ચીની જ્યોતિષ: જન્મતારીખ મુજબ તમારી ખાસયતો જાણો

ભારતીય જ્યોતિષની જેમ જ ચીની જ્યોતિષ પણ તારીખો અને ગ્રહોના આધાર પણ વ્યક્તિના ભવિષ્ય વિષે અને તેના વ્યક્તિત્વ વિષે ખૂબ જ સ્પષ્ટ અને સટીક જાણકારી આપવામાં સક્ષમ છે. માટે જ આજે અમે તમારી માટે ચીની જ્યોતિષ મુજબ તમારામાં કેવા વ્યક્તિગત ગુણો છે તે વિષે તમને માહિતી આપીશું.

ચીની જ્યોતિષમાં મનુષ્યને પ્રાણી સાથે જોડવામાં આવે છે. અને જે તે પ્રાણીની સારી ખરાબ વિશેષતાઓના આધારે તેના વ્યક્તિત્વને જાણવામાં આવે છે. તો તમારી જન્મ તારીખ મુજબ ચીની જ્યોતિષ પ્રમાણે તમારી શું વિશેષતાઓ છે તે અહીં જાણો

જન્મતારીખ

જન્મતારીખ

જો તમારી જન્મતારીખ નીચે મુજબ હોય તો તમે ડોગ યરમાં આવો છો
જાન્યુઆરી- 01 થી 09 તારીખ
એપ્રિલ- 01 થી 03 તારીખ
જુલાઇ- 10 થી 15 તારીખ
સપ્ટેમ્બર- 28થી 30 તારીખ
ડિસેમ્બર- 01 થી 16 તારીખ

ડોગ યર

ડોગ યર

તમે ખૂબ જ વિશ્વાસપાત્ર વ્યક્તિ છો, વળી તમે કોઇની પર પણ આંખ બંધ કરી વિશ્વાસ કરી લો છો. તમે પ્રેમાણ, ઇમાનદાર, સિંપલ, ધૈર્યવાન અને માટી સાથે જોડાયેલા વ્યક્તિ છો. તમારી પાસે જીવનની તમામ ખુશીઓ છે. લોકોને પણ તમારો સાથ ગમે છે. તમારી ડ્રેસિંગ સ્ટાઇલ સરસ છે. જરૂરી નથી કે તમારી પાસે મોંધા કપડા હોય પણ તમે જે પણ પહેરો છો લોકોને તમે તેમાં સારા લાગો છો. તમારો બહુ મિત્રો નથી પણ હા તમે અનેક લોકોના મિત્રો છો.

જન્મતારીખ

જન્મતારીખ

જો તમારી જન્મતારીખ નીચે મુજબ હોય તો તમે રેટ યરમાં આવો છો.
જાન્યુઆરી- 10 થી 14 તારીખ
માર્ચ - 16 થી 23 તારીખ
એપ્રિલ - 15 થી 26 તારીખ
જુલાઇ - 01 થી 09 તારીખ
ઓગસ્ટ - 16 થી 25 તારીખ

રેટ યર

રેટ યર

તમે મસ્તીખોર અને ક્યૂટ છો. તમને એક્ટિવ રહેવું ગમે છે. તમે ખાવાનો શોખીન છો. તમારી આંખો ખૂબ જ સુંદર હોય છે. મોટે ભાગે લોકો તમારી આંખમાં ફસાઇ જાય છે. તમે મનના સારા હોવ છો પણ તમારી કોઇનાથી જલ્દી નિકટતા નથી થતી. કંપનીમાં લોકો તમને પસંદ કરે છે. મોટા ભાગે આવા લોકો એડમિન પોસ્ટ પર હોય છે. વળી તમને ભાગ્ય અને ઉપરવાળાનો સાથ હંમેશા મળે છે.

જન્મતારીખ

જન્મતારીખ

જો તમારી જન્મતારીખ નીચે મુજબ હોય તો તમે લાયન યરમાં આવો છો.
જાન્યુઆરી- 25 થી 31 તારીખ
માર્ચ - 13 થી 15 તારીખ
મે - 22 થી 31 તારીખ
જૂન - 15 થી 20 તારીખ
નવેમ્બર - 01 થી 16 તારીખ

સિંહ

સિંહ

તમારી અંદર લીડરશીપ ક્વોલિટી છે. તમે જ્યાં જાવ છો ત્યાં પોતાનું એક સામ્રાજ્ય સ્થાપો છો. તમે એક પ્રભાવી વ્યક્તિ છો. તમને શાંતિ ગમે છે.
લડાઇ-ઝગડાથી તમે દૂર રહો છો. ફેમિલ પર્સન છો. તમને લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવું પસંદ નથી. તમને લોકો સામે કેમ વર્તવું તે આવડે છે. લોકો તમારા કાયલ હોય છે. તમે ઇમોશનલ વ્યક્તિ છો પણ તમારી ભાવનાઓ યોગ્ય રીતે બીજા સામે વ્યક્ત નથી કરી શકતા.

