Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Astro Calendar: જુલાઇ 2017 નું રાશિફળ

અહીં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે કયો દિવસ તમારા માટે શું લઈને આવશે.

પં. અનુજ કે. શુક્લનું જ્યોતિષ કેલેન્ડર: ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે, એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે પં. અનુજ કે. શુક્લએ તૈયાર કર્યું છે તમારું 'જ્યોતિષ કેલેન્ડર'. જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારું કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે, વગેરે જેવી બાબતો તમે જાણી શકશો.

આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે, આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈ પણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ:

હૃદય - આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.
વીજળી - આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.
મકાન - આ દિવસે તમે મકાન ખરીદી કે વેચી શકો છો.
સ્માઈલ - આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.
ઉદાસી - આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.
સ્ટાર - આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.
સિક્કા - જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય કહી શકાશે. કેટલાક કૌટુંબિક અથવા ઓફિસના કારણો તમને 2, 9, 17, 21 ચિંતા કરાવી શકે છે. 1, 26 તારીખો નાણાકીય ફાયદો જણાવી રહી છે, જે તમને મોટો લાભ કરાવશે. મિલકતને લગતા કામો કરવા માટે 28 તારીખ ઉત્તમ રહેશે.

વૃષભ

વૃષભ

પ્રેમ જીવન માટે આ સમય ઉત્તમ છે. 3, 6, 10, 24 તારીખ પ્રેમીઓ માટે ઉત્તમ છે. નવી મિલકતની ખરીદી કે વેચાણ અંગે વિચારી રહેલા જાતકોની આ માસ દરમિયાન ઈચ્છા પૂરી થઈ શકે છે. મિલકતના કરાર માટે તમે 2, 8, 22 તારીખની પસંદગી કરશો તો અવશ્ય લાભ મેળવશો.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકોને આ માસ દરમિયાન રોમાંસમાં વધારો થશે. પ્રેમી તરફથી ખૂબ પ્રેમ મેળવશો. જે લોકો એકલું જીવન જીવી રહ્યા છે તેમને તેમનો જીવનસાથી આ સમય દરમિયાન મળવાની શક્યતા છે. ઉપરાંત કેટલાક કૌટુંબિક અને વ્યવસાયિક કારણે તમને ઉદાસી રહેશે. મન અશાંત રહેશે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકો માટે આ માસ ઉદાસી ભરેલો રહેશે. અનેક જુદા જુદા કારણો તમારો પીછો છોડશે નહિં. આ સમય દરમિયાન માનસિક અશાંતિ રહેવાને કારણે કામમાં મન પોરવી શકશો નહિં. 9 તારીખ શુભ કામો કરવા માટે સારી છે. તમારું કામ સફળ થશે. આર્થિક સ્થિતિ ઠીક-ઠાક રહેશે.

સિંહ

સિંહ

કૌટુંબિક અને વ્યવસાયિક ક્ષેત્રે ખુશીઓ છવાયેલી રહેશે. 3, 27, 29 નો દિવસ તમારા માટે ખુશીઓ લઈને આવશે. તેની સાથે જ કેટલાક કારણો તમને ચિંતા પણ કરાવશે. નાણાકીય દ્રષ્ટિએ આ માસ દરમિયાન તમને ઠીક-ઠાક ફાયદો થઈ શકે છે.

કન્યા

કન્યા

તમારા માટે આ માસ અત્યંત ફળદાયી સાબિત થશે, જે પણ કરશો તેમાં ભાગ્યનો તમને સાથ મળી રહેશે. ધારેલા કામો પૂરાં કરવા માટે આ માસની 5, 12, 31 તારીખ શુભ રહેશે. જીવનમાં શાંતિ રહેવાને કારણે તમે ખુશ રહેશો. પ્રેમી યુગલો માટે પણ આ સમય સારો સાબિત થશે.

તુલા

તુલા

તુલા રાશિના જે જાતકો નવા કામો કરવાનું વિચારી રહ્યા હોય તે 2, 3, 5 તારીખની પસંદગી કરી શકે છે. 22મી તારીખ તમારા જીવનમાં કોઈ મુશ્કેલીના એંધાણ આપી રહી છે. આ માસ દરમિયાન તમને ઉદાસી રહેશે, પરંતુ ચિંતા કરશો નહિં. તમે પ્રેમી કે કુટુંબ સાથે સમય વિતાવી પોતાનું દુઃખ દૂર કરી શકો છો.

વૃશ્ચિક

વૃશ્ચિક

પ્રેમી યુગલો માટે આ સમય નિકટતા વધારશે. બંન્ને સાથે રહેવાના બહાના શોધતા રહેશો. લાંબા સમયથી અટકેલા મિલકતને લગતા કામો કરવા માટે આ સમય સારો છે. આ માટે તમે 14, 16, 27 તારીખની પસંદગી કરશો તો અવશ્ય નફો મેળવશો.

ધન

ધન

ધન રાશિના જાતકોને ભાગ્યનો સાથ છે, પરિણામે ચિંતા કરવાની ખાસ જરૂર નથી. પ્રેમ જીવનમાં પ્રેમનો વરસાદ વરસશે. પ્રેમીના સાથ હેઠળ તમે ખુશ રહેશો, ઉત્તમ સમય વિતાવશો. સંતાનોને લઈ, આર્થિક કારણોને લઈ તમે ઉદાસ રહેશો. ચિંતામાંથી રાહત મેળવવા તમે કુટુંબ સાથે સમય વિતાવી શકો છો.

મકર

મકર

આ માસ દરમિયાન તમને નોકરી કે વેપારમાંથી અથવા કોઈ અન્ય સ્ત્રોત દ્વારા આર્થિક લાભ થઈ શકે છે. ઉપરાંત ભાગ્યનો પણ પૂરો સાથ છે. સમજી લેજો કે તમારી બધી જ આંગળીઓ ઘીમાં છે. પ્રેમ જીવન પણ તમારું ખુશનુમા રહેશે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. બંને કોઈ રમણીય સ્થળે ફરવા પણ જશો.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકોને આ મહિને ચિંતાના વાદળો ઘેરાયેલા રહેશે. નાણકીય સ્થિતિ સારી ન રહેવાને કારણે તમે ઉદાસ રહેશો. મહત્વના કામમાં ભાગ્યનો તમને સાથ મળતો રહેશે, પરિણામે ઉદાસી છોડી આગળ વધો. 2, 4, 7, 20 તારીખ તમને ખુશ કરી દેશે. નાણાકીય ફાયદો ખાસ જણાતો નથી.

મીન

મીન

મીન રાશિના જાતકોને ઉદાસી ભર્યા દિવસો રહેશે. નવા કામો કરવા માટે આ સમય સારો છે. નવો વેપાર અને નવી નોકરીની શોધ કરનારા લોકો આ માસ દરમિયાન આશા રાખી શકે છે. પ્રેમનો એકરાર કરનારા લોકો માટે 2, 3, 10 તારીખ ઉત્તમ છે, તમે પ્રેમી સાથે ડિનર પ્લાન કરી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X