મંગળદોષથી ગભરાશો નહિં, અજમાવો આ ઉપાયો, જલ્દી મળશે રાહત
શું તમારી કુંડળીમાં મંગળ દોષ છે, આ ઉપાયો દ્વારા થશે તમારા મંગળ દોષનું નિવારણ. વિગતવાર જાણો અહીં.
માતા-પિતાની સૌથી મોટી ઈચ્છા હોય છે કે તેમના સંતાનના વિવાહ યોગ્ય સમયે થઈ જાય. જો વાત છોકરીની છે તો ચિંતા ઘણી વધી જાય છે. જો કે ઘણા કુટુંબોમાં આપણે જોઈએ છીએ કે છોકરો કે છોકરીના લગ્ન સમયે થઈ શકતા નથી. જેનું કારણ છે કુંડળીમાં રહેલો મંગળ દોષ. જે યુવક કે યુવતીની કુંડળીમાં પ્રથમ, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ કે દ્વાદશ ભાવમાં મંગળ બેઠો હોય તો જાતક માંગલિક હોય છે. એટલે કે તેને મંગળ દોષ છે તેવું કહેવાય. જ્યોતિષ શાસ્ત્ર મંગળ દોષ ધરાવનારના લગ્ન મંગળ દોષ વાળી વ્યકિત સાથે જ કરવાની સલાહ આપે છે. જો માંગલિકના લગ્ન માંગલિક સાથે ન થાય તો પતિ કે પત્નીમાંથી કોઈ એકને લોહી સંબંધિ કોઈ મોટો રોગ થવાની શક્યતા રહે છે એટલે કે તેમની સંતાનમાં કોઈને કોઈ વિકૃતિ રહે છે. માત્ર લગ્નમાં જ નહિં પણ માંગલિક રહેવાથી જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ આવે છે.

લગ્ન પહેલા મંગળદોષનું નિવારણ
લગ્ન પહેલા મંગળદોષનું નિવારણ લાવવું જરૂરી છે. જ્યોતિષમાં મંગળ દોષના નિવારણ માટે અનેક ઉપાયો જણાવાયા છે, જેને કરવાથી આ દોષમાંથી સરળવાથી મુક્તિ મળી જાય છે.
મંગળ દોષ શાંતિના ઉપાયો
- કુંડળીમાં મંગળ ઉચ્ચનો હોય કે શુભ સ્થિતિમાં હોય તો મંગળવારના દિવસે હનુમાન મંદિરે પતાશા ચઢાવો અને પછી તેને વહેતા જળમાં નાખી દો. આ ઉપાયથી મંગળ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
- મંગળવારના દિવસે ભિખારીઓ અથવા ભૂખ્યાને રોટલી ખવડાવાથી મંગળ દોષમાં રાહત મળે છે. કુંડળીમાં મંગળ અષ્ટમભાવમાં છે તો વહેતા જળમાં રેવડી, તલ, અથવા શાકર નાખવાથી મંગળનો મારક દોષ સમાપ્ત થાય છે.
- કુંડળીમાં મંગળ ચોથા સ્થાનમાં બેઠો હોય તો સાસુ, દાદી કે માને બિમાર બનાવે છે. કુટુંબમાં દરિદ્રતા લાવે છે. સંતાન પેદા કરવામાં મુશ્કેલી આવે છે. તેનાથી બચવા મંગળવારે કુવાના જળથી દાતણ કરો. મંગળદોષને કારણે અગ્નિનો પણ ભય રહે છે. જેથી થોડી શાકર તમારા ઘરના ધાબા પર વિખેરી દો.
- મંગળદોષ ધરાવતી વ્યકિતના વિવાહ અજાણ્યે દોષ રહિત વ્યકિત સાથે થઈ ગયા છે તો આ દોષને કાપવા માટે મંગળા ગૌરી વ્રત કે વટસાવિત્રી વ્રત કરવું.
મહામૃત્યુંજય જાપ
- મહામૃત્યુંજય મંત્રનો જાપ સર્વદોષ નિવારક મનાય છે. જો કુંડળીમાં મંગળ હેરાન કરી રહ્યો હોય અને લગ્ન ન થતા હોય તો નિયમિત એક માળા મહામૃત્યુંજય મંત્રની કરો.
- નિયમિત પીપળાના વૃક્ષને કાચુ દૂધ, શુદ્ધ જળ અને મિશ્રી નાખવાથી મંગળ દોષની શાંતિ થાય છે.
- મૂંગાથી બનેલા ગણપતિ પેંડન્ટ ગળામાં ધારણ કરવાથી મંગળદોષની શાંતિ થાય છે.
- જે યુવક કે યુવતીના વિવાહ મંગળદોષને કારણે ન થતા હોય તેમણે મંગળવારના દિવસે હનુમાનજીની પ્રતિમાથી સિંદૂર લઈ તેને માથા પર લગાવવું.
- મંગળદોષ ધરાવતી વ્યકિતએ પોતાના વજન બરાબર ગોળ અને તલ હનુમાન મંદિરમાં દાન કરવું, તેનાથી મંગળદોષથી મુક્તિ મળે છે.
- માટીના વાસણમાં મધ ભરી શ્મશાનમાં જઈ માટીમાં દાબી દેવીથી મંગળદોષ કપાઈ જાય છે.
- શુક્રવારના દિવસે ખારેકને પાણીમાં પલાળી માથા પાસે મુકો અને સવારે ઉઠતા તેને જળમાં પ્રવાહિત કરી દો. તેનાથી પણ મંગળ દોષની સમાપ્તિ થાય છે.
- ભગવાન વિષ્ણુની નિયમિત પૂજા મંગળ દોષથી રક્ષા કરે છે.












Click it and Unblock the Notifications
