Mahashivratri 2022: મહાશિવરાત્રિ પર આ 5 રાશિવાળાનુ ખુલશે નસીબ, જાણો કોણ છે એ ભાગ્યશાળી
આવો, જાણીએ એ કઈ 5 રાશિઓ છે જેમના પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ રહેશે.
નવી દિલ્લીઃ આ વર્ષે મહાશિવરાત્રિ 1 માર્ચ, મંગળવારના રોજ આવવાની છે. આ વર્ષે મહાશિવરાત્રિ પરિઘ અને શિવ યોગમાં છે. મહાશિવરાત્રિએ પંચગ્રહી યોગ પણ બની રહ્યો છે. આ દિવસે ચંદ્રમા, શુક્ર, મંગળ, શનિ અને બુધ ગ્રહ મકર રાશિમાં એકસાથે ઉપસ્થિત થઈને પંચગ્રહી યોગ બનાવી રહ્યા છે. આ યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી અમુક રાશિવાળાને તો વિશેષ લાભ થવાનો છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર 5 રાશિના જાતકોનુ નસીબ બદલાઈ શકે છે. આ દિવસે આ રાશિવાળાની મનોકામના પૂરી થઈ શકે છે. આવો, જાણીએ એ કઈ 5 રાશિઓ છે જેમના પર ભગવાન શિવના વિશેષ આશીર્વાદ રહેશે.

મેષ
આ વર્ષે મહાશિવરાત્રિ પર મેષ રાશિના જાતકો માટે શુભ યોગ બનશે. ભગવાન શિવના આશીર્વાદથી મનોકામના પૂરી થશે અને કાર્યમાં સફળતા મળશે. મેષ રાશિવાળાએ શિવ મંદરિમાં જઈને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.

વૃષભ
આ વર્ષે મહાશિવરાત્રિ પર વૃષભ રાશિના લોકોને ઘણા સમયથી માંગવામાં આવી રહેલી મનની ઈચ્છા પૂરી થઈ શકે છે. સંતાન પ્રાપ્તિના યોગ છે. આ મહાશિવરાત્રિ તમે ભગવાન શિવને બિલિપત્ર અને શમીના પત્તા અર્પણ કરો. ભગવાન ભોલેનાથ તમારા પર પ્રસન્ન થશે.

મિથુન
આ રાશિના જાતકોને મહાશિવરાત્રિ પર શિવ કૃપાથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. જે આખા પરિવાર માટે ખુશીની વાત હોઈ શકે છે. મહાશિવરાત્રિના અવસર પર તમારે ભગવાન શિવના પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. એ બધી મનોકામનાઓ પૂરી કરે છે.

કર્ક
આ મહાશિવરાત્રિ પર મિથુન રાશિના જાતકોને શિવ કૃપાથી જૂની સમસ્યાઓમાંથી મુક્તી મળશે. ભગવાન શિવ તમને ભય, રોગ, દોષ વગેરેમાંથી મુક્તિ આપશે. તમે ભગવાન શિવનો અભિષેક કરો અને બિલિપત્ર અર્પણ કરો. આ મહાશિવરાત્રિએ તમારી મનોકામનાઓ પૂરી થઈ શકે છે.

સિંહ
સિંહ રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રિ પર વિશેષ લાભનો યોગ બની રહ્યો છે. જો તમે પરિણીત હોય તો પતિ-પત્ની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. તમારા દામપત્ય જીવનમાં ખુશીઓ આવશે. લગ્ન જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે.












Click it and Unblock the Notifications
