બાથરૂમમાં સ્નાન કરતી વખતે જ કેમ આવે છે હાર્ટ એટેક, જાણો કારણ
કેટલીકવાર એવા કિસ્સા સાંભળવા મળે છે કે જેમાં બાથરૂમમાં કાર્ડિઆક એરેસ્ટ કે હાર્ટ એટેક આવવાથી વ્યક્તિનું મૃત્યુ થાય.
કેટલીકવાર એવા કિસ્સા સાંભળવા મળે છે કે જેમાં બાથરૂમમાં કાર્ડિઆક એરેસ્ટ કે હાર્ટ એટેક આવવાથી વ્યક્તિનું મૃત્યુ થાય. પરંતુ શું તમે જાણો છો કે બાથરૂમમાં હ્રદય સંબંધી સમસ્યા અચાનક થવાનું કારણ શું છે ? ચાલો જાણીએ કે સ્નાન કરવા દરમિયાન જ કેમ હાર્ટ એટેક આવે છે.

માથા પર ઠંડુ પાણી
ડૉક્ટર્સના કહેવા પ્રમાણે સ્નાન કરવા દરમિયાન હ્રદયના દર્દીઓએ સતર્ક રહેવું જોઈએ. સ્નાન કરવા દરમિયાન પાણી સીધું માથા પર નાખતા પહેલા તળિયાને પાણીમાં નાખો અને પછી ધીરે ધીરે શાવરમાં માથાને પાણી નીચે લઈ જાવ. કારણ કે જો ઠંડુ પાણી સીધું માથા પર પડે તો બ્લડ સપ્લાય પર સીધી અસર પડે છે. કેટલાક કિસ્સામાં બ્લડ સપ્લાય એટલો ખરાબ થઈ જાય છે કે દિલ ધડકવામાં મુશ્કેલી પડે છે અને જે જીવલેણ સાબિત થાય છે.

ટૉઈલેટ પ્રેશર
ટૉઈલેટ પ્રેશરથી પણ તમને હાર્ટ એટેક આવી શકે છે. ટૉઈલેટ સીટ પર બેસવાથી કે ઈન્ડિયન સ્ટાઈલ ટોઈલેટનો ઉપયોગ કરવાથી અથવા વધુ જોર કરવાથી કે વધુ સમય બેસી રહેવાથી બ્લડ સર્ક્યુલેશનને અસર પહોંચે છે. તેનાથી હ્રદયની ધમણી પર દબાણ વધે છે, જેને કારણે હાર્ટ એટેક કે કાર્ડિઆક એરેસ્ટ આવી શકે છે.

બ્લડ પ્રેશર
સ્નાન કરવા દરમિયાન શરીરમાં બ્લડ પ્રેશરને અસર પહોંચે છે. અચાનક ઠંડા પાણી નીચે જવું, બૉડી સાફ કરવામાં વધુ પ્રેશર કરવું, બંને પગના ટેકે વધુ સમય બેસવું, ફટાફટ નાહવું, બાથટબમાં વધુ સમય રહેવાથી પણ બ્લડ પ્રેશરને અસર પહોંચે છે. આવું થવાથી બ્લડ ફ્લોને અસર થાય છે અને ધમણી પર પ્રેશર વધે છે, જેના કારણે હાર્ટ એટેક કે કાર્ડિઆક એરેસ્ટ આવી શકે છે.












Click it and Unblock the Notifications
