ધન હાનિ થવાના કુબેર આપે છે આ ઇશારા, જાણો બચવાના ઉપાયો
દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે, તે અમિર બને અને ધન-સમૃદ્ધિ મેળવે. તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી ન રહે. સુખ-સુવિધાની ઇચ્છામાં દરેક વ્યક્તિ દિવસ-રાત મહેનત કરતો રહે છે. મહેનતનું ફળ ન મળવાના કારણે વ્યક્તિ જ્યોતિષ શાસ્ત્રનો સહારો લે છે.
એવું કહેવાય છે કે, જો તમે ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરો છો, તો જીવનમાં પૈસાની કમી નથી રહેતી, જ્યારે જો તે તમારાથી ગુસ્સે થાય છે તો સમગ્ર જીવન પૈસાની અછત રહે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે કુબેર દેવ તમારાથી નારાજ છે. આ અહેવાલમાં જાણીશું કે, કુબેર દેવ નારાજ હોય, ત્યારે કેવા પ્રકારના સંકેતો જોવા મળે છે.
કરોળીયાના જાળા - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના મુખ્ય દરવાજા પર કરોળિયાના જાળા દેખાય છે, તો તે વ્યક્તિ પર કુબેર દેવ નારાજ હોવાનો સંકેત છે.
દીવો ઓલવાઇ જવો - ઘણી વખત એવું બને છે કે, પૂજા દરમિયાન દીવો અચાનક બુઝાઈ જાય છે, આ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે, દીવો ઓલવવો એ દેવી-દેવતાઓના ક્રોધની નિશાની છે.
પૈસાની ખોટ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને અચાનક આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે અથવા તેને અચાનક લોન લેવી પડે છે, તો તેનો અર્થ એ છે કે કુબેર દેવ તેના પર નારાજ છે.
કાચ તોડવો - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાચ તૂટવો અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં અચાનક કાચ તૂટવા લાગે, તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત છે. જેના કારણે આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
બિલાડી રડતી જોવી - જો રાત્રે કોઈ વ્યક્તિના ઘરની સામે બિલાડી રડે તો તેને અશુભ માનવામાં આવે છે. આ કોઈ ખરાબ સમાચાર મળવાનો સંકેત છે.
જો તમને પણ આવા કેટલાક સંકેતો મળી રહ્યા છે, તો તમે આ મંત્ર સર્વદુઃખરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે 21 વાર જાપ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