જન્મતારીખ

જન્મતારીખ

જો તમારી જન્મતારીખ નીચે મુજબ હોય તો તમે કેટ યરમાં આવો છો.
ફેબ્રુઆરી- 01 થી 05 તારીખ
માર્ચ - 24 થી 31 તારીખ
જૂન- 25 થી 30 તારીખ
જુલાઇ - 27 થી 31 તારીખ
સપ્ટેમ્બર - 15 થી 27 તારીખ
નવેમ્બર - 17 થી 30 તારીખ

કેટ યર

કેટ યર

તમે ચાલાક, પ્રેમાળ અને શરમાણ છો. તમે સ્ફૂર્તિલા અને શાંતિપ્રિય છો. પણ જો તમને કોઇ હેરાન કરે તો તમે તેને છોડતા નથી. તમારા માટે ઇમોશન સૌથી વધુ મહત્વ ધરાવે છે. ફેશન વર્લ્ડથી તમે જોડાયેલા છો. પહેરવું, ઓઢવું, તૈયાર થવું તમને ગમે છે. અને તમારી તેમાં ફાવટ પણ છે. તમે લોકોની કેર કરો છો અને લોક પણ તમારી કેર કરે તેવું તમે ઇચ્છો પણ છો.

જન્મતારીખ

જન્મતારીખ

જો તમારી જન્મતારીખ નીચે મુજબ હોય તો તમે ટર્ટલ યરમાં આવો છો.
ફેબ્રુઆરી - 15 થી 21 તારીખ
એપ્રિલ - 27 થી 30 તારીખ
જૂન - 04 થી 14 તારીખ
ઓગસ્ટ - 26 થી 31 તારીખ
ઓક્ટોબર- 16 થી 27 તારીખ

કાચબો

કાચબો

તમે એક સારા હદય વાળા વ્યક્તિ છો. તમારી વાતો અને વ્યવહારના કારણે તમે હંમેશા લોકોની ચર્ચામાં રહો છો. લોકો તમારાથી પ્રભાવિત રહે છે. તમે પ્રેમાય અને શાંતિપ્રિય છો અને તમને ખોટું થતું નથી દેખી શકતા. તમે લોકો સામે સ્ટ્રીક રહો છો. આપવામાં માનો છો લેવામાં નહીં. બુદ્ધિમાન છો અને કોઇની જોડે ખોટું નથી કરતા. અને માટે જ ભગવાન તમારી જોડે પણ ખોટું નથી થવા દેતો.

જન્મતારીખ

જન્મતારીખ

જો તમારી જન્મતારીખ નીચે મુજબ હોય તો તમે ડવ યરમાં આવો છો.
ફેબ્રુઆરી- 06 થી 14 તારીખ
મે - 14 થી 21 તારીખ
જુલાઇ - 16 થી 26 તારીખ
સપ્ટેમ્બર- 01 થી 14 તારીખ
ડિસેમ્બર - 26 થી 31 તારીખ

ડવ યર

ડવ યર

તમે જીવનનો ભરપૂર આનંદ ઉઠાવો છો. સકારાત્મક વિચારવાળા વ્યક્તિ છો. નિજાનંદી હોવાના કારણે દુનિયાથી તમારે કોઇ લેવા-દેવા નથી. તમે જ્યાં જાવ છો ત્યાં ખુશી અને ઉમંગ પ્રસરાવો છો. ટીમ લીડરની ખાસિયત છે તમારામાં. તમે પોતાના નિયમ પોતે બનાવો છો. નિર્ણયશક્તિ સારી છે. તમે જેને પામવા ઇચ્છો છો તેને પામી લો છો. નિયમબદ્ઘ રીતે કામ કરવું તમને ગમે છે.

જન્મતારીખ

જન્મતારીખ

ફેબ્રુઆરી - 22 થી 28 તારીખ
એપ્રિલ - 04 થી 14 તારીખ
ઓક્ટોબર - 28 થી 31 તારીખ

પેન્થર

પેન્થર

તમે એક રહસ્યમયી વ્યક્તિ છો. તમે પ્રેશરમાં સારું કામ કરો છો. તનાવ વગર પણ સારું કામ કરો છો. વાતો કરવાનો તમને શોખ છે. સરળતાથી મુશ્કેલીનો સામનો કરો છો. મહેનતું છો. મોટેભાગે પોલિસ કે પત્રકારત્વના ક્ષેત્રમાં કામ કરો છો. સારા નેતા પણ બની શકો છો. તમે પૈસાદાર હોવ છો અને જીવનમાં સારી પ્રગતિ કરો છો.

જન્મતારીખ

જન્મતારીખ

જો તમારી જન્મતારીખ નીચે મુજબ હોય તો તમે મંકી યરમાં આવો છો.
માર્ચ- 01 થી 12 તારીખ
મે- 01 થી 13 તારીખ
જૂન - 21 થી 24 તારીખ
ઓગસ્ટ- 01 થી 15 તારીખ
ઓક્ટોબર - 01 થી 15 તારીખ
ડિસેમ્બર- 17 થી 25 તારીખ

વાનર

વાનર

તમે આક્રમક છો, ધૈર્યની અછત છે. તમે બધું જલ્દી મેળવવા ઇચ્છો છો, જે માટે તમે કંઇ પણ કરવા તૈયાર છો. જો કે મનના સારા છો. તમને સેન્ટર ઓફ એટ્રેક્શન બનવું ગમે છે. વળી તમારામાં તેવા ગુણો હોય છે જે તમને ભીડથી અલગ કરે છે. તમને સેફ પ્લે કરવામાં માનો છો. તમને જોખમ લેવું ઓછું ગમે છે. વધુમાં તમને દરેક મુશ્કેલીમાંથી કેવી રીતે નીકળવું તે આવડે છે. તમારામાં એક સિક્સ સેન્સ હોય છે. જે તમને પહેલાથી જ કોઇ વાતનો આભાસ કરાવી દે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X