For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Makar Sankranti 2020: મકર સંક્રાંતિના દિવસે કેમ બનાવાય છે ખિચડી, જાણો તમારા ગ્રહ સાથેનું કનેક્શન

Makar Sankranti 2020: મકર સંક્રાંતિના દિવસે કેમ બનાવાય છે ખિચડી, જાણો તમારા ગ્રહ સાથેનું કનેક્શન

|
Google Oneindia Gujarati News

સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારને મોટા તહેવારોમાંનો એક માનવામાં આવે છે. લોકો ઘરમાં આ દિવસે કેટલાય પ્રકારના પકવાનો બનાવે છે, જેમાં એક પકવાન ખિચડી પણ સામેલ હોય છે. મકર સંક્રાંતિના દિવસે ખિચડી બનાવવા અને ખાવાની પાછળ પણ એક ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ કારણે જ આ પર્વને કેટલીક જગ્યાએ ખિચડી પર્વ તરીકે પણ કહેવામાં આવે છે.

ગ્રહો સાથે છે સંબંધ

ગ્રહો સાથે છે સંબંધ

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈ મકર રાશિમાં પ્રવેશે છે. આ દિવસે ભગવાન સૂર્યને ખિચડીનો ભોગ લગાવવામાં આવે છે અને ગુળ તથા તલથી બનેલી વસ્તુઓ જેવી કે તલના લાડવા, રેવડી વગેરે પ્રસાદના રૂપમાં વહેચવામાં આવે છે. અહીં જાણો ખિચડી વિના મકર સંક્રાંતિને અધુરી કેમ માનવામાં આવે છે અને તમારા ગ્રહો સાથે ખિચડીનું ઉંડુ કનેક્શ શું છે.

કઈ વસ્તુઓથી બને છે મકર સંક્રાંતિની ખિચડી

કઈ વસ્તુઓથી બને છે મકર સંક્રાંતિની ખિચડી

ધાર્મિક માન્યતાઓ મુજબ મકર સંક્રાંતિની ખિચડી ચોખા, કાળા તલ, મીઠું, હળદળ, ઘી અને શાકભાજી ખાસ કરીને ફુલકોબી પણ ઉમેરીને બનાવવામાં આવે છે.

મકર સંક્રાંતિની ખિચડીનો ગ્રહો સાથે સીધું કનેક્શન કઈ રીતે

મકર સંક્રાંતિની ખિચડીનો ગ્રહો સાથે સીધું કનેક્શન કઈ રીતે

મકર સંક્રાંતિની ખિચડી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સફેદ ચોખાને ચંદ્રમાનો પ્રતિક માનવામાં આવે છે. જ્યારે આમાં નાખવામાં આવતી કાળી દાળને શનિનું પ્રતિક માનવામાં આવે છે. ખિચડીમાં ઉમેરાતાં લીલાં શાકભાજી બુધ સાથે સંબંધ ધરાવે છે. ધારમિક માન્યતાઓ મુજબ ખિચડીની ગરમી વ્યક્તિને મંગળ અને સૂર્ય સાથે જોડે છે. જે કારણે આ દિવસે જો કોઈ વ્યક્તિ ખિચડીનું સેવન કરે છે તો તેની રાશિમાં ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે. મકર સંક્રાંતિ સંબંધિત વધુ આર્ટિકલો વાંચવા માટે Makar Sankranti 2020 પર ક્લિક કરો.

Makar Sankranti 2020: મકર સંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી મળે છે જબરદસ્ત પુણ્યMakar Sankranti 2020: મકર સંક્રાંતિ પર અહીં સ્નાન કરવાથી મળે છે જબરદસ્ત પુણ્ય

English summary
makar sankranti 2020: eating khichadi has direct connection with graha, know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X