Mundan Muhurat 2024: મુંડન મુહૂર્ત, મુંડન સંસ્કારના લાભ તથા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં જન્મ પછી દરેક શિશના ગર્ભકાળના વાળ ઉતારવાની પરંપરા છે, તેને જ મુંડન સંસ્કાર કહેવાય છે. બાળકોનું મુંડન 3, 5 અને 7 વગેરે વિષમ વર્ષોમાં કરાય છે. જ્યારે બાળકીઓનું મુંડલ સમ વર્ષોમાં કરાય છે. જો કે કેટલાક કુળ પરંપરા અનુસાર 1 વર્ષની ઉંમરે જ મુંડમ સંસ્કાર કરતા હોય છે.

મુંડનને લઈ હિન્દુ ધાર્મિક માન્યતા છે કે પૂર્વ જન્મોના ઋણથી મુક્તિના ઉદ્દેશ્યથી જન્મકાલિન વાળ કાપવામાં આવે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિ મુજબ જ્યારે બાળક માતાના પેટમાં હોય છે તો તેના માથાના વાળમાં ઘણા નુકસાનકારક બેક્ટેરિય લાગી જાય છે જે જન્મ પછી ધોવાથી પણ નથી નીકળી શકતા માટે બાળકના જન્મના 1 વર્ષમાં એક વખત મુંડન કરાવવું જરૂરી છે.
મુંડન મુહૂર્ત માટે તિથિ- નક્ષત્ર
- હિન્દુ પંચાંગ મુજબ કારતક, માગશર, પોષ (મોટાં બાળકોનાં મુંડન આ મહિનામાં ના કરવાં તથા આ મહિને જન્મ લેનાર બાળકોના મુંડન પણ આ મહિને ના કરવાં), મહા (મુંડન અષાઢી એકાદશી પહેલાં કરો), ભાદરવો અને આસો મહિનામાં બાળકોના મુંડન સંસ્કાર કરાવવા જોઈએ.
- તિથિઓમાં બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગિયારસ, અને તેરસ મુંડન સંસ્કાર માટે શુભ માનવામાં આવે છે.
- મુંડન માટે સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર શુભ દિવસ માનવામાં આવ્યા છે. શુક્રવારે બાળકીઓના મુંડન ના કરવા જોઈએ.
- નક્ષત્રોમાં અશ્વિની, મૃગશિરા, પુષ્ય, હસ્ત, પુનર્વસુ, ચિત્રા, સ્વાતિ, જ્યેષ્ઠ, શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા મુંડન સંસ્કાર માટે શુભ માનવામાં આવ્યા છે.
- કેટલાક વિદ્વાનોના મતે, જન્મ મહિનો, જન્મ નક્ષત્ર અને ચંદ્ર ચોથા, આઠમ, બારસ અને શત્રુ ઘરમાં હોય ત્યારે વાળ ઉતારવા પ્રતિબંધિત માનવામાં આવે છે. તે જ સમયે, કેટલાક વિદ્વાનો જન્મ નક્ષત્ર અથવા જન્મ ચિહ્નને મુંડન માટે શુભ માને છે.
મુંડન સંસ્કારના લાભ
- મુંડન પછી બાળકોના શરીરનું તાપમાન સામાન્ય થઇ જાય છે. તેનાથી મસ્તિષ્ક સ્થિર રહે છે, સાથે જ બાળકોને શારીરિક તથા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ નથી થતી.
- મુંડનના પ્રભાવથી બાળકોના દાંત નિકળતી વખતે થતી પીડા દૂર થાય છે.
- જન્મકાલીન વાળ ઉતાર્યા પછી મસ્તિષ્ક પર તડકો પડવાથી વિટામિન ડી મળે છે. તેનાથી કોશિકાઓમાં રક્તનો પ્રવાહ સારી રીતે થાય છે અને તેના પ્રભાવથી ભવિષ્યમાં આવતા વાળ પણ સારા થાય છે.
- મુંડન વિશે, યજુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુંડન સંસ્કાર શક્તિ, ઉંમર, સ્વાસ્થ્ય અને તેજ વધારવા માટે કરવામાં આવતો ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્કાર છે.
મુંડન સંસ્કાર માટે 2024માં કુલ 22 શુભ મુહૂર્ત
વર્ષ 2024માં મુંડનના કુલ 22 શુભ મુહૂર્ત છે, 21 ફેબ્રુઆરીએ, 2 ફેબ્રુઆરીએ, 29 ફેબ્રુઆરીએ, 8 માર્ચે, 20 માર્ચે, 27 માર્ચે અને 28 માર્ચે તથા 4 એપ્રિલ, 5 એપ્રિલ અને 15 એપ્રિલ તથા 3 મે, 10 મે, 20 મે, 24 મે, 29 મે, 30 મે તથા 10 જૂન, 17 જૂન, 21 જૂન, 24 જૂન, 26 જૂન અને 15 જુલાઈના રોજ મુંડન સંસ્કાર માટે શુભ મુહૂર્ત છે.












Click it and Unblock the Notifications
