Mitra Saptami 2022: ક્યારે છે મિત્ર સપ્તમી? શું છે તેનુ મહત્વ?
માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની સપ્તમીના દિવસે ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. જાણો તેનુ મહત્વ.
Mitra Saptami 2022: માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની સપ્તમીના દિવસે ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. સૂર્ય ભગવાનનુ એક નામ મિત્ર પણ છે. તેથી આ દિવસને મિત્ર સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે. મિત્ર સપ્તમી 29 નવેમ્બર 2022ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિો વાસ થાય છે.

મિત્ર સપ્તમીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવો. પૂજન કરો અને આદિત્યહૃદય સ્તોત્ર અથવા સૂર્યદેવના મંત્ર ઓમ મિત્રાય નમઃ નો જાપ કરો. આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ રોગોથી મુક્તિ મળે છે.
શું ઉપાય કરશો
- મિત્ર સપ્તમીનુ વ્રત રાખવુ. આ દિવસે ફળાહાર કરવો. મીઠાનુ સેવન બિલકુલ ન કરવુ.
- મિત્ર સપ્તમીના દિવસે લાલ ચંદનની માળા અથવા રૂદ્રાક્ષની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માનસિક સુખ, શાંતિ, માનસિક અને શારીરિક શક્તિ મળે છે.
- ઓમ મિત્રાય નમઃ મંત્રની સાત માળા કરવાથી તમામ રોગોથી મુક્તિ મળે છે.
- ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને પાણીના વહેતા પ્રવાહની વચ્ચેથી સૂર્યદેવના દર્શન કરવાથી આંખના રોગો મટે છે. મિત્ર સપ્તમીના દિવસે સાત ઘોડા પર બેઠેલા સૂર્યદેવના ચિત્ર કે મૂર્તિની પૂજા કરવાથી ચામડીના રોગો દૂર થાય છે.
- જો કુંડળીમાં સૂર્યની ખરાબ દશા ચાલી રહી છે, જો સૂર્ય નીચ રાશિમાં હોય તો 10 કિલો ઘઉંમાં સવા કિલો ગોળ રાખીને કોઈ ગરીબને દાન કરો.
- આ દિવસે કપાળ અને હૃદય પર લાલ ચંદનનુ તિલક લગાવવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- જો સૂર્યની દશા-અંતર્દશા ચાલી રહી હોય તો માણિક્ય સોનાની વીંટી પહેરવી.












Click it and Unblock the Notifications
