For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mangal Gochar 2023 : આ વર્ષે કુલ 7 વાર થશે મંગળ ગોચર, જાણો સંપૂર્ણ અસર

mangal gochar 2023 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરે છે. એક વર્ષમાં 7 વાર મંગળ ગોચર કરવાથી બે રાશિના લોકોના જીવનમાં મોટો બદલાવ આવશે. આ અહેવાલમાં જાણીશું આ બે રાશિઓ કઇ છે અને તેમના પર કેવી અસર થશે.

|
Google Oneindia Gujarati News

Mangal Gochar 2023 : દરેક વ્યક્તિ નવા વર્ષની શરૂઆત સાથે એક જ મનોકામના રાખે છે કે, તેનું આવનારૂ આખુ વર્ષ શાંતિ અને સુખી રીતે પસાર થાય. દરેક માણસ હંમેશા સુખી રહેવા અને ખુશ રહેવા માંગે છે. તેમના સુખી દુઃખ પર ગ્રહોની ચાલની પણ નોંધપાત્ર અસર રહે છે.

દરેક ગ્રહ પોતાની નિશ્ચિત સમય અવધિ પર એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચર કહેવાય છે.

વર્ષ 2023માં મંગળ કુલ 7 વખત કરશે રાશિ પરિવર્તન

વર્ષ 2023માં મંગળ કુલ 7 વખત કરશે રાશિ પરિવર્તન

આ વર્ષ 2023માં મંગળ કુલ 7 વખત પોતાની સ્થિતિ બદલશે. અન્ય રાશિઓ માટે લાભદાયી રહેશે, પરંતુ આ વર્ષ આ રાશિના જાતકો માટેખૂબ જ ખાસ રહેવાનું છે. ગ્રહોના સેનાપતિ મંગળને જમીન, મકાન, યોદ્ધાનો કારક માનવામાં આવે છે. મંગળ વ્યક્તિને ઉદાસ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, જો મંગળ મકર અને મીન રાશિમાં હોય, તો તે વધુ શુભ ફળ આપે છે. આવો જાણીએ કઈ બે રાશિનો મંગળ આ વર્ષમાંજીવનમાં ખુશીઓ લઈને આવવાનો છે.

મંગળ ગોચરથી આ 2 રાશિઓને ફાયદો થશે

મંગળ ગોચરથી આ 2 રાશિઓને ફાયદો થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ અને વૃશ્ચિક એ બે રાશિઓ છે, જેનો સ્વામી મંગળ છે. આવી સ્થિતિમાં મંગળ આ રાશિના લોકોને ક્યારેયઅશુભ પરિણામ નહીં આપે. કુંડળીમાં મંગળ શુભ હોય, ત્યારે વ્યક્તિના જીવનમાં તમામ કાર્યો શુભ હોય છે. બીજી તરફ અશુભ મંગળનાકારણે વ્યક્તિને આંખનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, હાડકાંનો દુઃખાવો, એનિમિયા વગેરેનો ભોગ બને છે.

વર્ષ 2023 માં મંગળ ગોચરની યાદી

વર્ષ 2023 માં મંગળ ગોચરની યાદી

  • 13 માર્ચ, 2023, સોમવાર - સવારે 05.33 કલાકે, મંગળ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે
  • 10 મે, 2023, બુધવાર - બપોરે 02.13 કલાકે, મંગળ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
  • 01 જુલાઈ, 2023, શનિવાર - સવારે 02.38 કલાકે મંગળ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
  • 18 ઓગસ્ટ, 2023, શુક્રવાર - સાંજે 04:13 કલાકે, મંગળ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
  • 03 ઓકટોબર, 2023, મંગળવાર - સાંજે 06.17 કલાકે, મંગળ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે.
  • 16મી નવેમ્બર 2023, ગુરુવાર - સવારે 11.04 કલાકે, મંગળ તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.
  • 28 ડિસેમ્બર, 2023, બુધવાર - બપોરે 12.37 કલાકે, મંગળ વૃશ્ચિકથી ધન રાશિમાં ગોચર કરશે.
શુભ પરિણામ માટે કરો આ ઉપાય

શુભ પરિણામ માટે કરો આ ઉપાય

જો તમે તમારી કુંડળીમાં મંગળની સ્થિતિને મજબૂત કરવા માંગો છો, તો તમારા હાથમાં લાલ રંગનો દોરો પહેરો. જો તમે ઇચ્છો તો નાડાછડી પણ પહેરી શકો છો. આ સિવાય મંગળની અશુભતા ઓછી કરવા માટે મંગળવારના રોજ હનુમાનજીના મંદિરમાં જઈને ગુંદીનો પ્રસાદચઢાવો.

English summary
Mangal Gochar 2023 : Mangal Gochar will happen 7 times in 2023, know the full effect
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X