ થશે અને તમારી પ્રગતિ, પગારવધારો થસે પરંતુ સાથે જ સ્થાનાંતરણ પણ થઈ શકે છે.

લોકોને વિશેષ સંમ્માન અને પ્રગતિ મળશે

માર્ચથી જૂન 2021 વચ્ચે તમારા કાર્યમાં બદલાવ આવવાની સંભાવના છે પરંતુ આ સકારાત્મક રહેશે. મંગળના પ્રભાવના કારણે સેના, પોલીસ, ડિફેંસ જેવા ક્ષેત્રોમાં નોકરી કરી રહેલા લોકોને વિશેષ સંમ્માન અને પ્રગતિ મળશે. જ્યારે વેપાર સાથે જોડાયેલા આ રાશિના લોકોને કૃષિ સંબંધી કાર્ય, ઓર્ગેનિક પ્રોડક્ટ, આયુર્વેદ વગેરેના કામમાં જબરદસ્ત સફળતાના યોગ છે. આ રાશિના મેડિકલ ફીલ્ડ સાથે જોડાયેલા જાતકોને જબરો લાભ થઈ શકે.

યુવાઓને જૉબની ચિંતા જરૂર રહેશે

જુલાઈથી સપ્ટેમ્બર સુધીના સમયમાં સતર્ક રહેવાની જરૂરત છે. કાર્યસ્થળ પર અચાનક કોઈ આરોપ-પ્રત્યારોપ તમારા પર લાગી શકે છે. તમારા કામને ઓછું આંકવામાં આવસે અને તેની અસર તમારા કરિયર પર પડશે. વિદ્યાર્થીઓએ આ દરમ્યાન અભ્યાસ પર પૂરું ફોકસ કરવું પડશે. યુવાઓની જોબની ચિંતા જરૂર રહેશે પરંતુ કોઈની મદદથી સારી જૉબ હાંસલ કરવાનું અથવા કોઈ નાનો-મોટો બિઝનેસ શરૂ કરવા તરફ આગળ વધશો. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, વિદેશી વેપાર, ફિલ્મ, ગ્લેમર ઈન્ડસ્ટ્રી વગેરે સાથે જોડાયેલા લોકો આ વર્ષે મોજમાં રહેશે.

અન્ય રાશિના કરિયર ભવિષ્યફળ વાંચવા માટે અહીં ક્લિક કરો

વર્ષનો ઉપાયઃ કર્ક રાશિના લોકો પોતાના કરિયરને નવી ઉંચાઈ આપવા અને આગળ વધવામાં આવી રહેલ સમસ્યાઓ દૂર કરવા માટે આખું વર્ષ ભગવાન શિવને પ્રત્યેક સોમવારે ગાયનું કાચું દૂધ અર્પિત કરે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X