બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે શરૂ થયો સોનેરી કાળ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

જ્ઞાન, વિવેક, ચતુરાઈ અને વેપાર, વ્યવસાયનો પ્રતિનિધિ ગ્રહ બુધ 15 એપ્રિલથી રેવતી નક્ષત્રમાં બપોરે 2 વાગ્યાને 53 મિનિટથી સીધી ચાલ ચાલવા લાગશે. બુધના વક્રી થવાને કારણે વેપારીઓને કેટલીક મુશ્કેલીઓ આવી છે. ધંધો મંદો હતો, સાથે જ લેખકો અને ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થિઓ માટે આ સમય અસફળતા લાવનારો રહ્યો છે. જો કે હવે બુધના માર્ગી થવાથી આ મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થતી જશે. આવો જાણો કયા પ્રોશનસ સાથે જોડાયેલા લોકોને બુધના માર્ગી થવાથી લાભ થશે.

વેપારીઓ

વેપારીઓ

વ્યવસાય કરનારા લોકોને વક્રી બુધને કારણે પૈસાનું નુકશાન, ઈચ્છિત લાભ ન મળવો, વેપારમાં નુકશાન જેવી અનેક મુશ્કેલીઓ રહી. આ 25 દિવસમાં વેપાર બંધ થવા સુધીની નોબત આવી ગઈ. અનેક કંપનીઓનું દેવાળું નીકળી ગયુ. હવે 15 એપ્રિલથી બુધના માર્ગી થવાથી બિઝનસમાં ઉન્નતિના દિવસો શરૂ થશે. નવો વેપાર શરૂ કરવાની તક મળશે. જે લોકો વેપારનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યા છે તેમની માટે આ સમય ઉત્તમ છે.

ઉપાય- આ માટે તમારે માત્ર 15 એપ્રિલે ગણપતિના મંદિરમાં બેસનની મિઠાઈનો નિવેધ ધરાવવો અને આ પ્રસાદ ગરીબોમાં વહેંચી દેવો.

વિદ્યાર્થિઓ

વિદ્યાર્થિઓ

બુધના માર્ગી થવાથી ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થિઓ અત્યંત તાણમાં હતા. તેમને પરિક્ષા, સ્પર્ધામાં ઈચ્છિત પરિણામ મળ્યુ નથી. વિદેશમાં શિક્ષણ મેળવવાનું સપનું પૂરું નથી થયું. તેમને 15 એપ્રિલથી આ તમામ મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. વિદેશમાં અભ્યાસનું સપનું પૂરું થશે. માનસિક શાંતિ અને આત્મ-વિશ્વાસમાં વધારો થશે.

ઉપાય-આ માટે વિદ્યાર્થિઓએ 15 એપ્રિલના દિવસે ગણપતિના મંદિરમાં 108 દુર્વા અર્પિત કરે અને ગાયને લીલો ચારો ખવડાવો.

લેખકો, બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા લોકો

લેખકો, બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા લોકો

બુધ ગ્રહ લેખન, પઠન, બૌદ્ધિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. વક્રી બુધને કારણે લેખકો, પત્રકાર તેમના પ્રોફેશનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા છે. અનેક પત્રકારોની નોકરી છૂટી ગઈ. લેખકોને આ સમયે આલોચનાનો ભોગ બનવું પડ્યુ. જો કે બુધના માર્ગી થવાથી તેમનું ખોવાયેલું સન્માન પાછુ આવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટુ સન્માન મળી શકે છે. પત્રકારોના કામની પ્રશંસા થશે, પદમાં વધારો થશે. સાથે જ બૈદ્ધિક કાર્યો સાથે જોડાયેલા લોકો સફળતાનો આનંદ માણશે.

ઉપાય-આ માટે 15 એપ્રિલે ગણપતિના મંદિરમાં લીલા કવર વાળી એક ડાયરી અને લીલા રંગની સ્યાહી વાળી પેન ભેટ આપો.

English summary
Merury position change, golden period for some people

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.