May 2023 Horoscope : મે મહિનામાં આ પાંચ રાશિઓ માટે રહેશે શુભ, મળશે અઢળક લાભ

May 2023 Horoscope : મે 2023ની શરૂઆતમાં જ 5 તારીખના રોજ ચંદ્ર ગ્રહણ થવા જઇ રહ્યું છે. આ ઉપરાંત મે મહિનામાં 4 ગ્રહો ગોચર કરી રહ્યા છે. આ મહિનામાં શુક્ર ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે, જે બાદ કર્ક રાશિમાં મંગળ ગ્રહ ગોચર કરશે.

મે મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને બુધના ઉદય ઉપરાંત બુધ ગોચર પણ લોકોના જીવન પર મોટી અસર કરશે. આ ગ્રહોની સ્થિતિઓ માટે કઈ રાશિઓ શુભ સાબિત થશે, એ વિશે આ અહેવાલમાં જાણીશું.

May 2023 Horoscope

મેષ રાશિ : માસિક રાશિફળ અનુસાર મે મહિનો મેષ રાશિના લોકોને ઘણી સમસ્યાઓમાંથી રાહત અપાવશે. આ મહિનામાં કામ સારું રહેશે. આ સાથે તમારી છબી પણ વધુ સારી થશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં તમારી તરફેણમાં નિર્ણય આવી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

વૃષભ રાશિ : આ મહિનો વૃષભ રાશિના લોકોને દરેક બાબતમાં સફળતા અપાવશે. આ સાથે નોકરિયાત લોકો તેમના વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશે, જે માટે તેમણે શાનદાર પ્રદર્શન કરવું પડશે. આ સમય દરમિયાન કરેલા રોકાણથી લાભ થવાની શક્યતા છે. કરિયરમાં પ્રગતિ થશે. સંપત્તિના મામલાઓ તમારા પક્ષમાં રહેશે. જે લોકો વિદેશમાં વેપાર કરે છે, તેમને ઘણો લાભ થશે. આ મહિને આવકના સ્ત્રોત વધશે.

કર્ક રાશિ : આ મહિનો કર્ક રાશિના લોકોને નોકરી-ધંધાના કામમાં લાભ આપશે. કોર્ટના મામલાઓ બહાર પતાવી લેવામાં તમને લાભ થશે. આ મહિના દરમિયાન તમારી સમસ્યાઓ ઓછી થશે. વિદેશથી સંબંધિત વેપાર કરનારાઓને ફાયદો થશે. આ સમય દરમિયાન તમારા સિનિયર્સ તમારા પ્રત્યે દયાળુ રહેશે. આ મહિને પ્રવાસનું આયોજન થઇ શકે છો.

કન્યા રાશિ : આ મહિનો કન્યા રાશિના લોકોને કારકિર્દીની ઘણી નવી તકો આપશે. આ સમયે તમે પ્રગતિ કરશો. તમને પદ, પૈસા, માન-સન્માન મળશે. વેપારમાં નવી ડીલ ફાઇનલ થઇ શકે છે. આ સાથે નફામાં વધારો થશે. પરિવારના સભ્યોનો સહયોગ, સહકાર અને સ્નેહ મળશે. આ સમય દરમિયાન અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.

મીન રાશિ : માસિક રાશિફળ મુજબ આ મહિનો મીન રાશિના લોકો માટે મોટી સફળતા અપાવી શકે છે. તમને પ્રમોશન મળી શકે છે. આ સાથે તમારા ઉચ્ચ પદના લોકો સાથે સંબંધ સારા બનશે અને ભવિષ્યમાં તમને તેમનાથી ઘણો ફાયદો થશે. આ મહિનામાં પરિવાર સાથે સારો સમય પસાર થશે. જે લોકો રિલેશનશિપમાં છે, તેમના લગ્ન નક્કી થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X