Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Makar Sankranti 2023 Daan: મકર સંક્રાતિ પર પોતાની રાશિ મુજબ કરો દાન, મેળવો સુખ-સમૃદ્ધિ

મકર સંક્રાંતિના તહેવાર પર રાશિ મુજબ વસ્તુઓ દાન કરવાથી મળે છે અપાર સુખ અને સમૃદ્ધિ.

Makar Sankranti 2023 Daan: મકરસંક્રાંતિનો તહેવાર એ સનાતન સંસ્કૃતિનો તહેવાર છે જ્યારે ભગવાન ભુવન ભાસ્કર ઉત્તરાયણ થાય છે અને દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે પવિત્ર નદીઓના કિનારે સ્નાન કરવાનો અને દાન કરવાનો નિયમ છે, જેના કારણે આખુ વર્ષ સુખ, સંપત્તિ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આ દિવસે ગરીબો, જરૂરિયાતમંદોને તેમની જરુરિયાતની કોઈ વસ્તુ દાન કરી શકાય છે પરંતુ જો તમે તમારી રાશિ પ્રમાણે વસ્તુઓનુ દાન કરશો તો તમને વધુ પુણ્ય ફળ મળશે અને અશુભ ગ્રહોનો પ્રભાવ પણ દૂર થશે. આવો જાણીએ મકરસંક્રાંતિ પર કઈ રાશિના લોકોએ કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ.

daan

મેષઃ મેષ રાશિના લોકો મકરસંક્રાંતિ પર તાંબાના વાસણમાં ગોળ ભરીને દાન કરે તો તેમને ભગવાન મંગળની કૃપા તો મળશે જ સાથે મંગળની પીડા પણ દૂર થશે અને ધનનો માર્ગ પણ ખુલશે.

વૃષભ: વૃષભ રાશિના જાતકોએ ચાંદીનુ કોઈ પાત્ર દાન કરવુ. જો તમારી પાસે ચાંદીનું પાત્ર દાન કરવાની ક્ષમતા ના હોય તો 1.25 કિલો ચોખામાં ચાંદીનુ મોતી રાખી દાન કરો. આનાથી ગ્રહો તમારા માટે અનુકૂળ રહેશે અને પરેશાનીઓ દૂર થશે.

મિથુન: માટીના વાસણમાં મગ ભરીને તેમાં યોગ્ય દક્ષિણા રાખીને બ્રાહ્મણને દાન કરો. આ દિવસે નાની છોકરીઓને લીલા વસ્ત્રોનુ દાન કરવાથી ગ્રહોની અનુકૂળતા આવશે. અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે.

કર્કઃ કર્ક રાશિના જાતકોએ ચોખા કે અડદનુ દાન કરવુ. અથવા આ દિવસે મગની દાળ અને ચોખાની ખીચડી બનાવીને દાન કરો. સફેદ ધોતી-કુર્તા બ્રાહ્મણને દાન કરવાથી ચંદ્ર પ્રસન્ન થાય છે. આર્થિક અવરોધો દૂર થશે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

સિંહઃ કોઈ ગરીબ વ્યક્તિને 11 કિલો ઘઉંનુ દાન કરો. તેમાં 1.25 કિલો ગોળ અને દક્ષિણા રાખો. તેનાથી તમારા ગ્રહોના દુઃખ દૂર થશે અને તમને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે. જો કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો તે પણ સારુ રહેશે.

કન્યાઃ તમારા માટે મગની દાળ અને ચોખાના દાળનુ દાન કરવુ યોગ્ય રહેશે. તેની સાથે જ ગરીબોને લીલા રંગના ફળોનુ દાન કરો. છોકરીઓને ગુલાબી કપડાં આપો. તેમના ભોજનની વ્યવસ્થા કરો, ધન લાભ થશે.

તુલા: મકરસંક્રાંતિ પર તુલા રાશિના જાતકોએ સફેદ અનાજ અથવા ખાંડનુ દાન કરવુ. ભાગ્યમાં કોઈ અડચણ હશે તો તે દૂર થશે. આ સાથે ગાયોને ચારો ખવડાવો, ગ્રહો સાનુકૂળ રહેશે.

વૃશ્ચિક: ચોખા અને ચોખાથી રાંધેલી ખીચડી અને ફળોનુ દાન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ગ્રહોની પીડા દૂર કરવા માટે મકરસંક્રાંતિનો આખા દિવસ સુધી કપાળ પર કેસરનુ તિલક લગાવો.

ધન: મકરસંક્રાંતિના દિવસે શ્રીમદ ભગવદ ગીતા પુસ્તક લાયક લોકોને દાન કરો. આ દિવસે ચણાની દાળમાં સોનુ મૂકીને બ્રાહ્મણને સોનુ દાન કરો. બાળકોને કેળા અથવા અન્ય પીળા ફળો વહેંચો.

મકરઃ કાળા તલ અને ગોળનુ દાન કરવુ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ગરીબોને કાળા ધાબળાનુ દાન કરવાથી ગ્રહનુ દુઃખ દૂર થશે અને દુઃખોમાંથી મુક્તિ મળશે.

કુંભ: કુંભ રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે ગરીબોને ચપ્પલનુ દાન કરવુ જોઈએ. જેમને જરૂર હોય તેમને કાળા-બ્રાઉન કપડા પણ ભેટમાં આપી શકાય. અડદની બનેલી મીઠાઈ ગરીબોને ખવડાવો.

મીન: મગની દાળ-ચોખાની ખીચડી વહેંચો. બાળકોને ફળ ખવડાવો. ગાયોને લીલો ચારો ખવડાવવાથી ગ્રહોની પીડા દૂર થશે. આ દિવસે મંદિરમાં જઈને સેવા કરો. સાફ-સફાઈ કરો અથવા અન્ય સેવાઓ પ્રદાન કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X