Vastu tips for Money Plant: શું મની પ્લાન્ટને ચોરી કરીને ઘરમાં લગાવવો જોઈએ?
Vastu Tips for Money Plant: ભારત દેશમાં વૃક્ષો, છોડ અને નદીઓની પૂજા કરવામાં આવે છે. દેવતા વૃક્ષો અને છોડમાં રહે છે એવું માનવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં શુભતા માટે ઘણા છોડ લગાવે છે. આવો જ એક છોડ મની પ્લાન્ટ છે, જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે.
જે ઘરમાં આ છોડ રાખવામાં આવે છે ત્યાં પૈસાની કમી નથી હોતી એવુ માનવામાં આવે છે. કેટલાક લોકોનુ માનવુ છે કે આ છોડ ત્યારે જ શુભ અસર આપે છે જ્યારે તેને કોઈ બીજાના ઘરમાં ચોરી કરીને લગાવવામાં આવે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ સંપૂર્ણપણે ખોટુ છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટની ચોરી ક્યારેય ન કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમે આવું કરો છો તો તમે ખોટું કરી રહ્યા છો કારણ કે આ રીતે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી ન માત્ર આર્થિક સ્થિતિ ખરાબ થાય છે, પરંતુ ઘરમાં ગરીબી રહે છે અને આ છોડની વિપરીત અસર ઘરમાં થાય છે. તે પરિવારના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. લોકો બીમાર પડવા લાગે છે અને પરિવારમાં ઝઘડાઓ શરૂ થાય છે.
ઘરમાં મની પ્લાન્ટ લગાવતા પહેલા આ બાબતોનુ ધ્યાન રાખવુ
- મની પ્લાન્ટને ચોરી કરીને નહીં પરંતુ પોતાના પૈસાથી ખરીદો.
- ઘરની અંદર મની પ્લાન્ટ લગાવવાનો પ્રયાસ કરો, તેને ઘરની બહાર લગાવવાનું ટાળો.
- કાચની બોટલમાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે.
- તેને પ્લાસ્ટિકની બોટલમાં ન લગાવવો જોઈએ, તે સ્વાસ્થ્ય માટે સારું નથી.
- મની પ્લાન્ટને માટીના વાસણમાં અથવા જમીનમાં પણ લગાવી શકાય છે, તે ઘર અને પરિવાર માટે પણ સારુ છે.
- વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવો, આમ કરવું દરેક રીતે શુભ છે.
- શુક્રવારના દિવસે મની પ્લાન્ટને રોજ પાણી અને દૂધથી સિંચવાથી શુભ ફળ મળે છે, ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી.
- મની પ્લાન્ટ ક્યારેય પણ ગુચ્છમાં ન લગાવવો જોઈએ, તેના વેલાને એક પછી એક આગળ લઈ જવા જોઈએ.
- મની મની પ્લાન્ટની વેલો ક્યારેય જમીન પર લટકવી ન જોઈએ. તેઓ એક દિશામાં ઉપર તરફ જતી લગાવવી જોઈએ.
મની પ્લાન્ટના પાંદડાનો આકાર સિક્કા જેવો હોય છે, તેથી તેને મની પ્લાન્ટ કહેવામાં આવે છે. તે સમૃદ્ધિ, પવિત્રતા અને શુભતાનું માનક છે. ફેંગશુઈમાં પણ તેને ખૂબ જ નસીબદાર અને સારો છોડ કહેવામાં આવે છે. તેઓ માને છે કે જ્યાં આ છોડ રહે છે ત્યાં આસપાસનું વાતાવરણ ખૂબ જ શુદ્ધ રહે છે. આને જોવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. તે પ્રેમ અને શાંતિ માટે પણ જાણીતુ છે.












Click it and Unblock the Notifications
