For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mars Transit in Cancer: 49 દિવસ બાદ ચંદ્રની રાશિમાં જશે મંગળ, લક્ષ્મી યોગ બનશે

Mars Transit in Cancer: 49 દિવસ બાદ ચંદ્રની રાશિમાં જશે મંગળ, લક્ષ્મી યોગ બનશે

By Desk
|
Google Oneindia Gujarati News

બળ, શૌર્ય, પરાક્રમ અને ભાગ્યનો પ્રતિનિધિ ગ્રહ મંગળ જ્યેષ્ઠ કૃષ્ણ અષ્ટમી 2 જૂન 2021ના રોજ બુધવારે સાંજે 6.50 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ મંગળની નીચલી રાશિ છે. મંગળ પોતાના બે ઉપગ્રહ ડૈમાસ અને ફૈવોસ સાથે મિથુન રાશિને છોડી કર્કમાં પ્રવેશ કરશે. અહીંથી મંગળ પોતાની ચોથી દ્રષ્ટિથી તુલા, સાતમી દ્રષ્ટિથી મકર રાશિ સ્થિત શનિ તથા આઠમી દ્રષ્ટિથી કુંભ રાશિ સ્થિત ગુરુને જોશે. મંગળ 20 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે જે બાદ સિંહમાં પ્રવેશ કરશે.

કર્ક રાશિમાં 49 દિવસના પરિભ્રમણ કાળમાં અન્ય ગ્રહો સાથેની દ્રષ્ટિ સંબંધને પગલે વિવિધ સ્થિતિઓ જોવા મળશે. જણાવી દઈએ કે મંગળ ગ્રહની જન્મ સ્થળી ઉજ્જયિની છે અને અહીંથી જ રેખા પણ પસાર થાય છે. કર્ક રાશિ સ્થિત મંગળ ઉજ્જૈન અને તેની આસપાસના વિશાળ ક્ષેત્ર પર વિશેષ પ્રભાવ દેખાડશે.

શું અસર થશે

શું અસર થશે

કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે અને શીત અને જલચર રાશિ છે, જ્યારે મંગળ અગ્નિ તત્વનો પ્રતીક અને ઉગ્ર ગ્રહ છે. માટે તેની પ્રકૃતિ, પર્યાવરણ, મનુષ્યો, પ્રાણિઓ પર વિશેષ પ્રભાવ રહેશે. જેમાં સર્વપ્રથમ પ્રાકૃતિક અને હવામાનમાં પરિવર્તનનો ક્રમ જોવા મળશે. એટલે કે દક્ષિણ પશ્ચિમથી જોડાયેલા રાજ્યોમાં વરસાદની સ્થિતિ શરૂ થશે. કેમ કે મંગળનું ચંદ્ર રાશિમાં પરિભ્રમણ રહેશે. આ દ્રષ્ટિએ દક્ષિણ પશ્ચિમથી જોડાયેલ રાજ્યમાં જૂનથી જુલાઈ મહિનામાં મૉનસૂન પ્રબળ જોવા મળશે.

ચંદ્ર-મંગળ યુતિથી બને છે લક્ષ્મી યોગ

ચંદ્ર-મંગળ યુતિથી બને છે લક્ષ્મી યોગ

જ્યોતિષના અનેક યોગમાં ચંદ્ર મંગળની યુતિથી બનતા લક્ષ્મી યોગની ભારે ચર્ચા થાય છે. ચંદ્ર અને મંગળ જો કોઈ કુંડલીમાં સાથે હોય તો તે જાતક અટૂટ લક્ષ્મીનો સ્વામી બને છે. આ પ્રકારે મંગળને ચંદ્રની કોઈ રાશિમાં ગોચર કરવા માટે આર્થિક સ્થિતિ વિશેષ રૂપે પ્રભાવિત થશે.

શનિથી બન્યા સમસપ્તક યોગ

શનિથી બન્યા સમસપ્તક યોગ

કર્ક રાશિ સ્થિત મંગળનો મકર રાશિ સ્થિત શનિથી સમસપ્ત યોગ પણ બનશે. શાસ્ત્રીય ગણનાથી જોઈએ તો મંગળ શનિના સમ સપ્તક યોગથી સમુદ્રી તોફાન, પ્રકૃતિ પ્રકોપ તથા કટ્ટરપંથી રાષ્ટ્રો મધ્યે આપસી વિવાદની સ્થિતિ બને છે. જો કે ભારત માટે તેનો પ્રભાવ અલગ રહેશે.

English summary
Mars Transit in Cancer: effect and benefit on every zodiac
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X