• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

New Year 2018 Predictions: કેવી રહેશે તમારી લવ-લાઈફ જાણો અહીં..

નવા વર્ષીની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે સૌને આપણા આવનારા વર્ષ વિશા જાણવાની ઇચ્છા થાય છે. તો અહી જાણો તમારા આવનારા વર્ષમાં કેવી રહેશે તમારી લવ લાઇફ.
By Desk
|
Google Oneindia Gujarati News

પ્રેમ એક સુંદર અનુભૂતિ છે. જેને દરેક વ્યક્તિ અનુભવવા માંગે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમને કોઈ પ્રેમ કરનાર મળે. પણ દરેકના કિસ્સામાં આવું થઈ શકતુ નથી. કેટલાક ભાગ્યશાળી લોકોને જ આ સૌભાગ્ય મળતુ હોય છે. પણ જેઓને તેમનો પ્રેમ મળ્યો નથી તેઓએ નિરાશ થવાની જરૂર નથી. આવનારુ નવું વર્ષ દરેક માટે કોઈને કોઈ ભેટ લઈને આવી રહ્યુ છે. જેઓ અત્યાર સુધીના વર્ષોમાં પ્રેમથી વંચિત રહ્યા છે તેઓ જન્મના માસને આધારે જાણી શકશે કે આવનારા નવા વર્ષે તમારા હિસ્સામાં પ્રેમ આવશે કે નહિં અને જેઓને પ્રેમ મળી ગયો છે તેઓની લવલાઈફ કેવી રહેશે.

જાન્યુઆરી

જાન્યુઆરી

આ માસમાં જન્મેલા લોકો માટે 2018 પ્રેમ બાબતે લકી સાબિત થવાનું છે. તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવશે જેનો સાથ તમને હંમેશા મળશે અને તમારા જીવનની નિરાશાને દૂર કરી તમારુ જીવન ખુશનુમા બનાવી દેશે. યુવતીએને લવ પાર્ટનર મળશે જે તેમને કરિયરમાં આગળ લઈ જશે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

આ માસમાં જન્મેલા લોકોના જીવનમાં વર્ષ 2017 એક થી વધારે લવ પાર્ટનર લાવશે, પણ તેમાંનું કોઈ એક સાથે જ તમે જીવનભર જોડાઈ શકશો. એકથી વધુ પાર્ટનરનો અર્થ છે કે તમને દગો મળી શકે છે. આ સમયે મન કરતા દિમાગથી કામ લેજો. અંતે તમને જે મળશે તે તમને સ્પેશ્યલ હોવાનો અહેસાસ કરાવશે.

માર્ચ

માર્ચ

નવા વર્ષે માર્ચમાં જન્મેલા લોકોના સિતારા ઝળહળતા રહેશે. પ્રેમ બાબતે તમે લકી સાબિત થશો. જો તમારા મનમાં હાલ કોઈ જ નથી તો તૈયાર થઈ જાવ, પ્રેમનો અહેસાસ કરવા. યુવક-યુવતી બંનેને કોઈ ખૂબ જ પ્રેમ કરનારુ મળશે. તેની શરૂઆત મિત્રતાથી થશે પણ ધીમે ધીમે તમે ખૂબ આગળ વધી જશો.

એપ્રિલ

એપ્રિલ

એપ્રિલ માસમાં જન્મેલા લોકો આ સમયે પોતાના પ્રેમીને હર્ટ કરે નહિં. જો તમારા પ્રેમીનું મન દુઃખશે તો તે તમને છોડીને જતા રહેશે. એકબીજાની લાગણીઓને સમજજો. જેમનો પ્રેમ રિસાયો છે તે જલ્દી મનાવવાનો પ્રયત્ન કરે. તેમને અત્યાર સુધી કોઈ લવપાર્ટનર મળ્યો નથી તેમને એપ્રિલ બાદ પ્રેમી કે પ્રેમીકા મળી શકે છે.

મે

મે

મે માં જન્મેલા લોકો પ્રેમ, રોમાંસ અને સેક્સ બાબતે જરા અલગ હોય છે. તેની માટે તે કંઈ પણ કરવા તૈયાર રહે છે. નવા વર્ષે ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જરા ધૈર્યથી કામ લેજો. પ્રેમમાં કોઈને ખોટુ દબાણ કરશો નહિ, નહિંતર મુસીબતમાં ફસાઈ શકો છો. દરેક બાબતોને પ્રેમથી હેન્ડલ કરજો. તમારા પાર્ટનરથી કંઈ છુપાવશો નહિં, નહિંતર આ વર્ષે બ્રેકઅપ થવાની શક્યતા છે.

