સ્ત્રીની હથેળી પર છે આ રેખા, તો પ્રેગનન્સીમાં પડી શકે છે મુશ્કેલી
આપણા હાથની રેખાઓ આપણા ભાગ્ય વિશે ઘણું જણાવે છે, જેમ કે આગામી સમય કેવો હશે, વૈવાહિક જીવનમાં ખુશી આવશે કે નહીં, કેટલા બાળકો થશે.
આપણા હાથની રેખાઓ આપણા ભાગ્ય વિશે ઘણું જણાવે છે, જેમ કે આગામી સમય કેવો હશે, વૈવાહિક જીવનમાં ખુશી આવશે કે નહીં, કેટલા બાળકો થશે. એટલે સુધી કે સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી આવશે કે નહીં તે પણ જાણી શકાય છે. આપણા હાથની રેખાઓ આપણા ઉજ્જવળ ભવિષ્યને દર્શાવે છે તો કેટલીકવાર આવનારી મુશ્કેલીઓ વિશે પણ આગાહ કરે છે.
હથેળીમાં ત્રણ રેખાઓ સૌથી મહત્વની હોય છે. જીવન રેખા, ભાગ્ય રેખા અને હ્રદય રેખા. આપણામાંથી મોટા ભાગના લોકો આ રેખાઓના માધ્યમથી જ જીવનની નાની મોટી વાતો જાણવા ઉત્સુક રહે છે. જો કે જરૂરી નથી કે આપણા જીવન સાથે જોડાયેલા તથ્યો એકદમ સાચા જ હોય કારણ કે હાથની રેખાઓ બદલતા મોડું નથી થતું.
આજના આ લેખમાં અમે જણાવીશું કે હાથની રેખાઓ ગર્ભાવસ્થામાં આવનારી મુશ્કેલીઓ વિશે જણાવે છે. તો ચાલો જાણીએ કઈ રેખા શું કહે છે.

હથેળીમાં શુક્ર પર્વત
હથેળીમાં શુક્ર પર્વત પ્રેમ અને અંગત સંબંધ વિશે માહિતી આપે છે. કેટલીકવાર શુક્ર પર્વતની આજુબાજુ કેટલાક એવા ચિહ્ન હોય છે, જે સેક્સ્યુઅલ લાઈફ, ફેમિલી લાઈફથી જોડાયેલા હોય છે. આ ચિહ્ન આપણા સંતાન અંગે કેટલીક બાબતના ખુલાસા કરે છે.
જો કે આ ચિહ્નોનો અર્થ મહિલા અને પુરુષની હથેળી પ્રમાણે જુદો જુદો થાય છે. જો આ જ ચિહ્ન સ્ત્રીની હથેળી પર હોય તો જે તે સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન શું મુશ્કેલી આવશે તે વિશે માહિતી મેળવી શકાય છે.

જાળી આકારનું ચિહ્ન
જો કોઈ મહિલાની હથેળીમાં શુક્ર પર્વત પર જાળી આકારનું ચિહ્ન હોય તો તે સારો સંકેત નથી. આ ચિહ્નનો અર્થ છે કે તે સ્ત્રીને ગર્ભપાત થઈ શકે છે.

કાંડાની રેખા
જો કાંડાની પાસેની રેખા શુક્ર પર્વત નીચે દ્વીપ ચિહ્ન બનાવે છે તો તમારા સંતાનને કોઈ પ્રકારનું નુક્સાન થવાની શક્યતા છે.
જે સ્ત્રીઓના કાંડા પર બનેલી રેખા અંદરની તરફ જતી હોય તેમને ગર્ભધારણ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત એવી સ્ત્રીઓ મોટી ઉંમરે માં બનવાનું સુખ મળશે.

તૂટેલી જીવનરેખા
જો કોઈ સ્ત્રીની જીવનરેખા તૂટેલી છે અને તેનો એક ભાગ શુક્ર પર્વત તરફ વળેલો હોય તો આવી મહિલાઓને પ્રસૂતિ અંગેની મુશ્કેલી આવે છે.

આ રેખાઓ દ્વારા જાણો પોતાનું ભાગ્ય
જો કોઈ મહિલા કે પુરુષના હાથની સૌથી નાની આંગળીમાંથી નીકળતી રેખા વચ્ચેની આંગળી સુધી પહોંચે તો જે તે વ્યક્તિનો એક્સિડન્ટ થવાની શક્યતા હોય છે અથવા તો આ પ્રકારના સ્ત્રીપુરુષ સંતાન હીન પણ રહી શકે છે.
કોઈ સ્ત્રીની હથેળીમાં વચ્ચેની આંગળી અને ચોથી આંગળી વચ્ચે જો ક્રોસનું નિશાન હોય તો આવી મહિલાઓ વાંઝણી રહી શકે છે.
જો કોઈ પુરુષની હથેળીમાં ક્રોસ જેવું ચિહ્ન શુક્ર પર્વત પર બનેલું હોય તો તેમની સેક્સ લાઈફ મુશ્કેલીઓથી ભરેલી રહે છે. આવા પુરુષોને સેક્સ્યુઅલ લાઈફમાં મુશ્કેલી આવે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
