શા માટે શ્રાદ્ધ દરમિયાન ખરીદી અને શુભ કામો છે વર્જિત?

Written By: Desk
Subscribe to Oneindia News

શ્રાદ્ધના શરૂ થતા જ હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ઘર માં શુભ કામ કરવાના બંધ કરી દેવામાં આવે છે. એવું મનાય છે કે આ અશુભ સમય હોય છે અને આ દરમિયાન આપણા પૂર્વજો ફરીથી ધરતી પર આવે છે. આપણે આપણા ઘરમાં તેમની માટે શું કરીએ છીએ તે જોવા આવે છે. એકવાર જો તેઓ ખુશ થઈ જાય તો તેમની કૃપા દ્રષ્ટિ ઘર પર રહે છે અને તેમના આશિર્વાદથી તમે જીવનમાં આગળને આગળ સફળતા મેળવતા જાવ છો.

અશુભ સમય

અશુભ સમય

શ્રાદ્ધનો સમય અશુભ મનાય છે. આ દરમિયાન ઘરમાં કોઈ ખુશી મનાવામાં આવતી નથી અને ન કોઈ ઉત્સવ મનાવામાં આવે છે. એટલું જ નહિં તમે ઘરમાં કોઈ નવા કપડા પણ ખરીદી લાવી નથી શકતા.

તમારી આસપાસ પિતૃઓની આત્મા રહે છે

તમારી આસપાસ પિતૃઓની આત્મા રહે છે

આ દરમિયાન એવું કહેવાય છે કે આપણા પૂર્વજોની આત્મા દરેક સમયે આપણાથી જોડાયેલી રહે છે. પરિણામે તેમની આત્માની શાંતિ અને તેમના આશિર્વાદ માટે આપણે પૂરા વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ.

પિતૃઓ માટે કાઢો સમય

પિતૃઓ માટે કાઢો સમય

શ્રાદ્ધ દરમિયાન તમે પોતાની જાતને થોડા બદલો. તમે તમારી દિનચર્યાની કેટલીક આદતો છોડો અને પોતાના શોખને નિયંત્રિત કરો. વધુમાં વધુ આ સમયે પોતાના પિતૃઓ સાથે જોડાયેલા રહો, તેમની માટે પ્રાર્થના કરો, તેમને યાદ કરો.

પોતાની ભૂલ માટે માફી માંગવી

પોતાની ભૂલ માટે માફી માંગવી

આ સમય દરમિયાન લોકો પોતાની ભૂલ માટે પિતૃઓની માફી માંગે છે અને તેમની યાદમાં પૂજા-પાઠ કરે છે. શ્રાદ્ધ ક્રિયા કરી પિતૃઓનું ઋણ ઉતારવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં કહેવાય છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ તમારી દરેક મનોકામનાની તૃપ્તિ કરે છે.

શા માટે કરાય છે તર્પણ

શા માટે કરાય છે તર્પણ

એવું મનાવામા આવે છે કે, આ 14 દિવસના સમયગાળા દરમિયાન પિતૃગણ ધરતી પર આવે છે. પિતૃલોકમાં આ સમયે પાણીની અછત થઈ જતી હોય છે, પરિણામે તેમના વંશજોથી તર્પણ કરાવવા તેઓ ધરતી પર આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન પિતા દ્વારા લીધેલુ દેવું ઉતારી દેવું જોઈએ. પિતૃના દેવાને કારણે પણ આ દિવસોમાં શુભ કામ કરવામાં આવતા નથી.

English summary
During this time it is believed that the soul of our ancestors is connected to us all the time. Therefore, for the peace and blessings of his soul, we worship him by whole law.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.