For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

February 2023 : ફેબ્રુઆરીમાં આવશે આ વ્રત અને તહેવાર, જાણો કેટલા દિવસ મળશે રજા

February 2023 : વર્ષ 2023 નો પહેલો મહિનો એટલે કે, જાન્યુઆરી તેના અંત તરફ છે. હવે ફેબ્રુઆરી મહિનો શરૂ થશે. આ સાથે જ 6 ફેબ્રુઆરીથી ફાગળ માસનો પ્રારંભ થશે. આપણે આ અહેવાલમાં ફાગણ માસમાં આવતા વ્રત અને તહેવાર વિશે જાણીશું.

|
Google Oneindia Gujarati News

February 2023 : ફાગણ માસ શક સંવતનો અંતિમ મહિનો છે, આ મહિનામાં મોજ-મસ્તી અને તહેવારનો મહિનો માનવામાં આવે છે. આ મહિનાનો પ્રારંભ 6 ફેબ્રુઆરી સોમવારના રોજ થશે, અને 7 માર્ચ મંગળવારના રોજ પૂર્ણિમા સાથે મહિનાનો અંત થશે. આમ તો મહિનામાં ઘણા મોટા તહેવારો આવે છે, જેમાં મહાશિવરાત્રી અને હોળી-ધૂળેટી મહત્વના છે.

February 2023

શિવરાત્રીનો તહેવાર દર મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રીનો તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે. મહાશિવરાત્રિનું મહત્વ એટલા માટે પણ વધારે છે, કારણ કે તે શિવ અને શક્તિના મિલનની રાત્રિ છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ પ્રકૃતિ અને માણસના જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે શિવના ભક્તો આખી રાત જાગતા રહે છે અને તેમના દેવતાની પૂજા કરે છે, ભજન અને મંત્રોચ્ચાર કરે છે.

આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. સત્ય તો એ છે કે, આ તહેવાર પૂરો થતાંની સાથે જ આનંદ અને ઉત્સાહના પ્રતીક એવા હોળી-ધૂળેટીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. હોળીનો તહેવાર પરસ્પર દુશ્મનાવટ ભૂલીને સમાજમાં સમરસતા સ્થાપિત કરવાનું પ્રતિક છે. હોલિકા દહન 6 માર્ચ સોમવારના રોજ ઉજવવામાં આવશે અને 7 માર્ચ મંગળવારના રોજ પૂર્ણિમાના દિવસે રંગોની હોળી ઉજવવામાં આવશે.

14 ફેબ્રુઆરી, મંગળવારના રોજ જાનકી જયંતિ ઉજવવામાં આવશે, એવું માનવામાં આવે છે કે, આ દિવસે માતા સીતાનો જન્મ રાજા જનક અને રાણી સુનયનાથી થયો હતો. રાજા જનકની પુત્રી હોવાને કારણે તેને જાનકી પણ કહેવામાં આવતી હતી. જોકે, આ મહિનામાં વિજ્યા એકાદશી, સોમવતી અમાવસ્યા, અવિઘ્નાકર વ્રત, સીતા અષ્ટમી અને અમલા એકાદશીના તહેવારો આવે છે.

ફેબ્રુઆરીમાં આવતા વ્રત અને તહેવાર

  • 6 ફેબ્રુઆરી, સોમવાર - ફાગળ મહિનાના કૃષ્ણ પક્ષની શરૂઆત
  • 9 ફેબ્રુઆરી, ગુરુવાર - ગણેશ ચતુર્થી
  • 14 ફેબ્રુઆરી, મંગળવાર - જાનકી જયંતિ
  • 16 ફેબ્રુઆરી, ગુરુવાર - વિજ્યા એકાદશી
  • 18 ફેબ્રુઆરી, શનિવાર - મહાશિવરાત્રી વ્રત
  • 20 ફેબ્રુઆરી, સોમવાર - સ્નાન, દાન, શ્રાદ્ધ વગેરેની સોમવતી અમાવસ્યા
  • 23 ફેબ્રુઆરી, ગુરુવાર - વૈનાયકી ગણેશ ચતુર્થી, અવિઘ્નાકર વ્રત
  • 27 ફેબ્રુઆરી, સોમવાર - હોલાષ્ટક શરૂ થાય છે, સીતા અષ્ટમી
  • 3 માર્ચ, શુક્રવાર - અમલકી એકાદશી, રંગભરી એકાદશી
  • 4 માર્ચ, શનિવાર - શનિ પ્રદોષ વ્રત, ગોવિંદ દ્વાદશી
  • 6 માર્ચ, સોમવાર - હોલિકા દહન
  • 7 માર્ચ, મંગળવાર - પૂર્ણિમા, ધૂળેટી
English summary
know fast and festival will come in February 2023, know how many days will holiday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X