આજે લાભ પાંચમ, જાણો શુભ મૂહૂર્ત અને પૂજાની રીત

Posted By:
Subscribe to Oneindia News

લાભ પાંચમ સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખાય છે. સૌભાગ્ય એટલે સારુ નસીબ અને લાભ અપાવનારો દિવસ. પરિણામે આ દિવસ લાભ અને ગુડલક સાથે જોડાયેલો છે. ગુજરાતમાં દિવાળી પછી નવા વર્ષનો પહેલો કામનો દિવસ એટલે લાભ પાંચમ. વેપારીઓ આ દિવસે પોતાના વેપારમાં પુજા પાઠ કરી પોતાની ખાતાવહી ચોપડાના પહેલા પાને કંકુ ચાંદલો અને સાથિયો કરી નવા એકાઉન્ટની શરુઆત કરે છે.

labh pacham

દિવાળીની રજાઓ પુરી થઈ ગઈ. આજે લાભ પાંચમ લોકો પોતાના કામોમાં ફરી ચઢી ગયા છે. વેપાર, શેર માર્કેટ, બજારો આજથી ફરી શરુ થઈ ગયા છે. લાભ પાંચમના શુભ દિવસે ગણેશ, લક્ષ્મી અને સરસ્વતીનુ પુજન કરી વેપારીઓ પોતાના ધંધાની શરુઆત કરે છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કર્યા બાદ લોકો પોતાની દુકાનો બંધ કરી પાંચ દિવસની રજાઓ માણે છે. પ્રવાસન સ્થળે ફરવા જાય છે.

family

દિવાળીના સમયે જ તેમને રજાની તકો મળે છે. દિવાળી અગાઉ વેપાર, દુકાનો અને ધંધાઓમાં લોકોની ભીડ ધમધમે છે. ત્યાર બાદ લોકો તહેવાર પુરા કરી વેકેશન મનાવવાના મુડમાં હોય છે. આ રજાઓ લાભ પાંચમે પૂરી થતા આ દિવસથી લોકો પોતાના વેપારની શુભ મુહૂર્ત કરી નવા વર્ષથી ધંધાની શરુઆત કરે છે.

laxmi

વેપાર શરુ કરતા પહેલા મંત્ર જાપ

શાસ્ત્રો પ્રમાણે આ દિવસે શુભ સમય જોઈ પોતાના ધંધાની શરુઆત કરવી જોઈએ. ગણેશજી, લક્ષ્મી અને પોતાના ઈષ્ટ દેવને તિલક
લગાવી, ફુલ-હાર કરી તેમની પ્રાર્થના કરવી કે, તમારો વેપાર નવા વર્ષે ખુબ ફુલે ફાલે. ભગવાનનુ નામ લઈ નારિયેળ વધેરવુ જોઈએ. પૂજા કર્યા બાદ 'ઓમ મહાલક્ષ્મયૈ નમ:' અને 'ઓમ કુબેરાય નમ:' મંત્રનો 11 વખત જાપ કરવો.

pooja

લાભ પાંચમ શુભ મુહૂર્ત

આ વખતે લાભ પાંચમ તારીખ 5-11-16ના શનિવારને રોજ આવે છે.
પાંચમ તિથિ શરુઆત-4 નવેમ્બરને સાંજે 08:51 વાગ્યાથી શરૂ
પાંચમ તિથિ પૂર્ણાહુતિ-5 નવેમ્બને 10:47 મિનિટ સુધી
પાંચમ પુજા શુભ મુહૂર્ત-06:50 થી 10:32 સુધી

English summary
Read more about Labh Pancham Muhurat timing and pooja details
Please Wait while comments are loading...