શું તમારા પર થયો કાળા જાદુ? આ સંકેતોથી જાણો
પૌરાણિક યુગમાં કામરું દેશનો ઉલ્લેખ જોવા મળે છે, તંત્ર-મંત્ર અને કાળા જાદુની ભૂમિ તરીકે ઓળખવામાં આવતો હતો. જે તંત્ર-મંત્ર અને કાળા જાદુની પ્રથા સદીઓથી ચાલી આવે છે. વધુ વખત તેનો સારો ઉપયોગ નહીં, દુરુપયોગની બાબત સામે આવી છે.
સામાન્ય રીતે કાળા જાદુ અથવા તંત્ર-ટોટકાનો ઉપયોગ તેમના દુશ્મન પર જીત મેળવવા માટે કરવામાં આવે છે. આ સાથે કોઈને કાબુમાં લેવા માટે તંત્ર-મંત્રનો સહારો પણ લેવામાં આવ્યો છે.

કાળો જાદુ કે, મેલી વિદ્યાનો ઉપયોગ કોઈના પર થયો છે કે, નહીં તે માટે કેટલાક સંકેતો પરથી જાણી શકાય છે. શકુન શાસ્ત્રમાં આ ચિહ્નોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
કોઈપણ વ્યક્તિ કે જેના પર જાદુ-ટોના કે કાળા જાદુ કરવામાં આવ્યો હોય, તે વ્યક્તિ પોતાના પર કાબૂ રાખી શકતી નથી. આવી વ્યક્તિ વિચિત્ર વર્તન કરવા લાગે છે.
જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણ વગર અચાનક બીમાર થવા લાગે તો સમજી લેવું કે કાળો જાદુ તે વ્યક્તિ પર અસર કરી શકે છે.
જો ઘરમાં લગાવેલો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે અથવા ઘરના આંગણામાં મૃત પક્ષી પડી જાય તો આ સંકેતો અશુભ માનવામાં આવે છે. આને કાળા જાદુની અસર પણ કહેવામાં આવે છે.
વ્યક્તિના સ્વભાવમાં અચાનક બદલાવ આવવા લાગે છે, અને જો તે દરેક કામમાં પોતાને સાચો કહેવા લાગે તો સમજવું કે, તે વ્યક્તિ પર કાળો જાદુ પ્રભાવિત થયો છે.
જો અચાનક તમને નોકરી કે ધંધો કરવાનું મન ન થાય અને તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જાય તો આ પણ કાળો જાદુ સૂચવે છે.
કાળા જાદુની અસરથી વ્યક્તિ એકલતા પસંદ કરવા લાગે છે. તેના નખનો રંગ કાળો થવા લાગે છે.
ઘણીવાર રાત્રે ભયાનક સપનાં આવવા એ પણ કાળા જાદુની નિશાની છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
