ચૈત્રી નવરાત્રીમાં દુર્ગા સપ્તશતીના અધ્યાયોનું મહત્વ જણો!
માતા દુર્ગાના પૂજકો માટે કળશ સ્થાપન મુહૂર્ત અને મનોકામના પૂર્તિ હેતુ કરો દુર્ગા સપ્તશતીના અધ્યાયોનો પાઠ કરવાથી મળતા લાભ માટે વાંચો અહી...
ચૈત્ર નવરાત્રી 28 માર્ચથી શરૂ થઈ રહી છે. ચૈત્રી નવરાત્રીનુ અનોખો મહત્વ છે. સતકર્મ, પરોપકાર, ધર્મ, કર્મ અને નિઃસ્વાર્થ વિના શક્તિની કૃપા સંભવ નથી. મા દુર્ગા મિષ્ઠાનની નહિં પણ ભાવની ભૂખી છે. ચૈત્રી નવરાત્રીનાં દિવસે માઇ ભક્તો માતાજીને પસંદ કરવા માટે નીતનવા પ્રયાસો કરે છે .તો આવો જાણીએ કે નવરાત્રીના શુભ અવસરે મા દુર્ગાને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ.

કળશ સ્થાપના શુભ મુહૂર્ત
આ વર્ષે નવરાત્રી 28 માર્ચે શરૂ થઈને 5 એપ્રિલેએ સમાપ્ત થશે.
28 માર્ચના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર અને મીન રાશિમાં ચંદ્ર રહેશે.
પહેલુ મુહૂર્ત
સવારે 8:30 થી 10:36 મિનિટ સુધી
બીજુ મુહૂર્ત
બપોરે 1:30 થી 02:32 મિનિટ સુધી

દુર્ગા સપ્તશતીના દરેક અધ્યાયોનું મહત્વ
- પ્રથમ અધ્યાયનો પાઠ કરવાથી દરેક પ્રકારની ચિંતા અને તાણમાંથી મુક્તિ મળે છે.
- બીજા અધ્યાયનો પાઠ કરવાથી વિવાદ અને જમીનને લગતા વિવાદો પર વિજય મળે છે.
- ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી મા ભગવતીની કૃપાથી તમારા દુશ્મનોનું દમન થાય છે.
- ચતુર્થ અધ્યાયનો પાઠ કરવાથી તમારા આત્મ-વિશ્વાસ અને સાહસમાં વૃધ્ધિ થાય છે.
- પાંચમાં અધ્યાયનો પાઠ કરવાથી ઘર અને કુટુંબમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.
- ષષ્ઠમ અધ્યાયનો પાઠ કરવાથી મનમાંથી ભય, આશંકા અને નકારાત્મક વિચારોમાં ઘટાડો થાય છે.
- સપ્તમ અધ્યાયનો પાઠ કરવાથી વિશેષ કામના પૂર્તિ થાય છે.
- અષ્ટમ અધ્યાયનો પાઠ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો તનાવ ખતમ થાય છે અને ઈચ્છિત સાથીની પ્રાપ્તિ થાય છે.
- નવમ અધ્યાયનો પાઠ કરવાથી પરદેશ ગયેલ વ્યરક્તિ અથવા ખોવાયેલ વ્યક્તિ જલ્દી જ પાછો ફરે છે.
- દશમ અધ્યાયનો પાઠ કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે અને માન-સન્માનમાં વૃધ્ધિ થાય છે.
- અગિયારમાં અધ્યાયનો પાઠ કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે.
- જે લોકો ઘરના ઝગડાથી પરેશાન છે અને કામમાં પ્રગતિ થતી નથી તેમણે બારમા અધ્યાયનો પાઠ કરવાથી લાભ થાય છે.
- તેરમુ અધ્યાયનો પાઠ કરવાથી ઘરનો વાસ્તુ દોષ, માનસિક કલેશ, કુટુંબની પ્રગતિમાં આવતી અડચણો દૂર થાય છે.

નવરાત્રીમાં શું કરવું
નવરાત્રીમાં મંદિરે જવું, દેવીને પ્રતિદિન જળ અર્પણ કરવું, ઉઘાડા પગે રહેવું, માતા-પિતાની સેવા કરવી, અષ્ટમી અને નવમીના દિવસે માતાનો વિશેષ શ્રૃંગાર કરવો, કન્યાને ભોજન કરાવવું, મા દુર્ગાને અખંડ જ્યોત જલાવવી.

નવરાત્રીમાં શુ ન કરવું
નવ દિવસ સુધી નખ ન કાપવા, સેવિંગ, વાળ ન કાપવા, વધાર ન કરવો, ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો, જુ઼ઠ્ઠુ અને કાવાદાવા ન કરવા, કોઈને અપશબ્દ ન બોલવા, સ્ત્રી સાથે સંસર્ગ ન કરવું, પથારીનો ત્યાગ કરી જમીન પર સુવું
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
