જાણો શું છે ચર, સ્થિર અને દ્વિસ્વભાવ રાશિઓ, તેમને કેવુ ફળ મળે?
રાશિચક્રના આ ત્રણ સ્વભાવના કારણે તેમાં જન્મેલા વ્યક્તિનુ ભાગ્ય અને સ્વભાવ પણ તેને અનુરૂપ હોય છે. આવો જાણીએ ત્રણેય પ્રકારની રાશિમાં જન્મેલા લોકો વિશે...
નવી દિલ્લીઃ વ્યક્તિના જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં ભ્રમણ કરી રહ્યો તે જ જાતકની રાશિ હોય છે. રાશિચક્રના ત્રણ પ્રકાર છે - ચલ, સ્થિર અને દ્વિ સ્વભાવ. પ્રથમથી બારમી રાશિ અનુક્રમે ચલ, સ્થિર અને દ્વિસ્વભાવ રાશિઓ હોય છે. આમાં મેષ, કર્ક, તુલા અને મકર રાશિ ચર રાશિઓ છે. વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ સ્થિર રાશિઓ છે. મિથુન, કન્યા, ધન અને મીન દ્વિસ્વભાવની રાશિઓ છે. રાશિચક્રના આ ત્રણ સ્વભાવના કારણે તેમાં જન્મેલા વ્યક્તિનુ ભાગ્ય અને સ્વભાવ પણ તેને અનુરૂપ હોય છે. આવો જાણીએ ત્રણેય પ્રકારની રાશિમાં જન્મેલા લોકો વિશે...

ચર રાશિઓ - મેષ, કર્ક, તુલા અને મકર રાશિમાં જન્મેલા લોકોને ગમે તે મળે, તે કાયમી નથી હોતુ. તેમને ક્ષણિક ઐશ્વર્ય મળે છે, જો કોઈની સાથે મિત્રતા હોય તો તે પણ ક્ષણિક હોય છે. તેઓ ચંચળ પ્રકારના હોય છે. તેઓ ભ્રમણશીલ હોય છે અને હંમેશા તેમના વચનથી, તેમણે જે કહ્યુ હોય તેનાથી વિમુખ રહે છે.
સ્થિર રાશિઓ - વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિમાં જન્મેલા લોકોનુ ભાગ્ય અને સ્વભાવ ચર રાશિના લોકોથી એકદમ વિપરીત હોય છે. એટલે કે તેમની પાસે સ્થાવર મિલકત હોય છે, તેમની મિત્રતા પણ કાયમી રહે છે. સ્વભાવ સ્થિર હોય છે અને તેઓ હંમેશા પોતાના નિયમો પર ચાલે છે. તેઓ ક્ષમાશીલ હોય છે અને દીર્ઘસૂત્રી કાર્યોને લઈને ચાલે છે.
દ્વિસ્વભાવ રાશિઓ - મિથુન, કન્યા, ધન અને મીન રાશિમાં જન્મેલા લોકો ઉદાર અને ઉત્સાહી પ્રકારના હોય છે. આમાં પણ જો મિથુન-કન્યા જેવી દ્વિપદી રાશિમાં જન્મેલા હોય તો તે વ્યક્તિ ગ્રામીણ જીવન જીવવાનુ પસંદ કરે છે. જો ચતુષ્પદ રાશિ એટલે કે ધન રાશિમાં ચંદ્ર હોય તો વ્યક્તિ વન્ય જીવન જીવે છે. જલસ્તરસ્થ રાશિ એટલે કે જો મીન રાશિનો ચંદ્રમા હોય તો વ્યક્તિ પાણી પ્રેમી હોય છે.












Click it and Unblock the Notifications
