બુધનો મેષ રાશિમાં પ્રવેશ બદલી શકે છે તમારુ જીવન !

બુધ 09 મે 2018ને બુધવારની સાંજ 5:45 મિનિટથી મીન રાશિમાંથી નીકળી મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે.

બુધ 09 મે 2018ને બુધવારની સાંજ 5:45 મિનિટથી મીન રાશિમાંથી નીકળી મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. બુધ વાણી, વેપાર, પ્રેમ, ટેકનીક, ગણિત, કમ્યુનિકેશન સ્કિલનું પ્રતિનિધિત્વ કરે છે, તેના ગોચરનો પ્રભાવ તમારા જીવન પર પડશે, આવો જાણો તમારી રાશિ પર તેનો કેવો પ્રભાવ રહેશે?

મેષ

મેષ

બુધ ગ્રહ તમારા પ્રથમ ભાવમાં સ્થિત રહેશે. જેને કારણે મેષ રાશિના જાતકોની ભાષામાં તીખાપણું અને વિના કારણે બહેસબાજીમાં ઉગ્ર ભાષા શૈલીનો ઉપયોગ કરી શકે છે. લગ્નજીવનમાં અનબનના સંકેત છે. બુધ તમારા બૈદ્ધિક જ્ઞાનમાં વધારો કરશે. નવા બિઝનસના આરંભ દ્વારા લાભ થઈ શકે છે.

વૃષભ

વૃષભ

12માં ભાવનો બુધ તમારા ખર્ચામાં વધારો કરાવશે. કેટલાક લોકોને દૂરનો પ્રવાસ કરવાનો આવશે. મનને શાંત અને શક્તિશાળી બનાવવા માટે ધ્યાનનો આશરો લઈ શકો છો. પ્રેમી યુગલો માટે આ સમય સામાન્ય રહેશે, ઉલ્ટાનું પહેલાની સરખામણી એ તાણ વધી શકે છે.

મિથુન

મિથુન

બુધ તમારા 11માં ભાવમાં ભ્રમણ કરશે. લાભ ભાવમાં રહેવાને કારણે તમારી આવકમાં વધારો થશે. પ્રેમ જીવન માટે આ સમય સારો છે. એકબીજાને મળવાની પૂરતીં તકો મળી રહેશે. કેરિયરની દિશામાં નવી તકો મળશે. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. કાર્યસ્થળે સિનિયર સાથે બહેસ કરવાથી બચવું.

કર્ક

કર્ક

દશમા ભાવમાં બુધનું ભ્રમણ કાર્ય અને વ્યવસાયમાં વૃદ્ધિ કરાવશે. જે લોકો વિદેશ સાથે જોડાયેલા છે તેમને લાભ થશે. આ સમયે તમારી વાણી પર નિયંત્રણ રાખજો. જમીન-મકાન સાથે જોડાયેલાને લાભ થશે. કેટલાક જાતકો નવી ખરીદી પણ કરી શકે છે.

સિંહ

સિંહ

તમારા ભાગ્ય ભાવમાં બુધનું ગોચર આવકમાં વધારો કરશે. ભાઈ-બહેનની મદદ મેળવી શકશો. કોઈ ગુપ્ત પ્રેમ સંબંધ ઉધાડો પડી જશે. જીવનસાથી સાથે તનાવ રહેશે. મનની શાંતિ માટે ધ્યાન અને યોગ કરજો.

કન્યા

કન્યા

બુધ તમારી રાશિના આઠમાં ભાવમાં ગોચર કરશે. અચાનક સમસ્યાઓ ઉભી થશે. લગ્નેશ બુધ આઠમાં ભાવમાં રહેવાથી શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે. વિરોધી તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. જેનાથી તમારી છવી બગડશે. કાર્યક્ષેત્રે ધ્યાન આપી શકશો નહિં. મન બેચેન રહેશે. પ્રેમ બાબતે સમજી વિચારીને નિર્ણય લેજો.

તુલા

તુલા

સાતમાં ભાવમાં બુધનું ગોચર તમને શુભ પરિણામ આપશે. માનસિક શાંતિ મળશે. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. વિરોધી તમારુ કંઈ બગાડી શકશે નહિં. કેટલીક અગત્યની જવાબદારી તમારા માથે આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય બગડશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમારી રાશિના છઠ્ઠા ભાવમાં બુધનું ગોચર તમને અનેક રોગો આપશે. પરિવારમાં કોઈની સાથે મતભેદ થઈ શકે છે. આવકની સરખામણીએ ખર્ચા વધારે રહેશે. સમજી-વિચારીને લીધેલા નિર્ણયો દ્વારા લાભ થશે. લગ્નજીવનમાં કોઈ મોટા કાર્યનું પ્લાનિંગ કરશો.

ધન

ધન

પાંચમા ભાવમાં બુધનું ગોચર તમને પ્રેમમાં સફળતા અપાવશે, જેનાથી તમારી માનસિક પ્રફુલિતામાં વધારો થશે. દિલની સરખામણીએ દિમાગથી કામ લેવું. વેપારમાં વધારો થશે. જે લોકો અપરણિત છે તેમના વિવાહના યોગ જણાઈ રહ્યા છે. વિદ્યાર્થિઓ માટે આ સમય ઉત્તમ રહેશે.

મકર

મકર

બુધ તમારા ચોથા ભાવમાં ગોચર કરશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે, માતા દ્વારા લાભ થવાની શક્યતા છે. જમીન, વાહન વગેરેની ખરીદી કરી શકો છો. કેટલાક જાતકોને પૈતૃક સંપતિમાં વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે.

કુંભ

કુંભ

બુધના ત્રીજા ભાવમાં ગોચરને કારણે કુટુંબમાં કોઈ વડિલનું આરોગ્ય બગડી શકે છે. કેટલાક જાતકોના આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે. સખત પરિશ્રમ ભાગ્યમાં વૃદ્ધિ આવશે. પ્રેમ સંબંધો માટે બુધનું ગોચર ફળદાયી રહેશે. જુઠ્ઠાણાનો વધુ સહારો લેશો નહિં, તમારી છવી ખરડાઈ શકે છે.

મીન

મીન

તમારી રાશિના બીજા ભાવમાં બુધ ગોચર કરશે. સાસરી પક્ષ દ્વારા કોઈ મદદ મળી શકે છે. તમારી વાણીને કારણે તમે લોકોના પ્રિય બનશો. કેટલાક લોકોને પોતાના ગુસ્સા પર કાબુ મેળવવાની જરૂર છે, નહિંતર સંબંધોમાં તિરાડ પડશે. કેરિયર માટે આ સમય સારો સંકેત આપી રહ્યું છે. જીવનસાથીના આરોગ્યનું ધ્યાન રાખજો. યોગ કરવાથી મનને શાંતિ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X