Karva Chauth Vrat Niyam: જાણો કડવા ચોથ વ્રતના નિયમ અને પૂજા સામગ્રી
દરેક વ્રતની જેમ કડવા ચોથ વ્રતના પણ અમુક ખાસ નિયમ છે, જેનુ પાલન ઉપવાસ રાખતી મહિલાઓએ કરવા જરૂરી હોય છે.
નવી દિલ્લીઃ રવિવારે 24 ઓક્ટોબરે સૌભાગ્યવતી સ્ત્રીઓનો મુખ્ય તહેવાર કડવા ચોથ છે. પતિની સલામતી માટે રખાતો આ ઉપવાસ આજે ઘણો ગ્લોમરાઈઝ્ડ થઈ ગયો છે. જો કે ફેશન અને આધુનિકતાના આ સમયમાં પણ આ પર્વ આજે પણ ઘણો પારંપરિક અંદાજમાં જ મનાવવામાં આવે છે. આ દિવસે બધી સૌભાગ્યવથી મહિલાઓ સવારથી નિર્જળા વ્રત રાખે છે અને સાંજે ચાંદને અર્ધ્ય આપીને પતિના હાથે પાણી પીને પોતાનુ વ્રત તોડે છે. દરેક વ્રતની જેમ આ વ્રતના પણ અમુક ખાસ નિયમ હોય છે, જેનુ પાલન ઉપવાસ રાખતી મહિલાઓએ કરવા જરૂરી હોય છે.

જાણો વ્રતના નિયમ
- આ દિવસે મહિલાઓએ પ્રાતઃ કાળ નાહી ધોઈને સરગી કરવી જોઈએ.
- સરગીનુ સેવન સૂર્યોદય પહેલા 4થી 5 વાગ્યા વચ્ચે કરવુ જોઈએ.
- પછી ઉપવાસ કરતી મહિલાઓએ પોતાનુ વ્રત શરુ કરવુ જોઈએ.
- આ દિવસે મહિલાઓએ નિંદા, ઘરેલુ ઝઘડા અને ટીકાઓ કરવાથી દૂર રહેવુ જોઈએ.
- આ દિવસે કોઈને સફેદ સામાન જેવા કે દૂધ, દહીં, ચોખા અને સફેદ કપડા જેવી કોઈ વસ્તુઓ દાન ન કરવી જોઈએ કારણકે એવુ માનવામાં આવે છે કે આમ કરવાથી ચાંદને ગુસ્સો આવે છે અને આ દિવસે ચંદ્ર દેવતાને નારાજ કરવા સારુ નથી હોતુ.

આ દિવસે ના કરો આ કામ
- મહિલાઓએ 16 શ્રૃંગાર કરીને કડવા ચોથની પૂજા કરવી જોઈએ.
- મહિલાઓએ આ દિવસે કાળા કે સફેદ રંગના કપડા ન પહેરવા જોઈએ.
- કોશિશ કરો કે આ દિવસે વ્રત કરનારી મહિલાઓ લાલ-પીળા-ગુલાબી વસ્ત્ર ધારણ કરે.
- જ્યારે પણ કડવા ચોથની પૂજા સાંભળો ત્યારે હ્રદયમાં ચોથ માતાનુ ધ્યાન અને હાથમાં ચોખાના દાણા હોય છે.
- માટીના કડવામાં પૂરી-હલવો અને ઢાંકણ ઉપર કોઈ વસ્ત્ર રાખીને વ્રત કરનારી મહિલાઓ પોતાની જેઠાણી કે દેરાણી કે નણંદ કે બહેનને આપે.

શું છે પૂજા સામગ્રી?
- માટીના ઢાંકણાવાળુ કડવા
- મા ગૌરી, ચોથ માતા અને ગણેશજીની મૂર્તિ
- જળ ચડાવવા માટે લોટો
- ગંગાજળ
- ગાયનુ કાચુ દૂધ, દહી અને દેશી ઘી
- અગરબત્તી, રૂ અને એક દીવો
- અક્ષત, ફૂલ, ચંદન, રોલી, હળદર અને કુમકુમ
- ભોગ માટે મિઠાઈ, મધ, ખાંડ, પૂરી અને હલવો
- અત્તર, સાકર, પાન અને સોપારી
- પૂજા માટે પંચામૃત
- અર્ધ્ય માટે ચાળણી
- મહેંદી, ચાંદલો, સિંદૂર, બંગડી, કાસકો, વીંછીયા. ચૂંદડી વગેરે












Click it and Unblock the Notifications
