For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mangal Gochar 2023 : કર્ક રાશિમાં થશે મંગળ ગોચર, આ રાશિને આપશે લાભ

|
Google Oneindia Gujarati News

Mangal Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે જાતકોની કૂંડળીમાં મંગળ મજબૂત સ્થિતિમાં રહે છે, તેમના જીવનમાં પરાક્રમ અને સાહસના અશીર્વાદ પ્રાપ્ત થયો છે.

તેમજ જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં મંગળ મિથુન રાશિમાંથી બહાર નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેની તમામ રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર પડશે.

Mangal Gochar 2023

ઉલ્લેખનીય છે કે, મંગળ 82 દિવસ સુધી કર્ક રાશિમાં રહેશે અને પછી તે સિંહ રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં મંગળના ગોચર દરમિયાન કેટલીક રાશિના જાતકોને આર્થિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે.

મિથુન પર મંગળ ગોચરની અસર

મિથુન પર મંગળ ગોચરની અસર

મિથુન રાશિના જાતકોને કર્ક રાશિમાં મંગળ ગોચરથી ઘણો ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન વિરોધ પર વિજય પ્રાપ્ત થશે અને સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

નાની મુસાફરી પણ ફાયદાકારક રહેશે. આ સમયગાળા દરમિયાન વિવાદોને ટાળવાની સલાહ આપવામાં આવે છે અને કોઈ પણ વસ્તુને ચરમસીમા સુધી ન જવા દો.

કન્યા પર મંગળ ગોચરની અસર

કન્યા પર મંગળ ગોચરની અસર

મંગળ ગોચરની શુભ અસર કર્ક રાશિના લોકો પર પણ રહેશે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વેપારમાં વૃદ્ધિ થશે. બનાવેલી યોજનાઓ સફળ થઈ શકે છે.

વા સંકેતો છે કે, તમે પરિવાર અને મિત્રો સાથે સુખદ ક્ષણો વિતાવશો. ઘરમાં વાદ-વિવાદથી અંતર રાખવાની સલાહ આપવામાં આવે છે.

ધન પર મંગળ ગોચરની અસર

ધન પર મંગળ ગોચરની અસર

ધન રાશિના લોકો પર મંગળ ગોચરની પણ શુભ અસર રહેશે. મંગળ ગોચરના સમયગાળા દરમિયાન પૈસા મળવાના સંકેતો છે અને પૈતૃક સંપત્તિ મળવાની પ્રબળ સંભાવના છે.

ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે અને પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે. વાહનમાં કે રસ્તા પર ચાલતી વખતે સાવધાની રાખો.

મીન પર મંગળ ગોચરની અસર

મીન પર મંગળ ગોચરની અસર

મે મહિનામાં મંગળ રાશિ પરિવર્તનની શુભ અસર મીન રાશિના લોકો પર પણ પડશે. આ સમયગાળા દરમિયાન આર્થિક પ્રગતિની સંભાવનાઓ બની રહી છે અને વિદેશમાં ભણવાનું સપનું જોતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.

કાયદાકીય મામલાઓમાં પણ જીતની પ્રબળ સંભાવના છે. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

English summary
Mangal Gochar 2023 : Mars transit will happen in Cancer, benefit to these zodiac sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X