જ્યારે સમુદ્ર પર પુલ બનાવતી વખતે નિરાશ થઈ ગયા હતા ભગવાન રામ

જ્યારે સમુદ્ર પર પુલ બનાવતી વખતે નિરાશ થઈ ગયા હતા ભગવાન રામ

ભગવાન રામના જીવનના કેટલાંય રૂપ આપણી સામે આવે છે. તેમાંથી એક સમય એવો પણ આવ્યો જ્યારે ભગવાન રામે પણ નિરાશ થવું પડ્યું હતું, રાવણ સાથે યુદ્ધ લડવા માટે લંકા જવા માટે રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું. વાલ્મિકી રામાયણમાં લખ્યું છે કે આ સેતુનું નિર્માણ કરતી વખતે નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારે સમસ્યા શરૂ થઈ. સેતુ બનાવવા માટે જે કોઈપણ પથ્થર સમુદ્રમાં નાખવામાં આવતા હતા તે ડૂબી જતા હતા. એવામાં વાનર સેનામાં નિરાશાની ભાવના આવવા લાગી અને ભગવાન રામ પણ નિરાશ થઈ ગયા હતા.

LORD RAMA

સાગરની પ્રાર્થના

જ્યારે સેતુ માટે સમુદ્રમાં નાખવાામાં આવતા પથ્થર ડૂબવા લાગ્યાતો ભગવાન રામે સમુદ્રની પ્રાર્થના કરી. ભગવાને સાગરને કહ્યું કે તેઓ પત્થરને ડૂબવા ના દે અને બાંધીને રાખે. પરંતુ સાગરે ભગવાન રામની પ્રાર્થના ના સાંભળી. જેનાથી ભગવાન રામ ક્રોધિત થઈ ગયા અને તેમણે સાગરને સૂકવવા માટે જવું પોતાનું દિવ્ય બાણને ધનુષ પર ચઢાવ્યું કે સાગરે ભગવાન રામના ચરણોમાં પડી ક્ષમા માંગી.

ભગવાન રામે પણ સાગરને માફ કરી દીધો. જે બાદ સાગરે ભગવાન રામને સેતુ બનાવવાની રીત જણાવી. સાગરે જણાવ્યું કે તમારી વાનર સેનામાં નલ અને નીલ નામના બે વાનર છે. આ બંને વાનર વિશ્વકર્માના પુત્ર છે અને વિશ્વકર્માના સમાન જ શિલ્પકલામાં નિપુણ છે. આ બંને વાનર પથ્થર ફેંકશે તો ડૂબશે નહિ અને પથ્થરને લહેરોમાં વહેવા નહિ દઉ. જે બાદ નલ અને નીલે પથ્થરો પર શ્રી રામ લખી સેતુનું નિર્માણ કાર્ય શરૂ કર્યું અને સેતુ પાંચ દિવસમાં બનીને તૈયાર થઈ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X