September 2023 Festivals List : જાણો ક્યારે જન્માષ્ટમી? જાણો લો સપ્ટેમ્બર મહિનાના તહેવાર અને વ્રત

September 2023 Festivals List : સપ્ટેમ્બરનો મહિનો તહેવારો અને વ્રત સાથે આવી રહ્યો છે. આ મહિનામાં શ્રાવણ માસ હોવાને કારણે સૌથી વધુ તહેવાર હશે. જેમાં જન્માષ્ટમી સૌથી મોટો તહેવાર છે. આ સાથે ગણેશ ચોથ, નાગ પાંચમ અને રાંધણ છઠ પણ આ જ મહિનામાં ઉજવવામાં આવશે.

આ અહેવાલમાં આપણે જાણીશું કે, સપ્ટેમ્બર મહિનામાં કયા કયા ઉપવાસ અને તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોની તારીખ જાણીને તમે આખા મહિના માટે પ્લાન કરી શકો છો.

September 2023 Festivals List

સપ્ટેમ્બર તહેવારોની યાદી

  • કજરી તીજ - 2 સપ્ટેમ્બર
  • નાગ પાંચમ - 4 સપ્ટેમ્બર
  • રાંધણ છઠ અને શિતળા સાતમ - 5 સપ્ટેમ્બર
  • જન્માષ્ટમી - 6 સપ્ટેમ્બર
  • જશ જીવંતિકા પૂજન - 8 સપ્ટેમ્બર
  • દર્શ અમાસ - 14 સપ્ટેમ્બર
  • હરતાલીકા તૃતીયા - 18 સપ્ટેમ્બર
  • ગણેશ ચતુર્થી - 19 સપ્ટેમ્બર
  • સૂર્ય ષષ્ઠી વ્રત - 21 સપ્ટેમ્બર
  • રાધા અષ્ટમી - 23 સપ્ટેમ્બર
  • અનંત ચતુર્દશી / ગણેશ વિસર્જન - 28 સપ્ટેમ્બર
  • પિતૃપક્ષ શ્રાદ્ધની શરૂઆત - 29 સપ્ટેમ્બર

કજરી તીજ (2 સપ્ટેમ્બર) - કજરી તીજ હિંદુ મહિના શ્રાવણના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે. આમાં પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ ઉપવાસ કરે છે. આ વ્રત અપરિણીત છોકરીઓ પણ યોગ્ય વરની ઈચ્છાથી રાખે છે. આ વખતે આ તહેવાર 2 સપ્ટેમ્બરના રોજ છે.

કૃષ્ણ જન્માષ્ટમી (6 સપ્ટેમ્બર) - કૃષ્ણ જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમીનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ વખતે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી 6 સપ્ટેમ્બરના રોજ છે, લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને ઉજવણી કરે છે અને મધ્યરાત્રિ 12 વાગ્યે શ્રી કૃષ્ણના જન્મ પછી જ ઉપવાસ તોડે છે.

હરતાલિકા તીજ (18 સપ્ટેમ્બર) - આ વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ હરતાલિકા તીજ ઉજવવામાં આવશે. આમાં પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નિર્જલ ઉપવાસ રાખે છે. આ વ્રત અપરિણીત છોકરીઓ પણ યોગ્ય વરની ઈચ્છાથી રાખે છે.

ગણેશ ચતુર્થી (19 સપ્ટેમ્બર) - ગણેશ ચતુર્થીથી શરૂ થતા ગણેશોત્સવની લોકો આખું વર્ષ રાહ જુએ છે. આ વખતે ભગવાન ગણેશનો જન્મ દિવસ એટલે કે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બરના રોજ છે.

અનંત ચતુર્દશી / ગણેશ વિસર્જન (28 સપ્ટેમ્બર) - અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, આ વખતે આ તહેવાર 28 સપ્ટેમ્બરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X