P અક્ષર વાળા હોય છે "સોશિયલ પર્સન"
'P' અક્ષરથી નામ શરૂ થતાં હોય એ લોકો સિદ્ધાંતવાદી અને સમાજમાં આગળ પડતા હોય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'O' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'P' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'P' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

- જેમનું નામ અંગ્રેજી અક્ષર 'P' થી શરૂ થતું હોય તેવા લોકો ઘણાં સોશિયલ હોય છે, તેમને દેશ-દુનિયા, ઘર-પરિવાર દરેકનો ખ્યાલ હોય છે.
- તેમના માટે પોતાનું અને પોતાના કુટુંબનું માન-સન્માન બહુ મહત્વ ધરાવે છે, આ માટે તેઓ કોઈ પણ ત્યાગ કરવા તૈયાર હોય છે.
- તેમના સિદ્ધાંતો જરા જુદા હોય છે, જેના માટે તે કોઈ જ બાંધછોડ કરવા તૈયાર થતા નથી.
- તેઓ પોતાના વિચારો બીજા પર થોપવાનો પ્રયત્ન કરે છે, જે તેમના સ્વભાવની ખામી છે, માટે તેમને હંમેશા લોકોના વિદ્રોહનો સામનો કરવો પડે છે.

- સ્વભાવે તેઓ ચતુર હોય છે. તેઓ મોટાભાગે કોઈ ધંધો કે વ્યવસાય કરવાનું પસંદ કરે છે.
- ધન-ધાન્યની તેમને કોઈ જ ખોટ હોતી નથી.
- તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે, જ્યાં પણ જાય ત્યાં ખૂબ ઝડપથી તેઓ આકર્ષણનું કેન્દ્ર બને છે.
- તેઓ પ્રેમ જેવા શબ્દોમાં ઓછો વિશ્વાસ ધરાવે છે.

- તેમના માટે તેમની સેક્સલાઈફ એક જરૂરિયાતથી વધારે કંઈ જ નથી.
- જો કે તેઓ જેને પણ પોતાના ગણે છે તેને મનથી પોતાના માને છે અને તેને માટે બધું જ કરી છૂટે છે.
- આ જ કારણે લોકો તેમના પક્ષે રહેવાનો ડોળ પણ કરે છે.
- શિસ્તમાં રહેવું અને શિસ્તનું પાલન કરાવવું તેમને બરાબર આવડે છે.

- તેઓ જિદ્દી સ્વભાવના હોવાને લીધે પોતાના ઘર અને ઓફિસમાં તનાશાહી રાજ ચલાવે છે.
- તેમની નજરમાંથી એક વાર જે ઉતરી જાય તે લાખ પ્રયત્નો કરવા છતાં ફરી તેમના મનમાં સ્થાન મેળવી શકતો નથી.
- આ નામના લોકો અત્યંત આબરૂવાળા અને અનુશાસનપ્રિય હોય છે. તેમનું સમાજમાં એક અલગ સ્થાન હોય છે.
- અંતે, તેઓ પોતાના જીવનમાં ઘણાં સફળ થાય છે.












Click it and Unblock the Notifications
