Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Raksha Bandhan 2023 : આ વર્ષે કઇ તારીખે આવશે રક્ષાબંધન? જાણો મુહૂર્ત અને મહત્વ

Raksha Bandhan 2023 : શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. જેને બળેવ, નારિયેળી પૂનમ કે રાખી પણ કહેવામાં આવે છે. આ તહેવાર ભાઇ બેનના પ્રેમનો તહેવાર છે. જેમાં બહેન ભાઇના કાંડા પર રાખડી બાંધી તેની સુરક્ષાની કામના કરે છે. બદલામાં ભાઇ બહેનને ભેટ આપે છે.

આવા સમયે જો તમે અત્યારથી રક્ષાબંધનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો આ વખતે તમારે થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે આ વખતે બે શ્રાવણ મહિનાના કારણે શ્રાવણ 59 દિવસ સુધી ચાલશે.

Raksha Bandhan 2023

હિંદુ કેલેન્ડર અનુસાર, આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ, 2023ના રોજ બુધવારના રોજ ઉજવવામાં આવશે. સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર ઓગસ્ટની શરૂઆતમાં અથવા મધ્યમાં ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે અધિક માસના કારણે રક્ષાબંધનનો તહેવાર 15 દિવસ લંબાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ પણ મનાવવામાં આવી રહ્યો છે, આવા સમયે બહેનોએ પોતાના ભાઈના કાંડા પર રાખડી ન બાંધવી જોઈએ.

રક્ષાબંધનની પૂર્ણિમાની તારીખ 30 ઓગસ્ટ, 2023ના રોજ બપોરે 12:29 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે 31 ઓગસ્ટ 2023ના રોજ સવારે 8:35 કલાક સુધી રહેશે. આવી સ્થિતિમાં જો તમે 30 ઓગસ્ટના રોજ તમારા ભાઈને રાખડી બાંધી શકતા નથી, તો 31 ઓગસ્ટે પણ તમે તમારા ભાઈને રાખડી બાંધી શકો છો.

ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન વિશે ઘણી લોકવાયકા પ્રસિદ્ધ છે, તેમાંથી એક ભગવાન ઇન્દ્ર અને તેમની પત્નીની છે, ભવિષ્ય પુરાણ મુજબ, જ્યારે અસુરોના રાજા બલિએ દેવતાઓ પર હુમલો કર્યો, ત્યારે ઇન્દ્રની પત્ની શચી ખૂબ જ નારાજ થઈ, તે પછી તે ત્યાં પહોંચી અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગે છે. ભગવાન વિષ્ણુએ તેને એક દોરો આપ્યો અને તેને તેના પતિના કાંડા પર બાંધવા કહ્યું, શચીએ તેમ કર્યું અને તેનો પતિ જીતી ગયો. કહેવાય છે કે, ત્યારથી રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવ્યો.

અન્ય એક લોકવાયકા અનુસાર મહાભારત સાથે જોડાયેલી એક કથા રક્ષાબંધનને લઈને પણ છે, જ્યારે યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની તર્જની પર કાપો પડ્યો હતો, ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો પલ્લુ ફાડીને તેના હાથ પર બાંધી દીધો હતો, જે બાદ ભગવાન કૃષ્ણે તેમને રક્ષણ આપ્યું હતું. જે વચન તેમને ચિરહરણ દરમિયાન દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X