જાણો વિજયાદશમીનું મહત્વ અને પૂજાનું શુભ મુહૂર્ત

Posted By:
Subscribe to Oneindia News

હિંદુ પંચાગ પ્રમાણે અશ્વિન શુક્લ પક્ષની દશમ તિથિએ વિજ્યાદશમી મનાવવામાં આવે છે. ભગવાન રામે પોતાની પત્ની સીતાને રાવણની કેદમાંથી મુક્ત કરાવવા માટે શ્રી રામે 10 દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કર્યુ હતુ. દસમાં દિવસે શ્રી રામે રાવણનો સંહાર કરી લંકા પર વિજય મેળવી હતી. વિજય પ્રાપ્તિના ઉપલક્ષ્યે દશેરાનો તહેવાર મોટી ધુમ-ધામથી મનાવવામાં આવે છે. આ દિવસે કરેલુ કોઈ પણ કામ સફળ થાય છે. મોટા ભાગના લોકો શુભ કામ જેમ કે, સગાઈ, ઘર-વાહન ખરીદી, નવો વેપાર વગેરે માટે આ દિવસની પસંદગી કરે છે. આ દિવસે આખો દિવસ વિના શુભ મુહૂર્તે કોઈ પણ નવું કામ કરી શકાય છે.

નવ દિવસ ચાલતી દુર્ગા પૂજાની સમાપ્તિ

નવ દિવસ ચાલતી દુર્ગા પૂજાની સમાપ્તિ

દશેરા નવ દિવસ ચાલનારી દુર્ગા પૂજાની સમાપ્તિનું પ્રતિક છે. માતા દુર્ગાએ લોકોની રક્ષા માટે મહિસાસુર નામના રાક્ષસને માર્યો હતો. નવરાત્રી દરમિયાન માતા દુર્ગા અને માતા ચામુંડાની પૂજા કરવામાં આવે છે, જેમણે લોકોની રક્ષા માટે મહિષાસુર અને અસુરોની સેનાને યુદ્ધમાં હરાવ્યા હતા.

દશેરા શુભ મુહૂર્ત

દશેરા શુભ મુહૂર્ત

  • આ વર્ષે દશેરા 30 સપ્ટેમ્બરના દિવસે શનિવારે ઉજવવામાં આવશે.
  • દશમ તિથિ 29 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગ્યાને 5 મિનિટ શરૂ થઈ જશે અને રાત્રે 1 વાગ્યાને 30 મિનિટ સુધી રહેશે.
  • દશેરા વિજય મુહૂર્ત- 2 વાગ્યાથી બપોરના 2 વાગ્યાને 55 મિનિટ સુધી રહેશે.
  • પૂજા સમય- 1 વાગ્યાના 23 મિનિટથી લઈ 3 વાગ્યાને 47 મિનિટ સુધી
દશેરાનું મહત્વ

દશેરાનું મહત્વ

એવું મનાય છે કે દશેરાની તિથિએ ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરી વિજય મેળવ્યો હતો. સંધ્યા કાળનો સમય વિજય કાળનો ગણાય છે. વિજ્યાદશમીના દિવસે નિલકંઠનાં દર્શન શુભ મનાય છે. વિજયકાળમાં શમીના વૃક્ષનું પૂજન કરવું જોઈએ અને આ કાળમાં રાજચિન્હ, હાથી, ઘોડા, અસ્ત્ર-શસ્ત્ર વગેરેનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે લોકો શસ્ત્રોની પૂજા કે કોઈ નવા કામની શરૂઆત કરે છે. જેમકે અક્ષર લેખન, નવો વેપાર, વાવણી, સગાઈ કે નવું વાહન કે ઘરની ખરીદી.

આજ નો આખો દિવસ શુભ મુહૂર્ત

આજ નો આખો દિવસ શુભ મુહૂર્ત

દશેરા સાડા ત્રણ મુહૂર્તમાં આવે છે, આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વિના પણ નવા કામની શરૂઆત કરી શકાય છે. એવું મનાય છે કે આ દિવસે જે કામ શરૂ થાય છે, તે કાર્યમાં વિજય હાંસલ થાય છે. પ્રાચીન કાળમાં રાજાઓ વિજય પ્રાપ્તિ માટે રણ યાત્રા કાઢતા હતા.

English summary
navratri : vijyadashmi-muhurt and puja vidhi in gujarati

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.