For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lord Shiva Favourite Zodiac Signs: આ 4 રાશિઓ શિવજીને છે અતિ પ્રિય, જીવનભર વરસે છે ભોળાનાથની કૃપા

ભગવાન ભોળાનાથને ચાર રાશિઓ અતિ પ્રિય છે. આ રાશિઓ પર જીવનભર ભોલેનાથની કૃપા વરસે છે અને ભગવાન શિવ તેમના દરેક સંકટો હરી લે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

Lord Shiva Favourte Zodiac Signs: જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ તમામ રાશિના લોકોને અલગ-અલગ દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. વૈદિક જ્યોતિષ મુજબ અમુક રાશિઓ એવી છે જેના પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. કહેવાય છે કે શિવજીની કૃપાથી જીવનના દરેક સંકટોમાંથી મુક્તિ મળી જાય છે. ભગવાન ભોળાનાથ દરેક ભકતોના સંકટો હરી લે છે. આવો જાણીએ આ ચાર લકી રાશિઓ વિશે જે શિવજીની પ્રિય છે...

મેષ

મેષ

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ પહેલી રાશિ મેષના સ્વામી મંગળ છે. મંગળ ગ્રહને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. આ રાશિ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. ભગવાન શિવની કૃપાથી આ રાશિના લોકોના મોટાભાગના કાર્યોમાં સફળતા મળે છે. એવુ માનવામાં આવે છે કે તેમની કૃપાથી આ રાશિના લોકોને જીવનમાં ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો મેષ રાશિના લોકો ભગવાન શિવની વિધિવત પૂજા કરે અને સોમવારે શિવલિંગનો અભિષેક કરે તો તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. માનવામાં આવે છે કે જો આ રાશિના લોકો દર સોમવારે શિવલિંગ પર એક લોટો જળ અર્પણ કરે તો ભોળાનાથની કૃપાથી તેમના દરેક કષ્ટો દૂર થઈ શકે છે. આ ઉપરાંત દરેક પ્રકારના ભયથી પણ તેમને મુક્તિ મળી શકે છે. વળી, મહાશિવરાત્રિના દિવસે આ રાશિના લોકો જો શિવલિંગને જળ અર્પણ કરે તો તેમનો ભાગ્યોદય થઈ શકે છે. ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી અજ્ઞાત ભય સમાપ્ત થઈ જાય છે.

મકર

મકર

મકર રાશિ ભગવાન શિવની પ્રિય રાશિઓમાંની એક છે. આ રાશિના સ્વામી શનિ દેવ છે કે જે ભગવાન શિવના પ્રિય ભક્ત છે. મકર રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે. માનવામાં આવે છે કે જો આ રાશિના લોકો સોમવારે શિવલિંગ પર બિલિપત્ર, ગંગાજળ, ગાયનુ દૂધ અર્પણ કરે તો તેમના બધા કષ્ટો દૂર થઈ શકે છે. સાથે જ બધા કાર્યોમાં સફળતા ફણ મળી શકે છે. મકર રાશિના જાતકોએ રોજ ભગવાન શિવનુ સ્મરણ કરવુ જોઈએ.

કુંભ

કુંભ

કુંભ રાશિના સ્વામી પણ શનિ દેવ છે. આના કારણે આ રાશિના જાતકો પર શનિ દેવની વિશેષ કૃપા સાથે ભગવાન શિવની પણ કૃપા રહે છે. જો કુંભ રાશિના જાતક શિવજીની પૂજા કરે તો તેમને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. કુંભ રાશિના જાતકોને શિવલિંગ પર જળ અર્પણ કરવાથી મનવાંછિત વરદાન મળશે. મહાશિવરાત્રિના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી આ રાશિના જાતકોને લાભ થાય છે. આ દિવસે પોતાની શક્તિ મુજબ દાન પણ કરવુ જોઈએ.

English summary
Maha Shivratri 2023: These 4 zodiac signs are favourite for Lord Shiva
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X