For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri fasting rules 2021: નવરાત્રિ દરમિયાન શું ખાવુ અને શું નહિ? શું છે ઉપવાસના નિયમ?

નવરાત્રિમાં વ્રત રાખવાના નિયમ હોય છે જેને વ્રત રાખનારાને ખબર હોવી જોઈએ જેનાથી તે કોઈ પણ ભૂલ કરવાનુ ટાળો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 7 ઓક્ટોબરથી નવરાત્રિની પૂજા શરૂ થઈ છે. ભક્તગણ આ દિવસોમાં ઉપવાસ રાખે છે. ક્યાંક-ક્યાંક લોકો કળશની સ્થાપના પણ કરે છે. અમુક લોકો તો માત્ર પાણી પર વ્રત રાખે છે જ્યારે અમુક લોકો ફળાહાર પણ ઉપવાસ રાખે છે. અમુક ભક્તો પૂરા નવ દિવસ સુધી વ્રત રાખે છે જ્યારે અન્ય તેમને જોડામાં રાખે છે જેમકે નવરાત્રિના પહેલા બે કે અંતિમ બે દિવસ કે પહેલા અને અંતિમ દિવસ. નવરાત્રિમાં વ્રત રાખવાના નિયમ હોય છે જેને વ્રત રાખનારાને ખબર હોવી જોઈએ જેનાથી તે કોઈ પણ ભૂલ કરવાનુ ટાળો.

maata

જાણો વ્રતના નિયમ અને નવરાત્રિમાં શું ખાવુ અને શું નહિ

  • ભક્તોએ વ્રતમાં શાકાહારી ભોજન કરાવવુ જોઈએ.
  • ભક્તોએ અનાજ જેવા કે ઘઉ અને ચોખાનુ સેવન કરવુ જોઈએ નહિ.
  • જો કે રાજગરાના લોટ ખાઈ શકાય છે. ચોખાના બદલે તમે મોરૈયો લઈ શકે છે.
  • ઉપરોક્ત વસ્તુઓમાંથી તમે રાજગરાના લોટની પુરી, હલવો, સાબુદાણાના વડા, પકોડા અને સાબુદાણાની ખીચડી જેવા સ્વાદિષ્ટ ભોજન બનાવી શકો છો.
  • નવરાત્રિના વ્રતમાં તમે ફળ અને સૂકા મેવાનુ સેવન કરી શકો છો. અમુક ભક્તો તો પૂરા નવ દિવસ સુધી માત્ર ફળ અને દૂધ પર જ ઉપવાસ રાખે છે.
  • નવરાત્રિના નવ દિવસમાં બટાકા, અળવી, સૂરણ, કોળુ જેવા કંદમૂળને પ્રાથમિકતા આપવામાં આવે છે.
  • વ્રત દરમિયાન ભક્તો દૂધ અને ડેરી ઉત્પાદનો જેવા કે પનીર, સફેદ માખણ, ઘી, મલાઈ કે દૂથ અને ખોયા જેવા વ્યંજનોનુ સેવન કરી શકે છે.
  • તમે ફ્રૂટ ચાટનો પણ ઉપયોગ કરી શકો છે અને તેને દહીં સાથે પણ ખાઈ શકો છો.
  • તમે સિંધવ મીઠાનુ સેવન કરી શકો છો. વળી, નવરાત્રિ દરમિયાન ખુદને આખો દિવસ હાઈડ્રેટ રાખવા માટે છાશ અને લસ્સી સારો વિકલ્પ છે.
  • વ્રત રાખનારા લોકો મસાલાના નામે આખુ જીરુ કે જીરા પાવડર, અજમો, તજ, ઈલાઈચી, લવિંગ, કાળા મરીનો પાવડર, લાલ મરચુ, કાળુ મરચુ, સૂકી દ્રાક્ષ વગેરેનો ઉપયોગ કરી શકે છે.
  • નવરાત્રિ દરમિયાન ભોજન બનાવતી વખતે ડુંગળી, લસણ અને મસાલા જેવા કે હળદર,ધાણાનુ સેવન કરવાનુ ટાળવુ.
  • અન્ય ગરમી પેદા કરતા ખાદ્ય પદાર્થો અને સરસિયાના તેલ કે તલના તેલનો પણ ઉપયોગ ન કરવો.
  • આ તેલોના બદલે દેશી ઘી કે મગફલીના તેલનો ઉપયોગ કરવો.
  • નવરાત્રિ દરમિયાન માંસ, દારુ અને તમાકુનુ સેવન ન કરવુ.
  • નવરાત્રિના દિવસોમાં વ્રત કરનારાએ બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ.
  • ઘરમાં હંમેશા શુદ્ધ વાતાવરણ રાખવુ જોઈએ.
  • ઘરમાં લડાઈ અને કલેશનો માહોલ ન રાખવો જોઈએ.
  • ઘરમાં હંમેશા સ્વચ્છતા હોવી જોઈએ અને ભજન-કીર્તન કરવા જોઈએ.
English summary
Navratri 2021 egins to on 7th October, 2021, Know some fasting rules to avoid any mistakes during Durga Pooja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X