• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાશિ પ્રમાણે જાણો તમારા સૌથી મોટા ડર વિશે

By Lekhaka
|

શું તમે જાણો છો કે રાશિ પ્રમાણે પણ વ્યકિતની અસુરક્ષા કે ડર વિશે જાણી શકાય છે. આ આર્ટિકલમાં અમે તમને આ વિશે જણાવિશું કે જ્યોતિષ અનુસાર જુદી જુદી રાશિના લોકો કઈ વાતને લઈ અસુરક્ષા અનુભવે છે. આ વિશે જાણવાથી લાભ એ થશે કે તમે જાણી શકશો કે તમે કઈ વાતથી અસલામતી અનુભવો છો અને તે ડરને દૂર કરવાનો પ્રયત્ન કરી શકશો. દરેક રાશિને જુદી જુદી વાતોનો ડર હોય છે, આ ડર કોઈનામાં વધારે હોય છે તો કોઈનામાં ઓછો. તો આવો જાણીએ કઈ રાશિને કઈ વાતનો ડર સતાવે છે.

મેષ

મેષ

મેષ રાશિના લોકોને હાર કે નિષ્ફળતા સહન થતી નથી. તેમની માટે હારનો સામનો કરવો અઘરો છે. આ લોકો હાર થતા ખૂબ હેરાન થઈ જાય છે અને હંમેશા તેના જ વિશે વિચારવા લાગે છે. જે તેમની માટે સારુ નથી. આ રાશિના જાતકોએ હંમેશા યાદ રાખવું કે હાર્યા બાદ તેને લઈ હેરાન થવા કરતા ફરી તેને જીતવાના પ્રયત્નો કરવા જોઈએ.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિના જાતકો નિસ્વાર્થભાવે બીજા માટે ઘણું બધુ કરી દેતા હોય છે. બીજા માટે કરવામાં તેઓ પોતાની જાતને ખોઈ દે છે. જેથી હંમેશા યાદ રાખો કે પહેલા પોતાના વિશે વિચારો ત્યાર બાદ બીજા વિશે.

મિથુન

મિથુન

મિથુન રાશિના લોકો ભાગ્યશાળી હોય છે પણ કેટલીક પરિસ્થિતિમાં વસ્તુઓ ખોટી લાગતી હોય છે કારણ કે તેને લઈ તેમના મનમાં અસુરક્ષા હોય છે. જેથી દરેક પળે તમણે આશાવાદી રહેવું અને હંમેશા યાદ રાખવું કે જે પણ થશે તે સારુ થશે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકો અતિસંવેદનશીલ રહેવાને કારણે અસુરક્ષા અનુભવતા હોય છે. જ્યારે તેમની લાગણીઓ પર તેમનો કાબુ રહેતો નથી ત્યારે તેઓ જાતને સંભાળી શકતા નથી. સાથે બીજી તરફ તેમની પાસે કોઈ વસ્તુ ન હોય તો તેને લઈ તેઓ હેરાન થતા નથી.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકોને જીવનમાં આશ્વાસનની જરૂર હોય છે. જેથી જ્યારે તેમના પ્રિયજનો તેમને પોતાના પ્રેમને લઈ આશ્વાસન આપતા નથી ત્યારે તેઓ અસુરક્ષા અનુભવવા લાગે છે. આ રાશિના જાતકોએ બીજા તરફથી મળતા પ્રેમ અને પ્રશંસાને લઈ ડરવાની જરૂર નથી.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકો આદર્શવાદી કે પૂર્ણતાવાદી તરીકે ઓળખાય છે, જેથી જ્યારે અવ્યવસ્થા સર્જાય કે વસ્તુઓ તેની જગ્યાએ ન હોય ત્યારે તેઓ અસુરક્ષા અનુભવવા લાગે છે. તેઓ કોઈ પણ પ્રકારની અરાજકતા અને ગડબડથી ડરે છે. સામાજીક પરિસ્થિતિમાં કોઈ અવ્યવસ્થા કે ગડબડ આવતા તેઓ હેરાન થઈ જાય છે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકોને કોઈ ઈગ્નોર કે અનદેખી કરે છે તો તેઓ અસુરક્ષા અનુભવવા લાગે છે. આ રાશિના લોકો એવા લોકોને પસંદ કરે છે જે તેમની નજીક હોય કે તેમનું ધ્યાન રાખતા હોય. પણ જો આવું ન થાય તો તેઓ અસુરક્ષા અનુભવવા લાગે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના લોકો પોતાની આસપાસ થનારી વસ્તુ સાથે પોતાને અપડેટ રાખવું પસંદ કરે છે. જેથી આસપાસની ખરાબ ઘટનાઓ તેમને હેરાન કરે છે. અપરિચિત કે અજાણી વ્યકિતથી આ રાશિના લોકો અસુરક્ષા અનુભવે છે અને રક્ષાત્મક પગલાં વિશે વિચારવા લાગે છે.

ધન

ધન

આ રાશિના લોકો ત્યારે અસુરક્ષા અનુભવે છે જ્યારે તેમની પાસે કોઈ મદદ માટે આવે છે. ધન રાશિના લોકોનું માનવું છે કે તેઓ દરેક સમસ્યાનું સમાધાન જાતે જ કરી લે છે. જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ મળતો નથી અને તેમની મદદ માટે કોઈ બીજી વ્યકિત આગળ આવે છે ત્યારે તેઓ અસુરક્ષા અનુભવે છે.

મકર

મકર

મકર રાશિના લોકો જીવનમાં અજીબ અને અજ્ઞાત સ્થિતિઓ માટે તૈયાર રહે છે, જેથી એવું કંઈ જ નથી જે તમને આશ્ચર્યચકિત કરતુ હોય. હા, પણ તેના પર નિયંત્રણ ગુમાવવા અને બીજાની સામે પોતાને મુર્ખ બનવાનો વિચાર જ તેમને ડરાવી મુકે છે.

કુંભ

કુંભ

આ રાશિના લોકોને એવું કરવા પર મજબૂત કરવામાં આવે કે જે તેઓ કરવા ન ઈચ્છતા હોય ત્યારે તેઓ ડરી જાય છે. આ રાશિના લોકો નકલી વ્યકિતત્વ જીવી શકતા નથી, સાથે જ પોતાને સ્થિતિ પ્રમાણે બદલી શકતા નથી. જેથી આવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે તેઓ અસુરક્ષિત થઈ જાય છે.

મીન

મીન

મીન રાશિના જાતકો ટીકાને સહન કરી શકતા નથી. તેઓ બીજાની નજરમાં સારા રહેવા અને પ્રશંસા મેળવવા પ્રેમ કરે છે. જ્યારે આ મુજબ થતુ નથી અને કોઈ તેમની આલોચના કરી દેતા તેઓ જાતને સંભાળી શકતા નથી.

English summary
Details about the insecurities that each zodiac sign has according to astrology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more