Mahashivratri 2021: આ રીતે કરો વ્રત અને પૂજા, શિવ આરાધનાના નિયમ અને પૂજન વિધિ
11 માર્ચ 2021ના રોજ આવી રહેલ મહાશિવરાત્રિ પર કેવી રીતે વ્રત અને પૂજા કરવી તે જાણીએ.
નવી દિલ્લીઃ મહાશિવરાત્રિનુ વ્રત સર્વ મનોકામનાઓની પૂર્તિ કરનાર અને સર્વ ભૌતિક સુખ-સુવિધાઓ આપનાર છે. 11 માર્ચ 2021ના રોજ આવી રહેલ મહાશિવરાત્રિ પર કેવી રીતે વ્રત અને પૂજા કરવી તે જાણીએ. મહાશિવરાત્રિ પર શિવજીની પૂજા અનેક પ્રકારે કરવામાં આવે છે. આ ભક્તની શ્રદ્ધા, સામર્થ્ય અને તેમના જ્ઞાન અનુસાર સૂક્ષ્મ પૂજાથી લઈને દીર્ઘ પૂજા સુધી હોઈ શકે છે. આ દિવસે હિંદુ પરિવારોમાં ઘરોથી લઈને મંદિરો સુધી દરેક જગ્યાએ પૂજા કરવામાં આવે છે.

પૂજાના પ્રકાર
પંચોપચાર પૂજાઃ ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ.
દશોપચાર પૂજાઃ પાદ્ય, અરધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર નિવેદન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ.
ષોડશોપચાર પૂજાઃ પાદ્ય, અરદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેધ, આચમન, તાંબુલ, સ્તવપાઠ, તર્પણ અને નમસ્કાર.
માનસ પૂજાઃ આમાં કોઈ પણ ભૌતિક વસ્તુની જરૂર નથી હોતી. માનસ મંત્રોનુ ઉચ્ચારણ કરીને પૂર્ણ મન અને હ્રદયથી એ વસ્તુઓનુ ધ્યાન કરીને શિવજીને અર્પિત કરો. માનસ પૂજા શિવજી માટે છે, અન્ય દેવતાઓ માટે નથી.

મહાશિવરાત્રિના દિવસે શું કરવુ
- પ્રાતઃ સૂર્યોદયથી પહેલા સ્નાનાદિથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પોતાના ઘરના પૂજા સ્થળને સાફ-સ્વચ્છ કરી લો.
- નિત્ય પૂજા બાદ મહાશિવરાત્ર વ્રતનો સંકલ્પ લઈને શિવજીનુ ધ્યાન કરો અને ઉપરોક્ત જણાવેલી પૂજા પદ્ધતિમાંથી પોતાની શ્રદ્ધા અનુસાર શિવજીનુ પૂજન સંપન્ન કરો.
- સંપૂર્ણ પૂજા વિધિના અનેક પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. અહીં વિધિ અત્યંત લાંબી હોવાના કારણે આપવામાં આવી નથી.
- શિવજીનુ પૂર્વ પૂજન, અભિષેક અને ઉત્તર પૂજન કરો. પૂર્વ પૂજનમાં અભિષેકથી પૂર્વ કરાતી પૂજા છે.
- ત્યારબાદ રુદ્રાભિષેક, રુદ્રાષ્ટક, મહિમ્નસ્તોત્ર વગેરેથી શિવજીનુ પંચામૃત, દૂધ અને અન્ય વસ્તુઓથી અભિષેક કરો.
- ત્યારબાદ શિવજીને સ્વચ્છ જળથી સ્નાન કરાવીને ઉત્તર પૂજન સંપન્ન કરો.
- પાંચ પ્રકારના ફળ, મિષ્ટાન્ન, સૂકા મેવા અને શુદ્ધ બનાવેલ ભોજનનો નૈવેધ શિવજીને ધરાવો.
- કપૂરથી આરતી કરો અને પ્રસાદ વહેંચો.

રાત્રિ જાગરણ અને આરતી
શિવરાત્રિમાં રાત્રિ જાગરણનુ વિશેષ મહત્વ છે. સૂર્યાસ્ત બાદથી બીજા દિવસે સૂર્યોદય પહેલા સુધી રાત્રિ જાગરણ કરીને શિવજીને ભજન, પૂજન કરવુ જોઈએ. આમાં રાત્રમાં પાંચ વાર આરતી કરવાનુ વિધાન પણ છે. આગલા દિવસે સૂર્યોદય બાદ સમસ્ત નિર્માલ્યનુ વિસર્જન કરવામાં આવે છે. બ્રાહ્મણોને ભોજન કરાવીને, દાન-દક્ષિણા આપીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
