For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2020: પૂજા વિધિ, ગરબા સ્થાપના, અને શુભ મુહૂર્ત

Navratri 2020: પૂજા વિધિ, ગરબા સ્થાપના, અને શુભ મુહૂર્ત

|
Google Oneindia Gujarati News

શારદીય નવરાત્રીમાં દેવીની આરાધનાનું વિધાન છે. નવરાત્રિ દરમ્યાન દેવીની ઉપાસના કરવાથી બધી જ મનોકામના પૂરી થતી હોવાની માન્યતા છે. કહેવાય છે કે નવરાત્રિ દરમ્યાન જે કોઈપણ વ્યક્તિ સાચા મનથી અને યોગ્ય વિધિ વિધાનથી દેવીની પૂજા કરે છે, તેના તમામ કષ્ટો દૂર થાય છે. આવા વ્યક્તિ પર દેવીની કૃિપા બની રહે છે અને તેમના તમામ કષ્ટ, દુખ અને દર્દ દૂર થઈ જાય છે. માટે જે લોકોને પણ દેવીની કૃપા પર વિશ્વાસ છે તેમણે નવરાત્રીમાં યોગ્ય વિધિથી પૂજા જરૂર કરવી જોઈએ.

શારદીય નવરાત્રીની પૂજા વિધિ

શારદીય નવરાત્રીની પૂજા વિધિ

નવ દિવસના આ મહાપર્વ દરમ્યાન સૂર્યોદય પહેલાં ઉઠો. સ્નાન કરી સાફ કપડાં પહેરો. ચોકી પર સ્થાપિત દેવી અને કળશ પર ગંગાજળનો છંટકાવ કરો. જે બાદ દેવીનું ધ્યાન કરતાં જ્યોત પ્રગટાવો. સાથે જ ધૂપ અને અગરબત્તી પણ પ્રગટાવો. જઉના પાત્રમાં જળ ચઢાવો. દેવીના મસ્તસ્ક પર કુમકુમનું તિલક લગાવો.

માતાની પ્રતિમા પર ફૂલનો હાર અર્પિત કરો. દેવીની સ્તુતિ, સ્તોત્ર અને ચાલીસા વાંચો, સાથે જ દેવીના મંત્રોનો જાપ કરો. પછી સહપરિવાર દેવીની આરતી કરો. પછી દેવીને ફળ કે મિઠાઈનો ભોગ અવશ્ય ચઢાવો.

નવરાત્રિનો પાવન પર્વ આજથી શરૂ, ગુજરાત સરકારે આ વસ્તુઓની છૂટ આપીનવરાત્રિનો પાવન પર્વ આજથી શરૂ, ગુજરાત સરકારે આ વસ્તુઓની છૂટ આપી

નવરાત્રી પૂજાનું શુભ મુહૂર્ત

નવરાત્રી પૂજાનું શુભ મુહૂર્ત

શૈલપુત્રી માતા વ્રત- 17 ઓક્ટોબર, શનિવારે- સાંજે 5 વાગીને 49 મિનિટથી સાંજે 7 વાગીને 5 મિનિટ સુધી
બ્રહ્મચારિણી માતા વ્રત- 18 ઓક્ટોબર, રવિવારે- સાંજે 5 વાગીને 37 મિનિટથી સાંજે 7 વાગીને 1 મિનિટ સુધી
ચંદ્રઘંટા માતા વ્રત- 19 ઓક્ટોબર, સોમવારે- સાંજે 5 વાગીને 36 મિનિટથી સાંજે 7 વાગ્યા સુધી.
કુષ્માંડા માતા વ્રત- 20 ઓક્ટોબર, મંગળવાર- સાંજે 5 વાગીને 35 મિનિટથી સાંજે 5 વાગીને 59 મિનિટ સુધી
સ્કંદ માતા વ્રત- 21 ઓક્ટોબર- બુધવારે- સાંજે 5 વાગીને 34 મિનિટથી સાંજે 5 વાગીને 58 મિનિટ સુધી
કાત્યાયની માતા વ્રત- 22 ઓક્ટોબર, ગુરુવાર- સાંજે 5 વાગીને 44 મિનિટથી 5 વાગીને 57 મિનિટ સુધી.
કાળરાત્રી માતા વ્રત- 23 ઓકટોબર, શુક્રવાર- સાંજે 5 વાગીને 32 મિનિટથી 5 વાગીને 56 મિનિટ સુધી
મહાગૌરી માતા વ્રત/ સિદ્ધિદાત્રી માતા વ્રત- 24 ઓક્ટોબર, શનિવાર- સાંજે 5 વાગીને 42 મિનિટથી 6 વાગીને 59 મિનિટ સુધી

નવરાત્રિ પૂજાની સામગ્રી

નવરાત્રિ પૂજાની સામગ્રી

લાલ કપડું, કળશ, કુમકુમ, લાલ ઝંડો, પાન-સોપારી, કપૂર, જવ, નારિયળ, જાયફળ, લવિંગ, આંબાના પત્તાં, કેળાં, ઘી, ધૂપ, દીવો, અગરબત્તી, માચિસ, મિશ્રી, જ્યોત, માટી, માટીનું વાસણ, એક નાની ચુંદરી, એક મોટી ચુંદરી, માતાના શ્રૃંગારનો સામાન, દેવીની પ્રતિમા કે ફોટો, ફૂલોનો હાર, સુખો માવો, મિઠાઈ, લાલ ફૂલ, ગંગાજળ અને દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા સ્તુતિ વગેરે.

English summary
Navratri 2020: garba sthapana vidhi in gujarati and subh muhurt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X