જૂન

જૂન

જે લોકોનો જન્મ જૂન માસમાં થયો છે તેઓ લવ પાર્ટનરની લાગણીઓને સમજે, તેમને સમય આપે અને રિલેશનશીપમાં પ્રેમ જળવાઈ રહે છે માટે એકબીજાને ગિફ્ટ આપતા રહે. તમારા પાર્ટનરને રોમેંટિક ડિનર પર લઈ જાવ, એકબીજાની કેયર કરો. જેઓ અત્યાર સુધી પ્રેમથી વંચિત છે તેમને નવા વર્ષે પ્રેમની સોગાત મળી શકે છે.

જુલાઈ

જુલાઈ

નવા વર્ષે એવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવશે જે વિશે અત્યાર સુધી તમને સપને પણ ખ્યાલ નહ્યોતો. લગ્ન લાયક યુવક-યુવતીઓ લગ્ન સંબંધથી જોડાશે. આ માસમાં જન્મેલા પુરુષો પ્રેમમાં પડી પોતાના પૈસા ગુમાવશે એટલે કે કોઈ સ્ત્રી પ્રેમ જાળમાં ફસાવી દગો કરી શકે છે. સ્ત્રીઓએ પણ ધ્યાન રાખવું કે કોઈ તેમની લાગણીઓ સાથે રમત ન રમી જાય.

ઓગસ્ટ

ઓગસ્ટ

આ મહિને જન્મેલા લોકોને નવા વર્ષે નવા સંબંધો બનશે. શક્યતા છે કે એક સમયે એકથી વધારે પાર્ટનર મળી શકે છે. આ વર્ષે તમે એવી કોઈ વ્યક્તિના પ્રેમમાં પડશો જે તમને ભરપૂર અટેન્શન, કેયર, પ્રેમ અને સન્માન આપશે. શક્યતા છે કે તમે તેને જ જીવનસાથી બનાવી લો. એકથી વધુ જગ્યાએ મન લગાવવું તમને ભારે પડી શકે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

પ્રેમ બાબતે તમે લકી રહેશો. આ મહિને જન્મેલા લોકો પોતાના પ્રેમને ચરમસીમાએ લઈ જવા શક્ય તમામ પ્રયત્નો કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે. નવા વર્ષે પ્રેમ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. સપ્ટેમ્બર માસમાં જન્મેલા સ્ત્રીઓના પરપુરુષો સાથે સંબંધ બનશે.

ઓક્ટોબર

ઓક્ટોબર

ઓક્ટોબર માસમાં જન્મેલા લોકો મોજ-મસ્તીમાં રહેશે. તેઓ દૂર યાત્રામાં જઈ ભરપૂર રોમાંસ સાથે સમય વિતાવશે. એકબીજાના પ્રેમમાં એટલા ખોવાઈ જશે કે તેમની દુનિયાનું ભાન રહેશે નહિં. જો કે આ સમયે ખાસ ધ્યાન રાખવું કે જે વાતમાં તમે બંને અસહમત હોવ તેમાં ધ્યાન આપશો નહિં, તમારો સંબંધ તૂટી શકે છે.

નવેમ્બર

નવેમ્બર

નવેમ્બર માસમાં જન્મેલા લોકો જેમને હજુ સુધી તેમનો લવપાર્ટનર મળ્યો નથી તેમની ખોજ આ વર્ષે પૂરી થશે. તેમને એક એવો પાર્ટનર મળશે જે માત્ર તમારી લાગણીઓને જ સમજશે નહિં પણ તેમને પ્રેમ અને રોમાંસની એક અલગ જ દુનિયામાં લઈ જશે. એકબીજાના સન્માનથી તમારો પ્રેમ મજબૂત થશે.

ડિસેમ્બર

ડિસેમ્બર

ડિસેમ્બર માસમાં જન્મેલા લોકોની લવલાઈફમાં ઉથલ-પાથલ મચેલી રહેશે. નવા વર્ષે બ્રેકઅપની શક્યતા છે. જેથી સંબંધોમાં પારદર્શિ રહેજો. જેઓ તેમના સાથીથી કોઈ વાત નહિં છુપાવે તો બને કે તેમનો સંબંધ તૂટતો તૂટતો રહી જાય. જેઓ મનમાં ને મનમાં કોઈને ચાહે છે તેમને ખુલીને પ્રેમનો એકરાર કરી શકશે.

English summary
The Gemini 2018 Horoscope denotes a year that is full of ideas. The year though may overall yield average results. here is Love Life Predictions in New Year 2018, Please Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X