નવા વર્ષ પહેલા ખોલો ધન પ્રાપ્તિ અને આર્થિક સમૃદ્ધિના રસ્તા, કરો આ ઉપાય
આવો, જાણીએ એ ઉપાય જે તમારા માટે ધન પ્રાપ્તિના રસ્તા ખોલી દેશે.
નવી દિલ્લીઃ નવુ વર્ષ નવી આશાઓ લઈને આવે છે અને સહુને એ આશા રહે છે કે નવા વર્ષમાં તેમને સફળતા મળશે અને પ્રગતિ થશે. નવા વર્ષે સૌથી મોટી આશા એ રહે છે કે ધનની દ્રષ્ટિએ વર્ષ સારુ પસાર થાય. કોરોના કાળમાં દરેક પરિવારે કોઈને કોઈ રીતે આર્થિક સંકટ જોયુ, એવામાં વર્ષ 2022માં આર્થિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની આશા સહુને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવા અમુક ઉપાય છે જેમનુ પાલન કરવાથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને નવા વર્ષમાં આર્થિક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. તો આવો, જાણીએ એ ઉપાય જે તમારા માટે ધન પ્રાપ્તિના રસ્તા ખોલી દેશે.

સાચા મનથી કરો દાન પુણ્ય
હિંદુ ધર્મમાં દાનને સૌથી મોટુ પુણ્ય માનવામાં આવ્યુ છે. પોતાની ક્ષમતા મુજબ આપણે દાન કરતા રહેવુ જોઈએ જેનાથી આપણે કોઈ બીજાની જરુરિયાતને પૂરુ કરવાનુ સુખ અને પુણ્ય કમાઈ શકીએ. માન્યતા છે કે જે વ્યક્તિ દાન-પુણ્યનુ કામ કરતો રહે છે તેની પાસે ધનની કમી ક્યારેય નથી રહેતી. આવા ભક્તજનો પર માતા લક્ષ્મી પણ પોતાની વિશેષ કૃપા જાળવી રાખે છે. એવામાં નવા વર્ષ પર તમે પણ સાફ મનથી દાન દક્ષિણાનુ પુણ્ય કરો.

તુલસીની કરો સારી રીતે જાળવણી
તુલસી લગભગ દરેક હિંદુ ઘરનુ અભિન્ન અંગ હોય છે પરંતુ તુલસીના છોડની આપણે યોગ્ય રીતે જાળવણી નથી કરતી. પોતાના ઘરની તુલની યોગ્ય રીતે જાળવણી જરુરી છે. તુલસીના છોડને રોજ જળ અર્પણ કરો, પૂરતો તડકો અને હવાવાળી જગ્યાએ રાખો. રોજ તેની પૂજા કરો અને સાંજના સમયે તેની સામે દીવો પ્રગટાવો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની માન્યતા છે.

ઘરમાં લાવો કુબેરજીની પ્રતિમા
કુબેર દેવતાના ધનના દેવતા માનવામાં આવે છે. નવા વર્ષમાં તમે પોતાના ઘરમાં કુબેરજીની પ્રતિમા લાવી શકો છો. જ્યોતિષ મુજબ કુબેર યંત્ર કે પ્રતિમાને ઘર કે ઑફિસમાં રાખવી જોઈએ અને તેમના નિયમિત પૂજા કરવી જોઈએ. આનાથી ધન લાભના રસ્તા ખુલે છે.

શ્રીસૂક્તના કરો પાઠ
લક્ષ્મી માતાની કૃપા મેળવવાના ઉપાયમાં શ્રીસુક્તના પાઠ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતી વખતે શ્રીસૂક્ત મંત્રનો પાઠ કરવો જોઈએ. આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે જ મા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તે માટે મહાલક્ષ્મી યંત્રની સ્થાપના પોતાના ઘરમાં કરી શકો છો. આ યંત્રની સ્થાપના કરવાથી ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે.












Click it and Unblock the Notifications
