For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે રસ્તામાં પડેલા લીંબુ-મરચા ઉપર પગ મુક્યો છે?

ઘણીવાર રસ્તા પર લીંબુ-મરચા પડેલા જોવા મળે છે, જેના પર પગ મુકવો યોગ્ય ગણાતો નથી. જો ભૂલથી પણ તેના પર પગ આવી જાય તો તે અશુભ મનાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દરેક શનિવાર કે શુક્રવારે તમે જોયું હશે કે ઘરના મોટા વડીલો મુખ્ય દરવાજા પર લીંબુ મરચા બદલે છે. આ દિવસે રસ્તા પર ઘણા બધા લીંબુ-મરચાના ઢગલા જોવા મળે છે. જેના પર પગ ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. જો ભૂલથી પણ તમારો પગ તેના પર આવી જાય તો તે અશુભ મનાય છે. જો કે આજની પેઢી આ વાત પર જરાય વિશ્વાસ કરતી નથી. તમે માનશો નહિં પણ આમ કહેવા પાછળ પણ એક કારણ છે. આજે અમે તમને જણાવીશું કે આખરે શા માટે ઘરમાં અને દુકાનોની બહાર લીંબુ-મરચા લટકાવામાં આવે છે?

નજર બટ્ટુ

નજર બટ્ટુ

લીંબુનો ઉપયોગ ખરાબ નજર સાથે જોડાયેલી બાબતો માટે કરવામાં આવે છે. તેનું સૌથી મહત્વનું કારણ છે તેનો સ્વાદ, લીંબુ ખાટ્ટુ અને મરચા તીખા હોય છે, બંનેનો ઉપયોગ વ્યક્તિની એકાગ્રતા અને ધ્યાન તોડવામાં મદદ કરે છે.

ઘર-ઓફિસને ખરાબ નજરથી બચાવા

ઘર-ઓફિસને ખરાબ નજરથી બચાવા

હંમેશા લોકો પોતાના ઘર, ઓફિસ કે દુકાનને ખરાબ નજરથી બચાવા માટે લીંબુ-મરચા બાંધે છે. જ્યારે તે ખરાબ થઈ જાય છે, તો તેને રસ્તા પર ફેંકી દે છે. જ્યોતિષિઓ આ લીંબુ -મરચાને રસ્તે ફેકવાનું કારણ જણાવે છે કે તેનાથી વ્યક્તિને ફાયદો થાય છે. કારણ કે લીંબુ જેટલું કચડાય છે તેટલી જ ખરાબ નજર અને નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઓછો થાય છે. તેનો એક ફાયદો એ પણ છે કે તેનાથી લીંબુ-મરચા ફેકનાર વ્યક્તિને વેપાર વગેરેમાં લાભ થાય છે. ઘર-વેપાર ખરાબ નજરથી બચેલા રહે છે.

પગ મુકનાર પર ખરાબ પ્રભાવ પડે છે

પગ મુકનાર પર ખરાબ પ્રભાવ પડે છે

તમે મોટા ભાગના વડીલોને કહેતા સાંભળ્યુ હશે કે, રસ્તા પર જો લીંબુ-મરચા પડેલા હોય તો તેના પર પગ મુકવો નહિં. તેની પાછળ અંધવિશ્વાસ નથી. આ પાછળનું એક મોટુ કારણ એ છે કે, જે લોકો લીંબુ-મરચા પર પગ મુકીને આગળ જાય છે, તે વ્યક્તિ પર પણ નકારાત્મક ઊર્જા અથવા ખરાબ નજર નો પ્રભાવ શરૂ થઈ જાય છે. જ્યોતિષિઓનું માનવું છે કે તેમની બઢોતરી અને સારા કાર્યોમાં અડચણો આવવા લાગે છે, કારણ કે નકારાત્મક ઊર્જા જીવનને પ્રભાવિત કરે છે. પરિણામે રસ્તા પર પડેલા લીંબુ-મરચા પર ક્યારેય પગ મુકવો નહિં.

દરિદ્રતા દૂર કરવા માટે

દરિદ્રતા દૂર કરવા માટે

એવું મનાય છે કે દરિદ્રતાની દેવી અલક્ષ્મીને તીખુ અને ખાટુ ભોજન અતિપ્રિય છે. મીઠાથી તે દૂર ભાગે છે અને તીખા, ખાટ્ટા ભોજનની શોધમાં તે દરેક જગ્યાએ જાય છે. તેમની આ પસંદને પૂરીં કરવા માટે લોકો દરવાજે લીંબુ-મરચા લટકાવે છે. તેની પાછળનો ઉદેશ્ય છે કે દરિદ્રતા અલક્ષ્મી પોતાની પસંદગીની વસ્તુ દરવાજે જ મેળવી સંતુષ્ટ થઈ જાય છે અને અંદર પ્રવેશ કરતી નથી. આ રીતે માં પણ પ્રસન્ન રહે અને આપણે પણ અમંગળથી બચેલા રહીએ.

English summary
Battu or the Nimbu-Mirchi Totka as it is called, traditionally has seven mirchis and one nimbu to protect your home from all the bad and evil spirits.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X