જાણો શા માટે માતા દુર્ગાએ કર્યો હતો મહિષાસુરનો સંહાર?

Posted By:
Subscribe to Oneindia News

આદ્યશક્તિનો પર્વ નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રી પૂરાં 9 દિવસો સુધી ઉજવાય છે. આ પર્વમાં માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. તમે જાણતા જ હશો કે આ સમયે માતા દુર્ગાએ મહિષાસુરને માર્યો હતો. મહિષાસુર ખૂબ ચાલાક દૈત્ય હતો. ધાર્મિક કથાઓમાં તેના વ્યક્તિત્વ વિશે ઘણું લખાયુ છે. કહેવાય છે કે માતા દુર્ગાની ઉત્તપ્તિ મહિષાસુરને મારવા માટે જ થઈ હતી.તો આજે અમે તમને મહિષાસુર વિશે જાણીશું..

કોણ હતો મહિષાસુર?

કોણ હતો મહિષાસુર?

હિંદુ પૌરાણિક કથાઓ પ્રમાણે મહિષાસુર એક બળવાન પણ દુષ્ટ રાક્ષસ હતો. તેના પિતાનું નામ રંભ હતુ જે અસુરોનો રાજા હતો. રંભને જળમાં રહેનાર ભેંસથી પ્રેમ થઈ ગયો અને આ બંનેના યોગથી મહિષાસુરનો જન્મ થયો હતો. તેણે અમર થવાની ઈચ્છાથી કઠોર તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યુ કે કોઈ દેવ, અસુર કે માણસ મને મારી શકે નહિં. બ્રહ્માજીએ તેને એ વરદાન પણ આપ્યુ.

મહિષાસુરને મળ્યુ હતુ વરદાન

મહિષાસુરને મળ્યુ હતુ વરદાન

સંસ્કૃતમાં મહિષનો અર્થ થાય છે ભેંસ. રંભને કારણે રાક્ષસ મહિષાસુરને વરદાન મળ્યુ હતુ કે તે જ્યારે ઈચ્છે ત્યારે ભેંસ અને જ્યારે ઈચ્છે ત્યારે મનુષ્ય બની શકે.

સ્વર્ગલોક પર કબજો કર્યો

સ્વર્ગલોક પર કબજો કર્યો

મહિષાસુરે સ્વર્ગ લોકના દેવોને હેરાન કરવાનું શરૂ કર્યુ અને પૃથ્વી પર પણ તોફાન મચાવા લાગ્યો. તેણે સ્વર્ગ પણ આક્રમણ કરી ઈન્દ્રને હરાવી સ્વર્ગલોક પર કબજો કરી લીધો. અને દેવોને ત્યાંથી ભગાડી મુક્યા. દેવગણ ભેગા થઈ ત્રિમૂર્તિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે મદદ માટે પહોંચ્યા. દેવગણે ભેગા થઈ ફરી મહિષાસુર સાથે યુદ્ધ કર્યુ પણ તેઓ તેનાથી હારી ગયા.

દુર્ગાનું કર્યુ સર્જન

દુર્ગાનું કર્યુ સર્જન

જ્યારે કોઈ ઉપાય ન જણાયો ત્યારે દેવોએ મહિષાસુરના વિનાશ માટે માતા દુર્ગાનું સર્જન કર્યુ. મહિષાસુરને વરદાન મળેલું હતુ કે તેને કોઈ મનુષ્ય મારી શકતો નથી, પરિણામે બ્રહ્મદેવે આદ્યશક્તિનું સર્જન કર્યુ અને માતા દુર્ગાને આકાર આપ્યો.

અસુર પર દેવોનો વિજય

અસુર પર દેવોનો વિજય

માતા દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરી તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને દસમાં દિવસે તેનો સંહાર કર્યો. આ દિવસના ઉપલક્ષ્યે હિંદુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા મનાવે છે. દસમો દિવસ 'વિજ્યાદશમી'ના નામે ઓળખાય છે. જે ખરાબ શક્તિ પર દેવીની શક્તિની જીત છે.

English summary
Navratri : Maa durga and mahisasur sanhar story in gujarati. Read more details..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.