મિથુન લવ રાશિફળ 2022(Gemini Love Horoscope): સાથ નિભાવનાર પાર્ટનર મળશે

જાણો મિથુન લવ રાશિફળ 2022.

નવી દિલ્લીઃ વર્ષના પ્રારંભમાં મિથુન રાશિના જાતકોના સપ્તમ સ્થાનમાં મંગળ-શુક્રની યુતિ બનેલી છે. સપ્તમ સ્થાન પ્રેમ, દાંપત્ય અને ભાગીદારીનુ સ્થાન છે. માટે અહીંથી સંકેત મળી રહ્યા છે કે તમારી લવ લાઈફ વર્ષ 2022ના પ્રારંભથી સારી રહેવાની છે. જો તમને હજુ સુધી કોઈ પ્રેમ સંબંધ ન મળ્યો હોય તો મળી જશે. તમને કોઈ એવો પાર્ટનર મળવાનો છે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવશે. તમે પ્રેમના સમુદ્રમાં ડૂબકીઓ લગાવશો અને તેની સાથે સારો સમય પસાર કરશો.

gemini

તમારે એ વાતનુ ધ્યાન રાખવુ પડશે કે એકબીજા પર ભરોસો જ પ્રેમને મજબૂતી આપશે. માર્ચથી જૂનના મધ્યના સમયમાં શુક્રના પ્રભાવથી પ્રેમ મજબૂત થશે અને પાર્ટનર સાથે ક્યાંક ફરવાનો મોકો મળશે. જો કે એપ્રિલ મધ્યમાં મેષ રાશિમાં પ્રવેશ કરવાના કારણે અમુક બાબતે પાર્ટનર સાથે વિવાદ પણ થઈ શકે છે.

આ દરમિયાન તમારા તમારે ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવુ પડશે. ઓગસ્ટથી ડિસેમ્બરનો સમય તમારા પ્રેમને લગ્નમાં ફેરવવાનો સમય રહેશે. વર્ષનુ અંતિમ સપ્તાહ થોડુ મુશ્કેલીભર્યુ હોઈ શકે છે. તમારે તમારા લાઈફ પાર્ટનર કે પ્રેમી સાથે મનદુઃખના કારણે અલગ થવુ પડી શકે છે.

ઉપાયઃ આ રાશિના જાતકોએ પેરિડાટ પહેરવુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X